Last Update : 31-August-2012,Friday

 

અવકાશી અકસ્માતમાં જવલ્લે જ જોવા મળતી બેદરકારી
જામનગર પાસે બે હેલિકોપ્ટર અથડાયાં ઃ નવનાં મોત

તાલિમ વખતે વાયુસેનાનું એક હેલિકોપ્ટર તાર સાથે અથડાતાં બેલેન્સ ગૂમાવી બીજા હેલિકોપ્ટર સાથે અથડાયું

જામનગર, તા. ૩૦
જામનગર નજીક સરમત ગામના સીમ વિસ્તારમાં આજે ભારતીય વાયુસેનાના મીગ-૧૭ પ્રકારના બે હેલિકોપ્ટર તાલીમ વખતે અથડાઇ જતાં આ વાયુસેનાના પાંચ અધિકારી સહિત નવના મૃત્યુ નીપજયા છે. જામનગર નજીક વાયુસેનાના મથકેથી આજે બપોરના લો-લેવલની ફાયરીંગ પ્રેકટીસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન બપોરના ૧૨-૦૫ મીનીટે જામનગરથી ૧૧ કિ.મી. દુર આવેલા ૧૫૦૦ની વસ્તીવાળા સરમત ગામના વાડી વિસ્તાર ઉપર રશિયન બનાવટનું મીગ-૧૭ પ્રકારનું હેલીકોપ્ટર તાર સાથે અથડાતા બેલેન્સ ગુમાવી બેઠુ હતું. આકાશમાં ગુલાંટ ખાઇને તે નજીક જ ઉડતા બીજા હેલીકોપ્ટર સાથે અથડાયુ હતું.
બંને હેલીકોપ્ટરો અથડાતા એક હેલીકોપ્ટર વાડી વિસ્તારમાં ગાગાભાઇ નામના ખેડૂતની વાડીના મકાનથી થોડેદૂર ખેતરમાં ધડાકા સાથે પટકાયુ હતું અને અન્ય હેલીકોપ્ટર અડધો કી.મી. દૂર ખેતરમાં પટકાયુ હતું. હેલીકોપ્ટરો ધડાકાભેર પટકાતા ગ્રામજનો સ્તબ્ધ થઇ ગયા હતાં. હેલીકોપ્ટર જમીન પર પટકાતા આગને કારણે બે પાયલોટ સહિતના આઠ જવાનો સળગીને ભડથુ થઇ ગયા હતાં તેમજ અકસ્માતમાં હેલીકોપ્ટરોનો સામાન ખેતરમાં છુટોછવાયો વેરાઇ ગયો હતો. કાટમાળમાં આગને કારણે છવાયેલા ધુમાડા બે કી.મી. દૂર સુધી નજરે પડતા હતાં. ગમખ્વાર અકસ્માતની જાણ થતાં એરફોર્સની ટીમૉ બનાવ સ્થળે દોડી આવી હતી અને જામનગર ફાયરબ્રિગેડમાં જાણ કરવામાં આવી હતી, જેના પગલે ચીફ ફાયર ઓફિસર સહિતની ટીમો ફાયર ફાયટર સાથે પહોંચી ગયા હતા અને કાટમાળમાંથી મૃતદેહોની શોધખોળ આરંભી હતી. પ્રાથમિક શોધખોળમાં બે મૃતદેહો ભડથુ થઇ ગયેલા મળી આવ્યા હતા, બાદમાં આંક વધતો ગયો અને છ સુધી પહોંચી ગયો હતો તેમજ ત્રણની હાલત વધુ ગંભીર જણાતા સારવાર માટે એરફોર્સની હોસ્પીટલે મોકલવામાં આવ્યા હતાં પરંતુ તે પહેલાં ત્રણેયના મોત નીપજતાં મૃત્યુઆંક નવ થઇ ગયો હતો.
હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃતકોનાં નામો
(૧) વીંગ કમાન્ડર વિક્રમસીંગ
(૨) વીંગ કમાન્ડર સમીર સકસેના
(૩) ફલાઇંગ ઓફિસર શ્રીજીત
(૪) જુનીયર વોરંટ ઓફિસર મુરગન
(૫) જુનીયર વોરંટ ઓફિસર સાજન સહાની
(૬) જુનીયર વોરંટ ઓફિસર વીંગ કમાન્ડર અશેષ શર્મા
(૭) સ્કો.લીડર વી. મનોજ
(૮) સાર્જન્ટ એ. કે. પટેલ
(૯) સાર્જન્ટ આર. કે. રાણા

હેલિકોપ્ટર દુર્ઘટના ઃ કોર્ટ ઓફ ઇન્કવાયરીનો સંરક્ષણ મંત્રાલયનો આદેશ
અમદાવાદ,ગુરૃવાર
જામનગર નજીક આવેલી સરમત ફાયરિંગ રેન્જ ખાતે આજે ઇન્ડિયન એરફોર્સના બે હેલિકોપ્ટર પરસ્પર ટકરાતા ગમખ્વાર દુર્ઘટના સર્જાઇ હતી.
એરફોર્સના દિલ્હી ખાતેના પ્રવક્તાએ આ દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં ૯ કર્મચારીઓના કરૃણ મૃત્યુ નીપજ્યા હતા. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઇ તેના કારણો જાણવા માટે રક્ષામંત્રાલય દ્વારા કૉર્ટ ઑફ ઇન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યો છે.
સંરક્ષણમંત્રી એ.કે. એન્ટનીએ આ ગમખ્વાર બનાવમાં ભોગ બનેલા એરફોર્સના અધિકારીઓ અને કર્મચારીઓના પરિવારજનો પ્રત્યે ઊંડા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
એરફોર્સના બન્ને હેલિકોપ્ટરો રશિયન બનાવટના હતા અને એમ.આઇ.૧૭ પ્રકારના લશ્કરી કવાયતની તાલીમ માટે જામનગર એર બેઇઝથી ઉડ્ડયન ભર્યું તેની પાંચ મિનિટની અંદર જ સરમત ફાયરિંગ રેન્જમાં દુર્ઘટનાગ્રસ્ત બન્યા હતા. આ બન્ને હેલિકોપ્ટરોના અધિકારીઓ અને જવાનોએ ટ્રેઇનિંગ મિશનના ભાગરૃપે ઉડ્ડયન ભર્યું હતું
અમદાવાદ ખાતે ડિફેન્સ પી.આર.ઓ. એરફોર્સના ગુ્રપ કેપ્ટન જી.એમ.મહેતાના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં જાનહાનિનો આંક ૯ છે અને ઉડ્ડયનભર્યું તેની પાંચ જ મિનિટમાં બનાવ સર્જાયો છે. બનાવ સંબંધી અન્ય સત્તાવાર વિગત દિલ્હી ખાતેના પ્રવક્તા તરફથી જાહેર કરાશે.
આ વર્ષમાં ઇન્ડિયન એરફોર્સમાં ચોથી દુર્ઘટના સર્જાઇ છે. પરંતુ બે હેલિકોપ્ટર અથડાવવાની ઘટના સૌ પ્રથમ છે. પાછલા ત્રણ વર્ષમાં ઇન્ડિયન એરફોર્સે ૩૩ ફાઇટર એરક્રાફ્ટ ગુમાવ્યા છે. જેમાં એક જગુઆર, બે મિરાજ ૨૦૦૦, ૩ સુખોઇ-૩૦ અન ૨૭ મિગ સિરીજ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૦ હેલિકોપ્ટર છે. કુલ ૨૬ લશ્કરી જવાનો કર્મચારીઓ ભોગ બન્યા છે. જેમાં ૧૩ પાયલોટનો સમાવેશ થાય છે. જ્યારે ૬ નાગરિકો પણ આ અકસ્માતોમાં માર્યા ગયા છે. એરફોર્સે આ દુર્ઘટનાઓને ધ્યાનમાં લઇને મિગ -૨૭ અને મિરાજ ૨૦૦૦ ફ્લીટ અટકાવી દીધી છે. સુખોઇ - ૩૦ એમકેઆઇ વિમાન પણ ફ્લાય બાય વાયર સિસ્ટમમાં સમસ્યા સર્જાવાના કારણે પણ તેનું ઉડ્ડયન રોકી દેવાયું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved