Last Update : 31-August-2012,Friday

 
 

સેહવાગ-તેંડુલકર પાસે મોટી ઇનિંગની આશા ઃ પુજારા ફોર્મ આગળ ધપાવશે
આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

સવારે ૯.૩૦ વાગ્યાથી મેચ શરૃ થશે ઃ બેંગ્લોરમાં લડાયક દેખાવ કરવા માટે ન્યુઝીલેન્ડ તૈયાર

 

બેંગ્લોર,તા.૩૦
હૈદરાબાદમાં જોરદાર દેખાવ સાથે ઇનિંગથી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ આવતીકાલથી બેંગ્લોરમાં શરૃ થઇ રહેલી બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડને હરાવીને શ્રેણીમાં વ્હાઇટવોશ કરવાના ઇરાદા સાથે રમવા ઉતરશે. ભારતીય ટીમના યુવા બેટ્સમેન ચેતેશ્વર પુજારા પાસે ચાહકોને વધુ એક યાદગાર ઇનિંગની આશા છે. જ્યારે સેહવાગ અને તેંડુલકર જેવા સિનિયરો પણ ફોર્મ મેળવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ ન્યુઝીલેન્ડના બેટ્મસેનો ભારતીય સ્પિન બોલિંગનો સામનો કરવાની ફોર્મ્યુલા શોધવામાં વ્યસ્ત છે. જો કે બેંગ્લોરમાં તેઓ ખાસ લડત આપી શકે તેમ લાગતું નથી. આવતીકાલે સવારે ૯.૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ૦-૪થી વ્હાઇટવોશની નાલેશી સહન કરનારી ભારતીય ટીમ માટે ન્યુઝીલેન્ડ સામેનો ૨-૦નો વિજય થોડી રાહત આપનારો રહેશે. ઘરઆંગણાની પરિસ્થિતી અને સ્પિનરોને અનુકૂળ વાતાવરણનો ફાયદો ઉઠાવતા ભારતે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માત્ર ચાર જ દિવસમાં જીતી લીધી હતી, જેમાં ચેતેશ્વર પુજારાના ૧૫૯ અને અશ્વિનની બંને ઇનિંગમાં ૬-૬ વિકેટ મહત્વની રહી હતી. એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમના પીચ ક્યુરેટર નારાયણ રાજુએ કહ્યું કે, પીચ પર ઘાંસ છે અને આ પીચ બોલરો અને બેટસમેનો એમ બંનેને મદદરૃપ સાબિત થશે. જો કે ન્યુઝીલેન્ડના બેટસમેનોની પરેશાની સ્પિનરો સામે લાંબી ઇનિંગ રમવાની છે, જેના કારણે પીચમાં ફેરફાર થાય તેનાથી તેમને કોઇ ખાસ લાભ થાય તેમ લાગતું નથી.
પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડની ૨૦માંથી ૧૮ વિકેટ તો સ્પિનરોએ જ ઝડપી હતી. આવતીકાલની મેચમાં પણ કેપ્ટન ધોની ફરી અશ્વિન અને ઓઝાની જોડીને જ ટીમમાં સામેલ કરશે તેમ મનાય છે. કેપ્ટન ધોની તેના વિનિંગ કોમ્બીનેશનમાં ફેરફાર કરવા ઇચ્છતો નથી અને આવખતે પણ તે ટીમમાં ફેરફાર નહીં કરે તેમ લાગે છે. ભારતીય બેટિંગ લાઇનઅપમાં પણ કોઇ ફેરફારની શક્યતા નથી. સેહવાગ અને ગંભીર બાદ પુજારા, કોહલી, રૈનાનું સ્થાન લગભગ નક્કી જ લાગી રહ્યુ છે. જેના કારણે રહાને અને લક્ષ્મણના સ્થાને ટીમમાં સમાવાયેલા બદ્રિનાથને હજુ રાહ જોવી પડશે. જ્યારે બોલિંગમાં સિનિયર ફાસ્ટ બોલર ઝહીરને આરામ આપીને ઇશાંતને તક અપાઇ શકે છે. જ્યારે યાદવ પોતાનું સ્થાન જાળવી રાખશે તેમ મનાય છે.
બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમના બેટ્મસેનોનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો હતો. કેપ્ટન ટેલર માટે આખરી બે શ્રેણીઓ નિરાશાજનક રહી છે અને જો તે આવતીકાલથી શરૃ થઇ રહેલી ટેસ્ટમાં સારો દેખાવ નહીં કરે તો તેની કેપ્ટન્સી સામે પણ પ્રશ્નાર્થ સર્જાઇ શકે છે. ન્યુઝીલેન્ડના બ્રેન્ડન મેકુલમ અને વિલિયમસને પ્રથમ ટેસ્ટમાં લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉના ભારત પ્રવાસ સમયે પણ ન્યુઝીલેન્ડના આ બે બેટ્સમેનોએ જ યાદગાર ઇનિંગ રમતાં ન્યુઝીલેન્ડને ગૌરવ અપાવ્યું હતુ. જો કે આવતીકાલથી શરૃ થઇ રહેલી બીજી ટેસ્ટમાં તેમની ટીમને ગપ્ટિલ,વેટલિંગ, વેંગ્નર અને વાન વિક પાસેથી સારી ઇનિંગની આશા છે.
ન્યુઝીલેન્ડના બોલરોએ ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં સારી શરૃઆત કરી હતી. જો કે ત્યાર બાદ તેઓ તેનો લાભ ઉઠાવી શક્યા નહતા. ઓલરાઉન્ડર ફ્રેન્કલીન, માર્ટિન, જીતેન પટેલ, સાઉથીએ અસરકારક બોલિંગ કરવી પડશે. ફાસ્ટ બોલર બોયુલ્ટ અને બ્રેસવેલે પણ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. ન્યુઝીલેન્ડનો દેખાવ જોતા તેઓ આવતીકાલથી શરૃ થનારી ટેસ્ટ મેચને તેઓ ડ્રો કરવામાં સફળ રહે તો પણ તેમના માટે મોટી સિધ્ધિ કહેવાશે.
ભારત ઃ ધોની (કેપ્ટન), સેહવાગ, ગંભીર, પુજારા, તેંડુલકર, કોહલી, રૈના, ઝહીર, ઇશાંત, યાદવ, અશ્વિન, ઓઝા, બદ્રિનાથ, રહાને, ચાવલા.
ન્યુઝીલેન્ડ ઃ ટેલર (કેપ્ટન), વિલિયમસન, ગપ્ટિલ, બ્રેન્ડન મેકુલમ, વાન વીક, બોયુલ્ટ, બ્રેસવેલ, ફ્લીન, ફ્રેન્કલીન, માર્ટિન, નેથુલા, જીતેન પટેલ, સાઉથિ, વાંગ્નેર, વેટલિંગ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved