Last Update : 31-August-2012,Friday

 

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા

એશિયન રાષ્ટ્રોમાં ભારત વિદેશી રોકાણકારોની પ્રાૃથમ પસંદગી

ભારતીય ઈક્વિટી બજારના ચાલકબળ ફોરેન ઈન્સ્ટિટયૂશનલ ઈન્વેસ્ટર્સે (એફઆઈઆઈ) ૨૦૧૨માં અત્યાર સુધી ભારતમાં ૧૨ અબજ ડોલર ઠાલવ્યા છે જે એશિયન રાષ્ટ્રોની અંદર સૌથી વધુ રકમ છે. છેલ્લા કેટલાક મહિનાથી ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ઈન્ડેકસમાં જોવા મળેલા વધારાને કારણે એફઆઈઆઈનું અહીં ઈન્વેસ્ટમેન્ટ આવી રહ્યાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું. અન્ય રાષ્ટ્રોની સરખામણીએ ભારતમાં ઈક્વિટીમાં રોકાણ પર સારુ વળતર મળી રહ્યાનું જોવા મળે છે.
૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજાર રૃપિયાની દ્રષ્ટિએ ૧૪ ટકા અને ડોલરની દ્રષ્ટિએ ૮.૫૦ ટકા વધ્યું છે, જેને પરિણામે એશિયન દેશોમાં શ્રેષ્ઠ કામગીરી દર્શાવતુ બજાર સાબિત થયું છે. આ સમયગાળા દરમિયાન ભારતીય શેર્સની કામગીરી ચીન, રશિયા અને બ્રાઝિલ કરતા સારી રહી છે.
ભારત સરકાર આર્થિક સુધારા માટે યોગ્ય પગલાં લેશે એવી આશાએ છેલ્લા ત્રણ મહિનાથી ભારતીય બજારની કામગીરીમાં સુધારો જોવાઈ રહ્યો છે એમ જેપી મોર્ગેને તેના એેક અહેવાલમાં જણાવ્યું હતું. ડિઝલમાં ભાવ વધારો, મલ્ટી બ્રાન્ડ રિટેલમાં વિદેશી રોકાણ મર્યાદા તથા કોલ અને પાવર ક્ષેત્રના પ્રોજેકટોને ઝડપી ક્લિઅરન્સ તરફ ભારત સરકારના હકારાત્મક પગલાં આવશે એવી અપેક્ષા રખાઈ રહી છે.
જો કે રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ આવા પગલાંની જાહેરાતની અપેક્ષા રખાતી હતી પરંતુ તેવું હજુ કશું થયું નથી. આ ઉપરાંત કોલ બ્લોકસની ફાળવણીને મુદ્દે વિપક્ષોએ સંસદના ચોમાસુ સત્રને ખોરવી નાંખ્યું છે જેને કારણે કેટલાક અગત્યના કામકાજ આગળ વધી શકયા નથી . કેન્દ્ર સરકાર હવે સંસદનું સત્ર પૂરું થવા પર જ કંઈક પગલા લેશે એમ જણાઈ રહ્યું છે.
એશિયન બજારોમાં એફઆઈઆઈએ ભારત બાદ સૌથી વધુ રોકાણ દક્ષિણ કોરિઆમાં કર્યું છે. અહીં ૧૦.૫૨ અબજ ડોલર ઠાલવ્યા છે. એફઆઈઆઈ ભારતમાં સાવચેતીપૂર્ણ રોકાણ કરી રહી હોવાનું એક રિસર્ચ સંસ્થાએ જણાવ્યું હતું. છેલ્લા એક-બે ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતના અર્નિંગ્સ સ્થિર રહ્યા છે જ્યારે એશિયાન દેશોમાં ૭થી ૧૦ ટકા ઘટાડો રહ્યો છે, એમ સંસ્થાએ ઉમેર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved