Last Update : 31-August-2012,Friday

 

ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

વેલ્યુ એડેડ સેવાઓ શરૃ કે રિન્યુ કરતાં પૂર્વે ઓપરેટરે ગ્રાહકની બે વાર સંમતિ લેવાનું ફરજિયાત બનાવાશે

નવી દિલ્હી, તા.૩૦
ટેલિકોમ ઉદ્યોગને વર્ષે રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થવાની શક્યતા છે. કેમકે સપ્ટેમ્બરથી ટ્રાઈ (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી) સપ્ટેમ્બરથી નવા નિયમનોનો અમલ કરવાની યોજના બનાવી રહી છે. આ નવા ધોરણોનાં પગલે વેલ્યુ એડેડ સર્વિસ ઓફર કરતાં મોબાઈલ ઓપરેટરોની સ્વતંત્રતા પર કાપ મૂકાશે.
ઉક્ત ફેરફારો વપરાશકારોનાં લાભમાં હશે કેમકે તેમાં કોઈપણ વેલ્યુ એડેડ સેવા એકટીવેટ કરતાં પૂર્વે ગ્રાહક પાસેથી ડબલ કન્ફર્મેશન લેવાનું ફરજિયાત બનાવાયું છે. આ બાબત પ્રિપેઈડ અને પોસ્ટપેઈડ બન્ને પ્રકારનાં ગ્રાહકોને લાગુ પડશે.
સામે પક્ષે જોકે કોમ્બો પેકનાં વેચાણ પર હાલ પ્રતિબંધ પ્રવર્તે છે. તે કદાચ ટ્રાઈ ઉઠાવી લેશે. આ પ્રતિબંધ ઉઠાવી લેવાતાં પ્રિપેઈડ વાઉચર્સ મારફતે વોઈસ અને ડેટા પેકેજ એક સાથે જ વેચી શકાશે. અમુક વર્ગનું એવું માનવું છે કે આવા કોમ્બો પેકમાં બન્ને સેવાઓ સાથે વેચવાથી ગ્રાહકોને ડિસ્કાઉન્ટેડ રેટ મળી શકશે.
ઉદ્યોગનાં અમુક સાધનોએ નિર્દેશ આપ્યો હતો કે કોલર ટયુન્સ, રિંગબેક ટોન્સ, મ્યુઝીક ઓન ડિમાન્ડ, જી.પી.આર.એસ. જેવી સેવાઓ આપતાં પૂર્વે કે તેમને રિન્યુ કરતાં પૂર્વે સબસ્ક્રાઈબરની મંજૂરી એસએમએસ, કોઈપણ ટોલ ફ્રી નંબર પર કે ફેકસ પર કે ઈમેઈલ પર મેળવવી ફરજિયાત ગણાશે. ઉપરાંત કોઈપણ ખોટી કી ગ્રાહકે દબાવી હોય તેનાં કારણે કોઈ સેવા એકટીવેટ થતી હોય તો તુરત જ તેને ડિએકટીવેટ કરવાની વ્યવસ્થા પણ ટેલિકોમ ઓપરેટરોએ કરવી પડશે. કુલ ગ્રાહકોમાં ૮૫ ટકાનું પ્રમાણ ધરાવતા પ્રિપેઈડ ગ્રાહકો તરફથી ટ્રાઈને સંખ્યાબંધ ફરિયાદો મળી છે કે તેમને સર્વિસ પ્રોવાઈડર દ્વારા ખોટી રીતે બીલ કરાયા છે.
ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સમાંના એ કે જણાવ્યું હતું કે પૂર્વે ઘણી વેલ્યુ એડેડ સેવાઓ આઉટસોર્સીંગ દ્વારા ઉપલબ્ધ કરાતી હતી જે હવે મોટાભાગે ઈનહાઉસ સાધનોથી અપાય છે અને ગ્રાહકની મંજૂરી લીધા બાદ જ અમે કોઈપણ મૂલ્ય વર્ધિત સેવા કાર્યાન્વિત કરીએ છીએ. ઉપરાંત કેટલાક ઓપરેટરોએ હાથ ધરેલી આંતરિક અભ્યાસમાં જણાયું હતું કે ઉંમર અને શૈક્ષણિક સ્તરનાં કારણે ૬૦ ટકા લોકોને એસએમએસ અને ફેક્સની ફાવટ નથી હોતી. ત્યાં ઈ-મેઈલની તો વાત જ ક્યાં કરવી. ટોલ ફ્રી નંબર પર મોટેભાગે ઈન્ટરએકટીવ વોઈસમાં પણ આ વર્ગ યોગ્ય કોમ્યુનિકેશન કરી શકતો નથી તેથી આવા નિયમોનું ફરજિયાત પાલન વેલ્યુ એડેડ સેવાઓનો મૃત્યુ ઘંટ વગાડશે. ઉદ્યોગની કુલ આવકનો ૧૨ ટકા ભાગ વેલ્યુ એડેડ સેવાઓમાંથી મળે છે અને નવા નિયમોથી આ આવક પર જોરદાર અસર થવાની ગણતરી ઉદ્યોગના વર્તુળો રાખે છે.
કોમ્બો પેક્સનાં વેચાણ પર પ્રતિબંધ મૂકાવાનાં કારણે ભારતી એરટેલનું વેચાણ એપ્રીલથી જૂનની અવધિમાં રૃ.૨૫૦ કરોડથી રૃ.૩૦૦ કરોડ જેટલું ઘટયું હતું. જોકે ટ્રાઈ નિયમનકારી સંસ્થા હોઈ તે ઓપરેટર અને કન્ઝયુમર્સ બેન્કોનાં હિતોનું રક્ષણ કરવા કટિબધ્ધ હોવાનું તટસ્થ નિરીક્ષકો માને છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved