Last Update : 31-August-2012,Friday

 

મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ
કર્ણાટકમાંથી તોઇબા અને હુજીના ૧૧ આતંકવાદીઓની ધરપકડ

નરેન્દ્ર મોદીના પ્રશંસક પત્રકારો તેમજ સાંસદો અને ધારાસભ્યો નિશાન પર હતાં

બેંગ્લોર, તા. ૩૦
બેંગ્લોર પોલીસે બહુ મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરતાં ૧૧ શકમંદોની ધરપકડ કરી છે. આ તમામ લોકો સાંસદો, ધારાસભ્યો અને કેટલાક માધ્યમ કર્મીઓ સહિત મહત્વની વ્યકિતઓને નિશાન બનાવવાની ફિરાકમાં હતાં. શકમંદોનો સંબંધ લશ્કર-એ-તોઇબા અને હુજી સાથે હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા લેખો લખતા હોવાથી માધ્યમકર્મીઓ નિશાન પર હતાં અને તપાસમાંથી બહાર આવ્યું છે. આ ગેંગને અખાત ીદેશોમાંથી ભંડોળ મળતું હતું.
બેંગલોરના પોલીસ કમિશનર જયોતિ પ્રકાશ મિર્જીએ પત્રકારોને જણાવ્યું હતું કે શકમંદો પાસેથી વિદેશી બનાવટની ૭.૬૫ એમએમની પિસ્તોલ, સાત રાઉન્ડ ગોળી, લેપટોપ અને અન્ય સામગ્રી મળી આવ્યા છે. ધરપકડ કરાયેલાઓમાં અંગ્રેજી અખબારના પત્રકારનો પણ સમાવેશ થાય છે.
મિર્જીએ જણાવ્યું હતું કે અનેક દિવસોથી મળતી બાતમીના આધારે ઉત્તર કર્ણાટકના હુબલી અને બેંગલોરથી આ ધરપકડો કરાઇ છે. આ ઓપરેશનમાં ઉત્તર પ્રદેશ પોલીસ સામેલ હોવાનું તેમણે નકારી કાઢયું હતું. તેમણે કહ્યું હતું કે ધરપકડ કરાયેલા તમામના સંબંધો પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તોઈબા (એલઇટી) અને હરકત-ઉલ-જિહાદ અલ ઇસ્લામી (હુજી) સાથે છે. સલામતી અને તપાસના હિતને ધ્યાનમાં રાખીને મિર્જીએ વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું.
ધરપકડ કરાયેલા તમામની ઉંમર ૩૦ વર્ષથી ઓછી છે. તેમની વિરૃધ્ધ ગુનાઇત કાવતરા, ધર્મના નામે વૈમનસ્ય ફેલાવા, હત્યાના પ્રયાસ, ચોરી અને અસામાજિક પ્રવૃત્તિ અટકાવ કાયદાની કેટલીક કલમો અંતર્ગત કેસ દાખલ કરાયા છે. શરૃઆતમાં ૨૦૧૦ના ચિંન્ના સ્વામી સ્ટેડિયમ બોંબ વિસ્ફોટ કેસના સંદર્ભે ઇન્ડિયન મુજાહિદ્દીનના ચાર સભ્યો પકડાયાના અહેવાલો સપાટી પર આવ્યા હતાં. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલાઓમાંથી એક શકમંદને એલઇટીએ આતંકવાદી હુમલાની તાલીમ અખાતી દેશમાં આપી હતી.
તેમના નિશાન પર બજરંગ દળના કાર્યકર્તા, હુબલીના ભાજપી સાંસદ પ્રહલાદ જોષી, એક મીડિયા ગૃહના માલિક અને બે પત્રકારો હતાં. કર્ણાટકનાં આતંકવાદી મોડયુલને એલઇટીના ત્રણ સભ્યોનો ટેકો હતો.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved