Last Update : 31-August-2012,Friday

 
દિલ્હીની વાત
 
નોન-યુપીએ નોન-એનડીએ પક્ષોનો મોરચો
નવી દિલ્હી, તા. ૩૦
સંસદની કામગીરી સતત ઠપ્પ રહેવાના વિરોધમાં આજે સમાજવાદી પક્ષ સહિતના ૭ વિપક્ષોએ હાથ મીલાવ્યા હતા. સમાજવાદી પક્ષ સાથે ડાબેરી પક્ષો હતા હવે તેલગુદેશમ્ પણ જોડાયો હતો. મુલાયમસિંહ યાદવે જણાવ્યું હતું કે કોલસા કૌભાંડની તપાસ માટે સુપ્રીમ કોર્ટના જજને નીમીને તપાસ કરવી જોઈએ. આવતીકાલે આ પક્ષો સંસદની સામે ધરણાં કરશે અન્ના ડીએમકે પણ આવતી કાલે તેમની સાથે જોડાય એમ લાગી રહ્યું છે. મુલાયમસિંહનો આઈડીયા નોન-એનડીએ અને નોન-યુપીએ પક્ષોને જોડવાનો છે. અહીં ઉલ્લેખનીય છે કે કોલસા કૌભાંડમાં કોંગ્રેસ ભાજપ વચ્ચે ફીક્સીંગનો આક્ષેપ ડાબેરી નેતા સીતારામ યેચુરીએ ગઈકાલે કર્યો હતો.
શરદ યાદવ પણ વડાપ્રધાનનું રાજીનામું માગે છે
કોલસા કૌભાંડમાં વડાપ્રધાનનું રાજીનામું માગતા એનડીએ સાથે તેમનો સાથી પક્ષ જનતાદળ(યુ) જોડાયો નથી એવી વાતો શરૃઆતમાં વહેતી થઈ હતી. જનતાદળ(યુ)ના નેતાઓ પણ તેમના નિવેદનો દ્વારા આ બાબતનો સંકેત આપતા હતા, પરંતુ આજે અડવાણીના નેતૃત્વ હેઠળ મળેલી બેઠકમાં એમ દેખાતું હતું કે એનડીએ સંયુક્ત હતો. જનતાદળ(યુ)ના નેતા શરદ યાદવે વડાપ્રધાનના રાજીનામાની માગણી ભારપૂર્વક કરી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે. એક તરફ એનડીએ દ્વારા આજે સંયુક્ત તાકાત બતાવવામાં આવી હતી તો બીજી તરફ મુલાયમસિંહે પણ નોન-એનડીએ પક્ષને ભેગા કરવામાં સફળતા મેળવી હતી.
જયપાલ રેડ્ડી આંધ્રના મુખ્યપ્રધાન
સંસદની અટવાયેલી કાર્યવાહી વચ્ચે પ્રધાનમંડળમાં ફેરફારના અહેવાલો મળી રહ્યા છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વડાપ્રધાન કેન્દ્રીય પ્રધાન મંડળમાં વિદેશપ્રધાન એસ.એમ. ક્રિષ્ના અને પેટ્રોલ પ્રધાન જયપાલ રેડ્ડીના પોર્ટફોલીયા બદલાય એવા સંકેતો મળી રહ્યા છે. જે પ્રધાનો પાસે બે ખાતાના હવાલા છે તેમને થોડી રાહત અપાશે એમ મનાય છે. પેટ્રોલ પ્રધાન જયપાલ રેડ્ડીને આંધ્રના મુખ્ય પ્રધાન બનાવાય જ્યારે વિદેશ પ્રધાનને કર્ણાટક પક્ષના વડા બનાવાય એવા સંકેતો પણ મળી રહ્યા છે.
શોરબકોર વચ્ચે બે બીલ પાસ
સંસદ કોલસા કૌભાંડની કાગારોળમાં અટવાતી હતી ત્યારે સરકારે કેટલાક અટવાયેલા બીલોને પાસ કરાવવાનો રસ્તો શોધી લીધો હતો. સરકારે આજે સંસદમાં બે મહત્ત્વના બીલો પસાર કરવા સફળતા મેળવી હતી. આજે સંસદમાં ેજે બીલોની ચર્ચા થવાની હતી તેમાં કેમીકલ હથિયાર એમેન્ડ મેન્ટબીલ અને એમ્સ એમેન્ડમેન્ટ બીલનો સમાવેશ થતો હતો. સંસદમાં વિપક્ષના શોર-બકોર વચ્ચે સરકારે આ બંને બીલ પાસ કરાવી દીધા હતા.
Share |
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved