Last Update : 31-August-2012,Friday

 

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

વોલેટાઈલ સિૃથતિને પગલે રોકાણકારો ખાસ જોખમ લેવા માગતા નાૃથી

નાના રોકાણકારો માત્ર શેરમાં રોકાણ કરવાથી દૂર રહે છે એટલું જ નહીં પણ તેઓ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)થી પણ હાલમાં દૂર રહે છે. પ્રાપ્ત આંકડાઓ પર નજર નાખવામાં આવે તો ૨૦૧૨ના પ્રારંભથી એસઆઈપીના નવા રજિસ્ટ્રેશનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જુલાઈમાં ૨૮૦૦૦ નવા એસઆઈપી નોંધાયા હતા, જે ૧૬ મહિનાની નીચી સપાટીએ હતા. જ્યારે બીજી બાજુ જુલાઈમાં રોકાણકારોએ ૭૩૦૦૦ એસઆઈપી રદ કરીને ઈક્વિટીઝમાંથી પણ તેઓ દૂર થયા હતા.
ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા શેરબજારની વોલેટાઈલ સ્થિતિને પગલે રોકાણકારો ખાસ જોખમ લેવા માગતા નથી. રોકાણકારો હવે નિશ્ચિત વળતર મળે તેવા બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ જેવા રોકાણ સાધનો તરફ વળી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં બીએસઈ સેન્સેકસ ૬.૫૦ ટકા વધ્યો છે છતાં બજારમાં ભારે વોલેટિલિટી રહેતા રોકાણકારો વિચલિત થઈ ગયા છે.
૨૦૧૨ના સાતમાંથી છ મહિનામાં મ્યુચ્યુઅલ ફન્ડસની ઈક્વિટી સ્કીમ્સમાં આઉટફલો જોવા મળ્યો છે. આંકડાઓ પરથી જણાઈ રહ્યું છે કે નાના રોકાણકારોને હવે ઈક્વિટીઝમાં રસ નથી, એમ એક ફન્ડ હાઉસના સીઈઓએ જણાવ્યું હતું.
બજાર સ્થિર રહેતા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી એસઆઈપીમાં રોકાણ કરી રહેલા રોકાણકારોને સારૃ વળતર મળ્યું નથી. ૨૦૧૦ના નવેમ્બરમાં ૨૧૦૦૫ની ટોચ બતાવ્યા બાદ બજાર લગભગ મંદ રહ્યું છે. ઊંચા ફુગાવા તથા ઈએમઆઈએ રોકાણકારોની બચત પર રોક મૂકી છે એમ પણ આ સીઈઓએ જણાવ્યું હતું. બચત નહીં થતા રોકાણકારોએ એસઆઈપીમાંથી ખસી જવાની ફરજ પડી છે.
જો કે બજાર હાલમાં કોઈ દિશા બતાવતું નથી. પરંતુ એક વખત સુધારો ચાલુ થયા બાદ સારુ વળતર નજરે પડતા રોકાણકારો એસઆઈપી તરફ પાછા વળશે એમ અન્ય એેક ફન્ડ હાઉસના સેલ્સ વિભાગના વડાએે જણાવ્યું હતું. ૨૦૧૨ના જુલાઈના અંતે મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની એેસેટ અન્ડર મેનેજમેન્ટ રૃપિયા ૭.૩૦ લાખ કરોડ રહી હતી.
૨૦૦૯ના ઓગસ્ટ માસમાં જ્યારથી એન્ટ્રી લોડ નાબુદ કરાયો છે ત્યારથી ફન્ડ હાઉસો ઈન્વેસ્ટમેન્ટને આકર્ષવા સંઘર્ષ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગને ચેતનવંતો બનાવવા સેબીએ તાજેતરમાં કેટલાક પગલાં પણ જાહેર કર્યા છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved