Last Update : 31-August-2012,Friday

 

આંય બાવાજીએ ૧૫ હજાર ગીતોમાં પ્રાણ પૂર્યાં, બોલો !

સિનેમેજિક - અજિત પોપટ
 

 

૧૯૪૭થી ૧૯૭૦ વચ્ચેના સમયગાળાને ફિલ્મ સંગીતનો સુવર્ણયુગ ગણીને આ સંગીતકારોને સંભારોઃ નૌશાદ, અનિલ વિશ્વાસ,
શંકર જયકિસન, એસ.ડી. અને આર.ડી. બર્મન, મદન મોહન, ઓ.પી.નય્યર, સલિલ ચૌધરી, હેમંતકુમાર, સી રામચંદ્ર, વસંત દેસાઇ, ઉષા ખન્ના, કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ, રવિ, ખય્યામ અને જયદેવ. આ બધાંએ ભેગાં થઇને પણ, કુલ કેટલાં ગીતોને સ્વરબદ્ધ કર્યાં હોઇ શકે ? લતાજી, આશાજી, મુહમ્મદ રફી અને કિશોર કુમારે કેટલાં ગીતો ગાયાં હોઇ શકે ? સંગીતકારોનો કે ગાયકોનો આંકડો દસ હજારથી વધુ નહીં થઇ શકે. પરંતુ હાલ ચૂપચાપ ગુજરાતના નારગોળમાં નિવૃત્તિ માણતા 'આપરા એક પારસીબાવા' કલાકારે આ તમામ સંગીતકારો સાથે મળીને કુલ પંદર હજાર-રિપિટ, પંદર હજાર હિટ ગીતોમાં પોતાના સંગીતની કમાલ રજૂ કરી હતી, બોલો ! આજે તો લગભગ ૭૦ વરસના થવા આવેલા આ બાવાજી પંદર-સોળ વરસની ઉંમરે ફિલ્મોમાં પ્રવેશ્યા હતા. કી બોર્ડ, માઉથ ઓર્ગન, ડ્રમ સેટ્સ, બોંગો-કોંગો, વાઇબ્રોફોન, ઝાઇલોફોન, કાસ્ટાનેટ્સ, મારાકસ, રેસો...આમ ડઝનબંધ વાજિંત્રો વગાડી શકતા આ પારસીબાવાએ કેટલાંક ગીતોમાં તો અફલાતૂન કામ કરી બતાવ્યું હતું. દાખલા તરીકે જ્વેલથીફમાં 'હોઠોં પે ઐસી બાત જો જુબાં પે ચલી આઇ...'માં વૈજયંતીમાલાના પગમાં વિવિધ લયમાં ગૂંજતા નૂપુરનો ધ્વનિ આ બાવાએ સર્જ્યો હતો. ફિલ્મ 'પાકિઝા'માં તવાયફોના કોઠાઓમાં જુદા જુદા લયમાં રણકતા ઘૂંઘરું પણ આ પારસી બાવાએ વગાડયા હતા.
એ બહુમુખી પ્રતિભાનું નામ બુજી ઉર્ફે બરજોર લોર્ડ. એમના પિતા કાવસ લોર્ડ પણ સંગીતકાર હતા અને ફિલ્મસંગીત સાથે સંકળાયેલા હતા. એમના ભાઇ કેરસી લોર્ડ એકવાર બીમાર પડી જતાં એમને બદલે બરજોર રેકોર્ડિંગ વગાડવા ગયા અને રાતોરાત ફિલ્મસંગીત સાથે સંકળાઇ ગયા. ૧૯૫૮-૫૯થી શરૃ કરીને પછીના ત્રણ દાયકા બરજોરે એવી ધમ્માલ મચાવી કે લગભગ દરેક સંગીતકારને એમના વિના ચાલ્યું નહીં. બરજોરનાં વાજિંત્રોએ સુપરહિટ અને યાદગાર બનાવેલાં કેટલાંક ગીતો આ રહ્યાં- ઓ સજના બરખા બહાર આયી (પરખ, સલિલ ચૌધરી), જો વાદા કિયા વો નિભાના પડેગા, રહે ન રહે હમ મહકા કરેંગે... (તાજમહલ અને મમતા, બંનેનું સંગીત રોશન), કોઇ હમ દમ ન રહા...(ઝૂમરુ, કિશોરકુમાર), હૈ ઇસી મેં પ્યાર કી આબરુ...તૂ જહાં જહાં ચલેગા મેરા સાયા...(અનપઢ અને મેરા સાયા, મદનમોહન), દિવાના હુઆ બાદલ..તારીફ કરું ક્યા ઉસ કી... પુકારતા ચલા હું મૈં... (કશ્મીર કી કલી અને મેરે સનમ, ઓ. પી. નય્યર), પિયા બાવરી... ગોરી ગોરી પૈંજનિયાં...(મહેબૂબા અને ખૂબસૂરત, આર ડી બર્મન )....આ યાદી હજારોમાં થવા જાય છે. એક સમયે કામના ધસારાને કારણે જેમને ચોવીસ કલાક પણ ઓછા પડતા એવા બુજી ૧૯૯૦ પછી કથળતા ચાલેલા ફિલ્મસંગીતથી કંટાળીને બધું મુંબઇમાં છોડીને નારગોળમાં રહેવા આવી ગયા અને હાલ ખરા અર્થમાં રિટાયર્ડ જીવન ગાળે છે.
હકીકત એ છે કે મુખ્ય સંગીતકાર, ફિલ્મના કલાકાર, કથામાં ગીતનો પ્રસંગ, લાગણીના ચડાવ-ઉતાર વગેરે ધ્યાનમાં લઇને ગીતની તર્જ બનાવે ત્યારબાદ એ ગીતને વિવિધ વાજિંત્રો અને સ્પેશિયલ ઇફેક્ટ્સ સાથે સજાવીને આપણી સમક્ષ પીરસવામાં સહાયક સંગીતકાર, મ્યુઝિક એરેંજર-કમ-નોટેશન રાઇટર અને અનામી જીવન જીવતા સાજિંદાઓનંુ કામ શરૃ થાય. આપણી સામે બે દાખલા તો જીવંત હતા- લક્ષ્મીકાંત પ્યારેલાલ અને શિવ-હરિ. આ લોકોએ ૧૯૫૦ના દાયકામાં સાજિંદા તરીકે કામ શરૃ કર્યુ ંહતું. ધીમે ધીમે સંગીતકારની બધી કામગીરી સમજી લઇને પુરુષાર્થ અને પ્રારબ્ધ બંનેના સહયોગથી સ્વતંત્ર સંગીતકાર બન્યા. અદ્ભુત કામ કરી બતાવ્યું. પરંતુ બધાને શિવ-હરિ કે લક્ષ્મીકાંત પ્યારેલાલ જેવું ભાગ્ય સાંપડતું નથી. બીજા હજારો સાજિંદા આજે ગૂમનામીમાં સરી પડયા છે. કેસિયો, યામાહા, કુર્ગ અને બીજાં કી બોર્ડ આવી જતાં મોટા ભાગના પ્રતિભાશાળી સાજિંદા બેકાર થઇ ગયા. એવા કેટલાકે બરજોર લોર્ડની જેમ સેંકડો ગીતોને થનગનતાં બનાવ્યાં હતાં. એવા બે ચાર કલાકારોની વાત પણ અહીં કરવાની લેખકની ઇચ્છા રહી હતી. રાગદારી આધારિત ગીત હોય કે લોકસંગીત આધારિત યા પછી વેસ્ટર્ન મ્યુઝિકની ઊઠાંતરી હોય, ઓરકેસ્ટ્રા સાથે સંકળાયેલા અનામી સાજિંદાના મૂક પ્રદાનની નોંધ બોલિવૂડે કદી લીધી નથી. એમાંના ઘણા આજે આવરદાના સાતમા આઠમા દાયકામાં છે. એ બધાંનો વ્યક્તિગત ઉલ્લેખ અહીં શક્ય ન હોય એ સમજી શકાશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 

 

 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved