Last Update : 31-August-2012,Friday

 

એક થા 'સરકારી' ટાઈગર!

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- ફિલ્મમાં ભલે બધું હાઈ-ફાઈ હોય, અહીં તો એકદમ રીયાલિસ્ટીક પેરોડી છે... ભઈ!

 

પહેલાં પિકચરની સ્ટોરી શોર્ટમાં સમજી લો.
'એક થા ટાઈગર' ફિલ્મમાં સલમાન ખાન આપણા ઈન્ડીયાની જાસૂસી સંસ્થા RAW નો જાસૂસ છે. કેટરીના કૈફ પાકિસ્તનની ISI સંસ્થાની જાસૂસ નીકળે છે.
બન્ને એકબીજાના પ્રેમમાં પડે છે. આના કારણે બન્ને દેશના જાસૂસો સલમાન-કેટરીનાને ખતમ કરવા નીકળી પડે છે. પણ છેવટે બન્ને ભાગી છૂટે છે...
ઠીક છે, આ તો ફિલ્મી વાર્તા છે. બાકી એની પેરોડી જરા વાસ્તવિક છે! જુઓ...
* * *
ઈસ્તંબુલથી દિલ્હીની ફ્લાઇટમાં રાતના અઢી વાગે આવેલો સલમાન એના સરકારી ક્વાર્ટરમાં બપોરે ચાર વાગ્યા સુધી ઊંઘે છે. પછી આંખો ચોળતો 'રૉ'ની ઓફીસે જાય છે.
ઓફીસમાં દાખલ થતાં જ એનો બૉસ ગિરીશ કર્નાડ એને ખખડાવી નાંખે છે ''જો સલમાન, અહીં સરકારી નોકરી કરવી હોય તો ટાઇમસર આવવાનું! આમ ચાર વાગે બગાસાં ખાતો હાલ્યો આવે છે એવું નહિ ચાલે. શું અમે બધા ડફોળ છીએ કે રોજ સાડા નવ લાગે આવીને મસ્ટરમાં મત્તું મારીએ છીએ?''
સલમાન બગડે છે ''બૉસ, તમારે લોકોને ઠીક છે કે સાંજે સાડા પાંચે પેન્ટ ખંખેરીને ઘેરે હેંડતા થવાનું. મારે તો રાતના બબ્બે વાગ્યા સુધી દુનિયાભરમાં જાસૂસીઓ કરવી પડે છે.''
''ખોટી ડંફાશો ના માર.'' ગિરીશ કર્નાડ સામી ચોપડાવે છે ''તું હંમેશાં દરેક શહેરની નાઇટ ક્લબોમાં જ કેમ જાસૂસી કરે છે? અમને બધી ખબર છે.''
''બૉસ, નાઇટ ક્લબોની આઇટમ ગર્લ્સની 'બોડી' લેન્ગ્વેજમાં જ આપણા દુશ્મનોના ગુપ્ત કોડ છૂપાયેલા હોય છે.'' સલમાન આંખ મિચકારે છે.
બૉસ હસવા લાગે છે ''સાલા, તું નહિ સુધરવાનો. બોલ, હવે નવું મિશન ક્યારથી હાથમાં લેવાનો છે?''
''કંકોડાં નવું મિશન?'' સલમાન ધૂંધવાઇને ફાઇલોનો છૂટ્ટો ઘા કરે છે ''જ્યાં સુધી મારાં ટ્રાવેલિંગનાં, ખાવા-પીવાનાં અને મેડિકલનાં બિલ એકાઉન્ટ્સમાંથી ક્લિઅર ના થાય ત્યાં સુધી હું અહીંથી ક્યાંય જવાનો નથી.''
''ઓહ...'' ગિરીશ કર્નાડ નિસાસો નાંખે છે ''એ હિસાબે તો તું અહીં ને અહીં રિટાયર થઇ જઇશ!''
''પણ એકાઉન્ટસ વિભાગમાં આટલી બધી વાર કેમ લાગે છે?''
''લાગે જ ને યાર?'' ગિરીશ કર્નાડ પણ ફાઇલો પછાડવા માંડે છે ''સાલુ? જ્યાં ને ત્યાં જાસૂસીના કેમેરા ઠોકી બેસાડયા હોય ત્યાં માણસ 'ખર્ચાપાણી' પણ શી રીતે આપે? અને ખર્ચાપાણી વિના દિલ્હીમાં કદી કોઇ બિલ પાસ થયાં છે?''
સલમાન કહે છે ''બૉસ, તમે જોજો. હું એક દિવસ આરટીઆઈ કરવાનો છું.''
''કશું નહિ વળે... આપણાં ભલભલાં સિક્રેટો આઇએસઆઇને ખબર પડી જાય છે, પણ આપણાં બિલોની ફાઇલો કેટલે પહોંચી એની ઈન્ફરમેશન ખુદ 'રૉ''' પણ શોધી શકતું નથી!
* * *
છ-આઠ મહિના એકાઉન્ટ ઓફીસના ધક્કા ખાધા પછી સલમાન કંટાળીને ઈસ્તંબુલના કબાડીબજારમાં એક માણસને 'રૉ'ના સુપર કોમ્પ્યુટરની સ્પેશીયલ હાર્ડ-ડિસ્ક વેચતો જોઇને સલમાનને શક પડે છે. એ પેલા માણસનો પીછો કરે છે.
પેલો ભાગે છે. આખા ઈસ્તંબૂલ શહેરમાં ભાગમભાગી ચાલે છે. પેલા માણસના ખૂંખાર સાથીદારો સલમાનને મારી નાંખવાની કોશિશ કરે છે પણ સલમાન કોઇકને ઘેટાબજારમાં કોઇને કુકડા બજારમાં તો કોઇને મટન-માર્કેટમાં ખતમ કરીને પેલા ભેદી માણસનો પીછો કરતો રહે છે.
છેવટે પેલો માણસ એક અંધારી ગલીમાં ઘૂસે છે. સલમાન એની પાછળ પાછળ જાય છે. જઇને જુએ છે કે એ માણસ 'રૉ'ના જ બીજા એક જાસૂસ જોડે પૈસાની લેવડદેવડ કરી રહ્યો છે!
સલમાન એના પર ગોળી ચલાવે છે પણ ગોળી પેલાને વાગતી જ નથી. (કારણ કે દિલ્હીથી મંગાવેલી ગોળીઓનો સ્ટોક હજી એકાઉન્ટ વિભાગે મંજુર ના કર્યો હોવાથી અહીં પહોંચ્યો જ નથી!) એની વે, પેલો ભેદી માણસ ભાગી જાય છે.
સલમાન એના સાથી 'રૉ' જાસૂસને કહે છે ''વો કૌન થા?''
''વો?'' એનો સાથી હસે છે ''વો તો આઇએસઆઇ કા જાસૂસ થા.''
''આઇએસઆઇ?'' સલમાન ચોંકી જાય છે ''તુ અપને દેશ સે ગદ્દારી કરતા હૈ?''
''નહીં યાર, મૈં તો ઉસ સે અપને 'ટીએ-ડીએ બિલ' પાસ કરવાતા હું!''
''હૈં?'' સલમાન ચોંકી જાય છે.
''હાં સલમાન, ઈન્ડિયા મેં ઉન કે બડે અચ્છે અચ્છે કોન્ટેક્ટ્સ હૈં. યાર, મેં તો કહતા હું, તુ ભી અપને બિલ આઇએસઆઇ સે હી પાસ કરવાયા કર!''
* * *
સલમાન આયર્લેન્ડમાં કેટરીનાને મળે છે. કેટરીના પર લાઇન મારવા માટે તે એવું બહાનું બનાવે છે કે ''હું અહીં સાવ નવો છું, તમે મને રહેવા માટે કોઇ સારી હોટલ બતાડો ને?''
કેટરીના એને વારાફરતી જુદી જુદી હોટલ બતાડે છે. પણ સલમાન અંદર જઇ, કંઇ ઘૂસુરપુસુર વાત કરીને પાછો આવતો રહે છે. કેટરીના કહે છે ''મને ખબર છે, તારે મારી હોસ્ટેલ સુધી આવવું છે એટલે તું મને જુઠું કહી રહ્યો છે કે કોઇ હોટલમાં જગા નથી.''
''ના યાર, એવું નથી'' સલમાન ખુલાસો કરે છે ''એકચ્યુલી અહીંનો કોઇ હોટલવાળો ૫૦ પાઉન્ડનું ભાડું લઇને ૫૦૦ પાઉન્ડનું બિલ આપવા તૈયાર થતો નથી!''
* * *
આખરે સલમાન અને કેટરીના એકબીજાના પ્રેમમાં પડીને ભાગી જવાનું નક્કી કરે છે. 'આઇએસઆઇ' અને 'રૉ' બન્નેના મોટા મોટા અધિકારીઓ એમની પાછળ પડી જાય છે. પણ બન્ને એક દેશથી બીજા દેશમાં ભાગતા રહે છે.
છેવટે બન્ને ગાયબ થઇ જાય છે.
એ વાતને ૧૫ વરસ વીતી જાય છે. એક દિવસ ચાંદનીચોકમાં ગિરીશ કર્નાડ જુએ છે તો સલમાન ખાન દહીં-પકોડાં ખાતો ઊભો છે! કર્નાડ દંગ રહી જાય છે.
''સલમાન! તું અહીં ક્યાંથી?''
''બૉસ, હું તો છેલ્લા ૧૫ વરસથી ઈન્ડિયામાં જ છું!''
''અને અમારા 'રૉ'ને કંઇ ખબર પણ નથી?''
''ક્યાંથી ખબર પડે? આપણા એકાઉન્ટસ વિભાગનો જ એક માણસ મારી નકલી સહી કરીને પગાર ઉપાડયા કરે છે! મારે નામે લાખોનાં ટીએડીએ બિલો પણ પાસ કરાવીને કેશ કઢાવી લે છે.''
''અને તું? તું એ બધું જોયા કરે છે?''
''હોતું હશે? અમારા બન્નેની ફીફટી-ફીફટી પાર્ટનરશીપ છે!''
* * *
થોડા મહિના પછી એક દિવસ કરોલબાગમાં ગિરીશ કર્નાડને કેટરિના પણ દેખાઇ જાય છે! એ અહીં એક લારી પર ચિકન-ફ્રાય ખાઇ રહી છે!
''ઓત્તેરી, કેટરીના! તું અહીં? ઈન્ડિયામાં?''
''સર, હું તો છેલ્લા ૧૫ વરસથી અહીં જ છું! આઇએસઆઇની એજન્ટ છું ને?''
''હેં?''
''હા સર'' કેટરીના આંખ મિચકારીને કહે છે ''હું અહીંની ન્યુઝ ચેનલોમાં જોઇને બધી ફાલતુ ઈન્ફરમેશનો ત્યાં મોકલાવું છું. અને ત્યાંથી અમારા આઇએસઆઇના ડોબાઓ મને પગાર ભથ્થું મોકલ્યા કરે છે.''
''પણ એમને ડાઉટ નથી પડતો? આ બધી ઈન્ફરમેશન તો અહીં ખુલ્લેઆમ ટીવીમાં આવે છે!''
''ક્યાંથી ડાઉટ પડે?'' કેટરીના આંખ મિચકારે છે ''ઈન્ડિયાની ન્યુઝ ચેનલો ઉપર તો પાકિસ્તાનમાં બાન છે!''

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 

 

 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved