Last Update : 31-August-2012,Friday

 

૧૫મી સપ્ટેમ્બરે કોલંબોમાં વાર્ષિક એવોર્ડ એનાયત થશે
ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં

આઇસીસીના ૧૧ એવોર્ડમાં ભારતના ત્રણ ખેલાડીઓને નોમિનેશનઃ તેંડુલકર પીપલ્સ ચોઇસ એવોર્ડની રેસમાં

કોલંબો,તા.૩૦
ભારતીય કેપ્ટન ધોની અને કોહલીને આઇસીસીના વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડ માટે નોમિનેશન આપવામાં આવ્યું છે. જ્યારે વેટરન ક્રિકેટર તેંડુલકર આ વખતે પીપલ્સ ચોઇસ એવોર્ડની રેસમાં સ્થાન મળ્યું છે. ગત વર્ષે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ પ્રવાસમાં નાલેશીભર્યો દેખાવ કરનારા ભારતના એક પણ ક્રિકેટરને સૌથી પ્રતિષ્ઠિત ગણાતા ક્રિકેટર ઓફ ધ યર અને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં સ્થાન મળ્યું જ નથી. આઇસીસીના નવમાં વાર્ષિક સમારંભમાં કુલ ૧૧ એવોર્ડ એનાયત થવાના છે, જેમાં ભારતના માત્ર ત્રણ ખેલાડીઓ રેસમાં છે.
આઇસીસીના વાર્ષિક એવોર્ડ ૧૫મી સપ્ટેમ્બરે કોલંબોમાં એનાયત કરવામાં આવશે. સૌથી પ્રતિષ્ઠિત મનાતા ક્રિકેટર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં સાઉથ આફ્રિકાનો બેટ્સમેન અમલા અને ફાસ્ટ બોલર ફિલાન્ડર, ઓસ્ટ્રેલિયન કેપ્ટન ક્લાર્ક અને શ્રીલંકન બેટ્સમેન સંગાકારા સામેલ છે.
વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડ માટે કોહલી અને ધોનીની સાથે સંગાકારા, માલિંગા પણ સ્પર્ધામાં છે. પીપલ્સ ચોઇસ એવોર્ડમાં તેંડુલકરની સાથે સાથે સાઉથ આફ્રિકાના કાલીસ, ફિલાન્ડર તેમજ ઈંગ્લેન્ડનો એન્ડરસન સામેલ છે.
જ્યારે ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીતવા માટે અમલા, ક્લાર્ક, ફિલાન્ડર અને સંગાકારા જ હરિફાઇમાં બાકી બચ્યા છે. શ્રીલંકામાં સપ્ટેમ્બરમાં વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦નું આયોજન થવાનું છે, તે અગાઉ આ સમારંભ યોજાવાનો છે.
આ વખતે જે એવોર્ડ એનાયત કરવામાં આવનારા છે, તે ૪ ઓગસ્ટ ૨૦૧૧થી લઇને ૬ ઓગસ્ટ ૨૦૧૨ના સમય ગાળાના દેખાવને ધ્યાનમાં લઇને એનાયત કરવામાં આવશે. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીતવા માટે વિન્ડિઝના સુનિલ નારિન અને શ્રીલંકાના ચાંદીમલ વચ્ચે તીવ્ર સ્પર્ધા જામશે તેમ લાગી રહ્યું છે. આ એવોર્ડ માટે ન્યુઝીલેન્ડનો બ્રેસવેલ અને ઓસ્ટ્રેલિયાનો પેટીન્સન પણ નોમિનેશન મેળવવામાં સફળ રહ્યા છે.
આઇસીસીના એવોર્ડનું નોમિનેશન
ક્રિકેટર ઓફ ધ યર અને ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર ઃ અમલા, ક્લાર્ક, ફિલાન્ડર, સંગાકારા , વન ડે ક્રિકેટર ઓફ ધ યર ઃ ધોની, કોહલી, મલિંગા, સંગાકારા, ટી-૨૦ પર્ફોમન્સ ઓફ ધ યર ઃ દિલશાન, ગેલ, લેવી, મેન્ડિસ, વિમેન વન ડે ક્રિકેટર ઓફ ધ યર ઃ ગ્રીનવે, એ.મોહમ્મદ, સારાહ ટેલર, સ્ટેફાની ટેલર, વિમેન ટી-૨૦ ક્રિકેટર ઓફ ધ યર ઃ હૅલી, સ્થાલેકર, સારાહ ટેલર, સ્ટેફાની ટેલર, ઇમર્જિંગ પ્લેયર ઃ બ્રેસવેલ, ચાંદીમલ, નારાયણ, પેટીન્સન, એસોસિએટ અને એફિલેટેડ પ્લેયર ઃ કેવિન ઓ'બ્રાયન, ડોકરેલ, જોયસ, સ્ટીર્લિંગ, ડી.ઝાદરાન, અમ્પાયર ઓફ ધ યર ઃ બાઉડન, દાર, ધર્મસેના, કેટલેબોરોગ, ટફેલ, ટકેર, સ્પિરીટ ઓફ ક્રિકેટ ઃ હાફિઝ, કાલીસ, વેટોરી, ડી'વિલિયર્સ, પીપલ્સ ચોઇસ એવોર્ડ ઃ એન્ડરસન, કાલીસ, ફિલાન્ડર, સંગાકારા, તેંડુલકર.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved