Last Update : 31-August-2012,Friday

 

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં

 

આમ તો બિરબલની ખિચડીની માફક સૈફઅલી ખાન અને કરીના કપુરના લગ્ન માટે ખૂબ જ ધીમી ગતિએ તૈયારીઓ ચાલી રહી હોય તેવું મીડિયામાં લાગી રહ્યું છે. એમાંય વળી લગ્નના સ્થાન અંગે જાતજાતની વાતો વહેતી થઈ હોવાથી પણ કેટલાક લોકોને એ વાતની પણ શંકા-કુશંકાઓ થવા માંડી હતી કે વાસ્તવમાં આ લગ્ન થશે ખરા કે નહીં? પરંતુ એની હાઉ, સૈફઅલી ખાનની માતા શર્મિલા ટાગોરે એક વાર નિશ્ચિતરૃપે મીડિયાને જણાવી દીધી છે કે સૈફઅલી ખાન અન ેકરીના કપુરના લગ્ન મોટા ભાગે તો ઓક્ટોબર, ૨૦૧૨માં જ આટોપી લેવામાં આવશે. તેમ છતાંય જો કોઈ મોટું વિધ્ન આવશે તો પણ ડીસેમ્બર, ૨૦૧૨ના અંત સુધીમાં તો તેઓને પરણાવી જ દેવાશે. આ અંગે હવે જરાય વધુ વાર જોવામાં આવશે નહીં.
તાજેતરમાં જ શર્મિલા ટાગોરે મીડિયા સાથે વાતચીત કરતાં ખૂલાસો કર્યો હતો કે, ''સૈફ અને કરીનાના લગ્ન બે ભાગમાં વહેંચવામાં આવશે. પહેલા ભાગમાં દિલ્હીમાં માત્ર ખૂબ જ નિકટના કુટુંબજનોની હાજરીમાં પારંપારિક વિધી અનુસાર આ લગ્ન કરવામાં આવશે. જ્યારે બીજા ભાગમાં મુંબઈમાં મિત્રો માટે અતિ ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવશે !'' 'અંદર ખાને' તો એવું જાણવા મળ્યું છે કે સૈફઅલી ખાનની નાની બહેન કે જે જવેલરી-ડિઝાઈનર છે. તે સબાઅલી ખાને, તેની મમ્મી-શર્મિલા ટાગોર સાથે મળીને આ લગ્નના તમામ પ્રકારના આયોજનની જવાબદારી નિભાવી રહી છે !
આ તબક્કે આપ સૌનું ધ્યાન દોરી દઉં કે સૈફઅલીના વતન પટૌડીના તેમના પરંપરાગત પેલેસમાં સમારકામ ચાલી રહ્યું હોવાથી એવું માનવામાં આવતું હતું કે સૈફઅલી અને કરીના કપુરના લગ્ન આ પેલેસમાં જ થશે. પરંતુ સ્વયં શર્મિલા ટાગોરે આ શક્યતા ઉપર પૂર્ણવિરામ મુકતા એ વાતની સ્પષ્ટતા કરી નાંખી કે, ''એ બાબત તદ્દન સાચી છે જ કે પટૌડીના પેલેસમાં રિનોવેશન ચાલી રહ્યું છે, પરંતુ ત્યાં લગ્ન કરવાનો જરાય ઈરાદો નથી. વાસ્તવમાં નવાબ સાહેબના અવસાન પછીની અંતિમયાત્રા વખતે જ મને એ વાતનો અહેસાસ થયો હતો કે અહિંના બચીગામાં તેમજ તેની આજુબાજુના એરિયામાં રિપેરીંગની તાતી જરૃરીયાત છે. આ જરૃરીયાતના કારણે જ અત્યારે ત્યાં રિનોવેશન ચાલી રહ્યું છે અને એક દિવાલ પણ બાંધવામાં આવી રહી છે. છતાંય આ રિનોવેશનને લગ્ન સાથે કોઈ જ સંબંધ નથી !'' ટુંકમાં બે કે ચાર મહિનામાં આ પ્રેમી-યુગલ નવદંપતિ બની જશે તેવું શર્મિલાની જાહેરાત ઉપરથી ચોક્કસ લાગી રહ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved