Last Update : 31-August-2012,Friday

 

કોલસા કૌભાંડની ચર્ચા કરો
NDA સિવાયના વિપક્ષો સંસદ ચલાવવાના મતના

NDA જ વડાપ્રધાનના રાજીનામા અંગે એકમત ઃ ચર્ચા થશે તો સત્ય બહાર આવશે ઃ સોનિયા

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૦
સમાજવાદી પાર્ટી અને ડાબેરીઓ સહિતનાં કુલ આઠ પક્ષોએ સંસદમાં જારી ગતિરોધનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. આ પક્ષોએ સંસદની કાર્યવાહી સામાન્ય રીતે ચાલવા દેવા અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા કોલ બ્લોકની ફાળવણીની તપાસ કરાવવાની માંગ માટે આવતીકાલે સંસદની સામે ધરણા પર બેસવાનો નિર્ણય લીધો છે. એનડીએના કન્વીનર શરદ યાદવે આજે જણાવ્યું હતું કે વડાપ્રધાન મનમોહન સિંહના રાજીનામા અને યુપીએ સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કોલ બ્લોકની ફાળવણી રદ કરવાની માંગ અંગે એનડીએ એકમત છે. જેડીયુ વડા યાદવે સંસદની બહાર જણાવ્યું હતું કે ભાજપ નેતા એલ. કે. અડવાણીના નેતૃત્વમાં આજે એનડીએની બેઠક મળી હતી. આ બેઠકમાં એનડીએના તમામ ઘટકો હાજર રહ્યા હતા.
પોતાની માંગ પર અડગ ભાજપે આજે સતત સાતમા દિવસે પણ સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કર્યો હતો. વડાપ્રધાન મનમોહન સિંહના રાજીનામાની માંગ માટે ભાજપ દ્વારા કરવામાં આવી રહેલા હોબાળાની વચ્ચે આજે લોકસભામાં કેમીકલ વેપન્સ કન્વેન્શન(એમેન્ડમેન્ટ) બિલ અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડીકલ સાયન્સીસ (એમેન્ડમેન્ટ) બીલ ચર્ચા વગર ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યા હતા.
યુપીએ અધ્યક્ષ અને કોંગ્રેસ સોનિયા ગાંધીએ આજે રાજસ્થાનમાં ભાજપ પર નિશાન સાધતા તેને કોલ બ્લોક મુદ્દે સંસદમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ચર્ચા કરવાથી જુઠાણાંથી સત્યને અલગ કરી શકાશે. તેમણે જણાવ્યું હતું કે ચર્ચા થશે તો સત્ય બહાર આવશે.
સમાજવાદી પાર્ટીનાં પ્રમુખ મુલાયમસિંહ યાદવે પત્રકારોને જણાવ્યું હતું કે એસપી, સીપીઆઇ, સીપીઆઇ(એમ) અને ટીડીપીએ સુપ્રીમ કોર્ટનાં ન્યાયમૂર્તિ દ્વારા કોલ બ્લોકની ફાળવણીની તપાસ કરાવવાની માંગ માટે આવતીકાલે સંસદની સામે ધરણા પર બેસવાનો નિર્ણય લીધો છે.
સીપીઆઇ(એમ) નેતા બાસુદેબ આચાર્યે જણાવ્યું હતું કે મે બીજેડી અને એઆઇએડીએમકે સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેઓ પણ આવતીકાલના ધરણામાં તેમનો સાથ આપશે. આવતીકાલે પાર્લામેન્ટ હાઉસમાં યોજાનારા ધરણામાં સીપીઆઇ(એમ), સીપીઆઇ, આરએસપી, ફોર્વડ બ્લોક, એસપી, ટીડીપી, બીજેડી અને એઆઇએડીએમકેનાં સાંસદો ભાગ લેશે.
તેમણે જણાવ્યું હતું કેે અમે નોન-એનડીએ અને નોન-યુપીએ પક્ષોને એક કરવા માંગીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે માઇનિંગ કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસ બંને સંડોવાયેલા હોવાથી તે બંને આ મુદે સંસદમાં ચર્ચા કરવા માંગતા નથી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved