Last Update : 31-August-2012,Friday

 
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

ગુરુદ્વારામાં થયેલા હત્યાકાંડથી સ્તબ્ધ શીખ સમુદાયને સાંત્વના આપવાનો પ્રયાસ

(પી.ટી.આઇ.) ટામ્પા (ફ્લોરિડા), તા. ૩૦
અમેરિકાની રિપબ્લીકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રાર્થના ઉચ્ચારીને એક શીખ ધર્મગુરુએ ઇતિહાસ સર્જ્યો હતો. વિસ્કોન્સીનના ગુરુદ્વારા ખાતે થયેલા નરસંહાર બાદ શીખ સમુદાયને પોતાના પ્રયાસો દ્વારા સાંત્વન આપવા બદલ તેમને રિપબ્લીકન પાર્ટીએ પોતાના અધિવેશનમાં આમંત્રણ આપ્યું હતું.
સેન્ટ્રલ ફ્લોરિડાની શીખ સોસાયટીના વડા ધર્મગુરુ ઇશ્વરસિંહે અધિવેશનના બીજા દિવસે અમેરિકાના રાષ્ટ્રગીત બાદ તુરત મંચ પરથી સ્તુતિ ઉચ્ચારીને નાનકડું વકતવ્ય આપ્યું હતું. 'મારા માટે અને શીખ સમાજ માટે આ બહુ મકાન દિવસ હતો.' તેવું ઇશ્વરસિંહે જણાવ્યું હતું.
રિપબ્લીકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનના ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે કે, કોઈ શીખે મંચ પર જઈને પ્રાર્થના કરાવી હોય. શ્વેત પાઘડીમાં સજ્જ ઇશ્વરસિંહે દેશભરમાંથી એકઠા યેલા રિપબ્લીકન પાર્ટીના સમર્થકો સમક્ષ કહ્યું હતું, 'મને અહીંયા હાજર રહેવા મળ્યું એ એક શીખ અને અમેરિકન તરીકે મારા માટે બહુમાન છે. મને ગર્વ છે કે મારા દેશ, સ્વાતંત્ર્ય, સમાનતા અને ગૌરવ જેવા મૂલ્યોને જીવંત રાખે છે.'
અધિવેશનમાં રીપબ્લીકન પાર્ટીએ રાષ્ટ્રપતિ પદના પોતાના ઉમેદવાર મીટ રોમ્મનીનું નામ જાહેર કર્યું હતું. ઇશ્વરસિંહે જણાવ્યું હતું, 'તાજેતરના વિસ્કોન્સીનના ઓકક્રીક ખાતેના ગુરુદ્વારામાં થયેલા છ શીખ- અમેરિકનોના મૃત્યુથી આપણે બહુ દુઃખી છીએ. આપણે લોકો માટેની ધિક્કારની લાગણીનો અંત લાવીએ અને યાદ રાખીએ કે ઇશ્વરના નામે આપણે એક રાષ્ટ્ર છીએ.' અગાઉ ઇશ્વરસિંહે આ પ્રસંગ બાબતે જણાવ્યુંહતં કે, શીખ ધર્મના માનવતા, સમાનતા અને ન્યાય જેવા સિદ્ધાંતો અમેરિકાના નીતિશાસ્ત્રના હૃદય સમાન છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved