Last Update : 31-August-2012,Friday

 

સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી

 

આધુનિક યુગમાં કોસ્મેટિક ટ્રીટમેન્ટના સહારે ભલભલા ઘરડા ડોસાઓ પણ જુવાન જોધ યુવાનો અને ડોસીઓ પણ નવયૌવના જેવી દેખાવા માંડે છે. આ જ કારણથી બોલીવુડમાં પણ કોસ્મેટીક ટ્રીટમેન્ટનો ક્રેઝ પુરબહારમાં ચાલી રહ્યો છે. લેટેસ્ટમાં જો તમને સંજય દત્ત રૃબરૃમાં જોવા મળે તો ઓબ્ઝર્વ કરજો કે તે પહેલાની સરખામણીમાં ઘણો જ જુવાન દેખાવા માંડયો છે. તેમાંય વળી તેની આગામી ફિલ્મના હૈદરાબાદમાં ચાલી રહેલા શુટીંગમાં તેનો નવો લુક ભારે આકર્ષક લાગતો હતો. તેની આંખો પફીનેસ તો જાણે ગાયબ જ થઈ ગઈ હોય તેવું લાગતું હતું. આ બધો કમાલ એ કોસ્મેટિક ટ્રીટમેન્ટનો છે જે સંજય દત્ત તાજેતરમાં જ જર્મનીમાં જઈને કરાવી આવ્યો છે !
આની સાથે એ પણ જાણવા મળ્યું છે કે સંજુબાબાએ જર્મનીમાં તેની ની-સર્જરી એટલે કે ઘૂંટણમાં સર્જરી કરાવી છે. આ વાતની જાણ સૌને તે સમયે જ થઈ કે જ્યારે સંજય દત્ત જર્મનીથી પ્લેનમાં મુંબઈના એરપોર્ટ ઉપર ઉતર્યો ત્યારે લાકડીના સહારે ચાલતો ચાલતો એરપોર્ટની બહાર આવ્યો હતો ! આ સર્જરી કાંઈ અચાનક નથી થઈ, પરંતુ સંજુબાબાએ તેનો પ્લાન પહેલેથી જ ફિક્સ કર્યો હતો !
આ તબક્કે આપ સૌને જણાવી દઉ કે જ્યારે ૨૦૦૯માં તેની 'બ્લ્યુ' ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તેને ઘૂંટણનો પ્રોબ્લેમ શરૃ થયો હતો. આ પછી થોડા થોડા સમયે આ તકલીફ થતી હતી અને તેમાંય જ્યારે સ્ટન્ટ-સીક્વલમાં કામ કરવાનું આવતું ત્યારે તે દર્દ ખૂબ અસહ્ય થઈ જતું હતું ! આ કારણથી આ દર્દમાંથી છૂટવા તે ની-સર્જરી કરાવવા તૈયાર થયો. આમેય કોસ્મેટિક પોઈન્ટ ઓફ ન્યુ થી આ જરૃરી જ હતું. સંજુને તેના ખાસ મિત્ર સલ્લુએ જ મેકઓવરની સલાહ આપી હતી, જેમાં ફેઈસ-લિફટીંગથી માંડીને અંડર આઈઝ બેગ્સ ટ્રિટમેન્ટ સુધી સામેલ હોય છે. પરંતુ સંજુએ તે કરાવ્યું નથી. આગામી દિવસોમાં સંજય દત્ત ઘણો બિઝી રહેવાનો છે અને આગામી બે વર્ષ સુધીનું તેનું શિડયુઅલ પેક છે. આવામાં જ તેણે અત્યારે બ્રેક લેવાનું વધુ મુનાસીફ માન્યું હતું. થોડાક દિવસો પછી તે પોતાની આગામી ફિલ્મ 'સામી'ની રિમેકમાં બિઝી થવાનો છે. ડિયર સંજુબાબા, 'ગ્લેમર' એવું ઈચ્છે છે કે તને આવો પ્રોબ્લેમ ફરીથી ના થાય !
વધતી ઉંમરને લઇને સંજય દત્ત પરેશાન જોવા મળે છે. જો કે આટલી ઉંમરે કોઇપણ એક્ટર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા અવનવા નુસખા અજમાવે. માત્ર સંજય દત્ત નહી પરંતુ શાહરૃખ, સલમાન જેવા દિગ્ગજ કલાકારો અને હીરોઇન શરીરની ટ્રીટમેન્ટ કરાવતાં હોય છે. જે પ્રકારે માઇકલ જેક્સશન સ્ટેજ પર પડી જવાને કારણે નાકની પ્લાસ્ટીક સર્જરી ૫૦ વખત કરાવી હતી, તે પ્રમાણે બોલિવૂડના હીરો પણ પોતાની વધતી ઉંમર ક્યાંક દર્શકોમાંથી છાપ ઓછી ન કરે તે માટે નુસખા અજમાવી રહ્યાં છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved