Last Update : 31-August-2012,Friday

 

૨૦૧૩થી AIEEE અને GUJCET ને બદલે
ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે હવે JEE લેવાશે

ધો.૧૨ના ૫૦ ટકા અને JEEના ૫૦ ટકા ગણી મેરીટ તૈયાર થશે ઃ હિન્દી,અંગ્રેજી-ગુજરાતીમાં પરીક્ષા

અમદાવાદ,ગુરુવાર
ધો.૧૨ પછી ડિગ્રી એન્જિનીયરિંગ-ફાર્મસીમાં પ્રવેશ માટે વર્ષ ૨૦૧૩થી GUJCET રદ કરી દેવામાં આવી છે. આ GUJCETના સ્થાને સીબીએસઇ દ્વારા નેશનલ લેવલે લેવાતી જોઇન્ટ એન્ટ્રન્સ એકઝામ એટલે કે JEEમાં જોડાવવાનું નક્કી કરાયું છે. એટલે કે વિદ્યાર્થીઓએ હવે નેશનલ લેવલની આ પરીક્ષા આપવાની રહેશે. ધો.૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓએ મેળવેલા કુલ ગુણના ૫૦ ટકા અને એન્ટ્રન્સ ટેસ્ટમાં મેળવેલા ગુણના ૫૦ ટકા ગણીને મેરીટ તૈયાર કરવામાં આવશે તેવી સ્પષ્ટતાં આજે શિક્ષણ વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે. JEEની પરીક્ષા હિન્દી,અંગ્રેજી અને ગુજરાતી પૈકી કોઇપણ એક ભાષામાં આપી શકાશે.
પ્રાપ્ત વિગતો અનુસાર મેડિકલ-ડેન્ટલની જેમ સમગ્ર ડિગ્રી ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે પણ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. આજે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે JEEમાં જોડાવવાની સ્પષ્ટતાં કરી દેવામાં આવી છે. સીબીએસઇ દ્વારા આગામી વર્ષ ૨૦૧૩થી AIEEEના સ્થાને JEE મેઇનના નામે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજવાનું નક્કી કરાયું છે. આ પરીક્ષાનું માળખુ AIEEE જેવું જ રાખવામાં આવશે. જેમાં ફીઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ ત્રણેય વિષયોનું એક જ પ્રશ્નપત્ર રહેશે. મેરીટયાદી તૈયાર કરવામાં વિદ્યાર્થીઓના પર્સન્ટેજના બદલે પર્સન્ટાઇલ રેન્કને ધ્યાનમાં લેવામાં આવશે.
પરીક્ષાનું પ્રશ્નપત્ર ઓબ્જેક્ટીવ પ્રકારનું રહેશે. સીબીએસઇ દ્વારા પરીક્ષામાં બેસવા માટેની જાહેરાત આપીને ઓન લાઇન પધ્ધતિથી ફોર્મ ભરાવવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ આ ફોર્મ ભરવાના રહેશે. આ ઉપરાંત રાજયની નામાંકિત ગણાતી યુનિવર્સિટીઓ જેવી કે પેટ્રોલિયમ યુનિવર્સિટી, નિરમા,ધીરૃભાઇ અંબાણી વગેરેમાં પ્રવેશ માટે અત્યાર સુધી AIEEE આપવી પડતી હતી. હવે JEE મેઇન પરીક્ષાના આધારે જ આ તમામ યુનિવર્સિટીઓ ઉપરાંત અન્ય ડિગ્રી ઇજનેરી-ફાર્મસી કોલેજોમાં પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશની તમામ કાર્યવાહી એસીપીસી એટલે કે કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા જ કરવામાં આવશે. આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓને GUJCET,AIEEE અને JEE જેવી ત્રણ ત્રણ પરીક્ષા આપવાથી છૂટકારો મળશે.

JEEથી શેમા પ્રવેશ મળશે ?
PDPU
નિરમા
ધીરુભાઇ અંબાણી
ગુજરાત બોર્ડની તમામ કોલેજો

IITમાં પ્રવેશ માટે JEE-ADVANCEલેવાશે
અમદાવાદ,ગુરુવાર
ધો.૧૨ સાયન્સ પછી ડિગ્રી ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે JEE-મેઇન લેવાનું નક્કી કરાયું છે. ગુજરાતની તમામ સંસ્થાઓમાં ધો.૧૨ના ૫૦ ટકા અને કોમન એન્ટ્રન્સના ૫૦ ટકા ગણીને મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે. પરંતુ જો કોઇ વિદ્યાર્થીઓએ આઇઆઇટીમાં પ્રવેશ લેવો હોય તો JEE-મેઇનમાં પ્રથમ દોઢ લાખ ઉમેદવારોમાં સ્થાન મેળવવું પડશે. આ વિદ્યાર્થીઓએ પોતાના બોર્ડની પરીક્ષામાં ૮૦ ટકા પર્સન્ટાઇલથી વધુ સ્કોર મેળવીને પોતાના બોર્ડના સર્વશ્રેષ્ઠ ૨૦ ટકા વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવવું પડશે. આવી વિદ્યાર્થીઓને જ JEE-એડવાન્સ નામની પરીક્ષામાં બેસવા દેવાશે. આ પરીક્ષાના આધારે જ આઇઆઇટીમાં પ્રવેશ અપાશે. જેઓએ આઇઆઇટીમાં જવુ નથી તેઓએ JEE-મેઇનની પરીક્ષા આપવાની રહેશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved