Last Update : 31-August-2012,Friday

 

યુએસ ઓપનમાં ૧૮ વર્ષની રોબ્સન સામે હારી
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય

મરે અને હ્યુઈટની આસાન આગેકૂચ

ન્યુયોર્ક, તા. ૩૦
બેલ્જીયમની ક્લાઇસ્ટર્સ બીજા રાઉન્ડમાં જ હારી જતા યુ.એસ. ઓપનમાંથી બહાર ફેંકાઇ ગઇ છે. આ સાથે તેની ટેનિસ કારકિર્દી પણ સમાપ્ત થઇ ગઇ છે. તેણે આ ટુર્નામેન્ટ અગાઉ જ જાહેરાત કરી હતી કે આ તેની આખરી ટુર્નામેન્ટ રહેશે. જો કે ક્લાઇસ્ટર્સે આટલી વહેલી વિદાઇની અપેક્ષા નહીં રાખી હોય.
ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન અને ચાર વખત ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતી ચુકેલી ક્લાઇસ્ટર્સનો ૧૮ વર્ષીય વિશ્વની ૮૯મી ક્રમાંકિત બ્રિટનની રોબ્સન સામે ૬-૭ (૪-૭), ૬-૭ (૫-૭)થી પરાજય થયો હતો. હવે અંતિમ ૧૬માં પ્રવેશ માટે રોબ્સન ચીનની લી ના સામે રમશે.
ક્લાઇસ્ટર્સે ૨૦૦૫, ૨૦૦૯ અને ૨૦૧૦ એમ ત્રણ વખત યુ.એસ. ઓપન જીતી અને ૨૦૧૧માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતી ચૂકી છે. ક્લાઇસ્ટર્સે અગાઉ પણ એક વખત નિવૃતિ જાહેર કરી હતી પણ માતા બન્યા પછી તેણે ૨૦૦૯માં પુનરાગમન કર્યું હતું અને ટાઇટલ પણ જીત્યું હતું.
રોબ્સન ટોપ ૧૦૦ ખેલાડીઓમાં સૌથી યુવા છે. ૧૯૯૯માં ક્લાઇસ્ટર્સે યુ એસ ઓપનમાં પ્રથમ વખત ભાગ લીધો ત્યારે તે પાંચ વર્ષની હતી.ક્લાઇસ્ટર્સે કહ્યું હતું કે નિવૃત થવા માટેની આ શ્રેષ્ઠ જગા છે.
મેન્સ વિભાગમાં બ્રિટનના મરેએ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરતા ક્રોએશિયાના વર્લ્ડ નંબર ૧૧૭ ઈયાન ડોડીગને ૬-૨, ૬-૧, ૬-૩થી પરાજય આપ્યો હતો. ડોડીંગે ભૂતકાળમાં એટીપી ટુર્નામેન્ટમાં નડાલ અને સોંગાને હરાવ્યા હોઇ મરે સાવધ હોય તે સ્વાભાવિક છે.
એક વખતના વર્લ્ડ નંબર વન ઓસ્ટ્રેલિયાના હ્યુઇટે બીજા રાઉન્ડમાં પ્રવેશ કરતા ૯૦માં ક્રમાંકિત જર્મનના કામકેને ૪-૬, ૬-૧, ૬-૧, ૬-૪થી પરાજય આપ્યો હતો. હ્યુઇટ ૧૧ વર્ષ અગાઉ તેની સૌપ્રથમ યુ એસ ઓપન રમ્યો હતો. હ્યુઇટ જો કે હાલ વિશ્વનો ૧૨૫મો ક્રમ ધરાવે છે તેને આ વખતે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળતા આ વર્ષે ચારેય ગ્રાન્ડ સ્લેમ રમી શક્યો હતો. હવે હ્યુઇટ મુલેર સામે રમશે. મુલેરે બે સેટ હારી ગયા બાદ વિજય મેળવતા ૨૮મા ક્રમાંકિત રશિયાના યોઝનીને હરાવ્યો હતો.વિમેન્સમાં શારાપોવાએ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવતા સ્પેનની ડોઝિનેન્ગ્યુઝને ૬-૦, ૬-૧થી પરાજય આપ્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved