Last Update : 31-August-2012,Friday

 

એફઆઇઆઇની કેશમાં રૃા. ૨૩૦૬ કરોડની ચોખ્ખી ખરીદી ઃ છેલ્લી ૪૦ મીનિટમાં શોર્ટ કવરીંગ
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫

સેન્સેક્ષ ૧૭૩૬૮ થઇ ઘટયામથાળેથી ઉંચકાઇ ૧૭૬૦૬ થઇ ૧૭૫૪૨ રીયાલ્ટી, ફાર્મા, આઇટી શેરોમાં આકર્ષણ ઃ બેંકિંગ શેરોમાં શોર્ટ કવરીંગ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, ગુરુવાર
મુંબઇ શેરબજારોમાં આજે ડેરીવેટીવ્ઝમાં ઓગસ્ટ વલણનો અંત અપેક્ષીત અફડા તફડીમાં દિવસના મોટાભાગના સમયમાં સેન્સેક્ષ- નિફ્ટી નેગેટીવ ઝોનમાં રહ્યા બાદ ઓવર સોલ્ડ પસંદગીના ફ્રન્ટલાઇન શેરોમાં હિન્દાલ્કો, સિપ્લા, ટાટા મોટર્સ, ભેલ, સ્ટેટ બેંક, ભારતી એરટેલ, બજાજ ઓટોમાં કવરીંગને પરિણામે પોઝિટીવ બંધ રહ્યા હતા. ઇન્ડેક્ષ હેવીવેઇટ શેરો સાથે સ્મોલ-મિડ કેપ શેરોમાં પણ ઘટાડે ઘણા શેરોમાં વેલ્યુબાઇંગ નીકળતા માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. ટ્રેડીંગની શરૃઆત એશીયા- પેસેફિક દેશોના અન્ય બજારો ખાસ જાપાન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, સિંગાપુરના બજારોમાં ઝડપી ઘટાડા અને ઘટતી નિકાસોએ વધેલી વૈશ્વિક આર્થિક રીકવરીની ચિતાએ નેગેટીવ થયો હતો. ટાટા સ્ટીલ, જિન્દાલ સ્ટીલ, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ મેટલ શેરોમાં અવિરત વેચવાલીના દબાણ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ, મારૃતી સુઝુકીમાં વધેલી વેચવાલીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૪૯૦.૮૧ સામે ૧૭૪૩૩.૫૦ મથાળે ખુલીને ૧૨૩.૨૬ પોઇન્ટના ઘટાડે એક સમયે નીચામાં ૧૭૩૬૭.૫૫ સુધી આવી ગયો હતો. જે બપોરે ૨.૨૫ વાગ્યા બાદ ઘટાડો પચાવી ટીસીએસ, એચડીએફસી શેરો, હિન્દુસ્તાન યુનીલીવર, આઇટીસીની મજબૂતીએ ક્ષણિક પોઝિટીવ થઇ ૧૭૪૯૫ જેટલો થયો હતો. પરંતુ છેલ્લી ૪૦ મીનિટમાં ૨.૫૦ વાગ્યા બાદ ૧૭૪૪૫ના ઘટયા મથાળેથી ઝડપી પાછો ફરી સ્ટેટ બેંક, હિન્દાલ્કો, ટાટા મોટર્સ, ટીસીએસ, ડૉ. રેડ્ડીઝ લેબ.માં મોટું કવરીગ થતા સેન્સેક્ષ ઘટાડો પચાવી જઇ પોઝિટીવ ઝોનમાં આવી છેલ્લી ઘડી સુધારાની ચાલમાં ૧૧૪.૭૦ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૧૭૬૦૫.૫૧ સુધી પહોંચ્યો હતો. પરંતુ છેલ્લી એવરેજ ગણતરીએ ૫૦.૮૩ પોઇન્ટ વધીને ૧૭૫૪૧.૬૪ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ મજબૂત સપોર્ટ ૫૨૭૫ નીચે નીચામાં ૫૨૫૫ થઇ પાછો ફરી ૫૩૪૨ સુધી ઊંચકાયો ઃ છેલ્લી ૪૦ મિનિટમાં શોર્ટ કવરીંગ
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૨૮૭.૮૦ સામે ૫૨૬૮.૬૦ મથાળે ખુલીને ટાટા સ્ટીલ, ગેઇલ, જિન્દાલ સ્ટીલ, બીપીસીએલ, રિલાયન્સ ઇન્ફ્રા.. એસીસી, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, મારૃતી સુઝુકી, એચસીએલ ટેક્નો, રેનબેક્સી લેબ., હીરો મોટોકોર્પ, ગ્રાસીમ, સેસાગોવા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નરમાઇએ નિફ્ટી એક સમયે ૫૨૭૫ની મજબૂત ટેકાની સપાટી ઇન્ટ્રા-ડે ગુમાવી ૪૫ પોઇન્ટના ઘટાડે નીચામાં ૫૨૪૨.૮૦ સુધી આવી ગયો હતો. પરંતુ છેલ્લા કલાકમાં ઓવરસોલ્ડ અમુક શેરોમાં કવરીંગ શરૃ થઇ છેલ્લી ૪૦ મીનિટમાં ઝડપી વેચાણો કપાવા લાગી હિન્દાલ્કો, રિલાયન્સ, ટાટા મોટર્સ, સ્ટેટ બેંક, ડૉ. રેડ્ડીઝ લેબ, એચડીએફસી નેગેટીવમાંથી પોઝિટીવ ઝોનમાં આવી જતાં ફરી નિફ્ટીએ ૫૩૦૦ની સપાટી કુદાવી ઉપરમાં ૫૩૪૨.૮૦ જઇ અંતે ૨૭.૨૭ પોઇન્ટના સુધારે ૫૩૧૫.૦૫ બંધ રહ્યો હતો.
ટેક્નીકલી નજીકનો ટ્રેન્ડ હજુ ડાઉન ઃ ૫૩૩૫ ઉપર બંધ જરૃરી ઃ મજબૂત સપોર્ટ ૫૨૭૫
ટેક્નીકલી હજુ નજીકનો ટ્રેન્ડ ડાઉન બતાવાઇ રહ્યો છે. ટેક્નીકલી નિફ્ટી સ્પોટ ૫૩૩૫ ઉપર બંધ આવે પછી નજીકનો ટ્રેન્ડ બદલાશે. નિફ્ટી સ્પોટ મજબૂત સપોર્ટ ૫૨૭૫ કાયમ છે.
નિફ્ટી સપ્ટેમ્બર ફ્યુચર નીચામાં ૫૨૯૦ થઇ પાછો ફરી ૫૩૩૬ થઇ ૫૩૨૮ ઃ ઓગસ્ટ નીચામાં ૫૨૫૮ થઇ ૫૩૧૫ સેટલ
ડેરીવેટીવ્ઝમાં ઓગસ્ટ વલણનો અંત અપેક્ષીત અફડાતફડીએ થયો હતો. નિફ્ટી ઓગસ્ટ ફ્યુચર ૪,૦૯,૦૪૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૦૮૧૨.૩૧ કરોડના ટર્નઓવરે ૫૨૯૬.૬૦ સામે ૫૨૮૦ ખુલી નીચામાં ૫૨૫૮.૭૦ સુધી ગબડી પાછો ફરી ઉપરમાં ૫૩૧૯ સુધી જઇ અંતે ૫૩૧૫ નજીક સેટલ થયો હતો. નિફ્ટી સપ્ટેમ્બર ફ્યુચર ૨,૨૯,૬૩૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૬૧૦૧.૧૨ કરોડના ટર્નઓવરે ૫૩૨૭.૮૦ સામે ૫૩૧૦.૧૦ ખુલી નીચામાં ૫૨૮૯.૭૫ થઇ પાછો ફરી ઉપરમાં ૫૩૩૬.૯૦ સુધી જઇ અંતે ૫૩૨૭.૫૦ હતો.
નિફ્ટી ૫૩૦૦નો પુટ ૮૧થી ઉછળી ૯૮.૮૦ થઇ ગબડી ૭૮.૪૦ ઃ ૫૨૦૦નો પુટ ૪૭.૭૫થી ઉછળી ૫૮.૩૫ થઇ ૪૬.૪૦
નિફ્ટી સપ્ટેમ્બર ૫૩૦૦નો પુટ ૮૧ સામે ૮૮.૯૫ ખુલી ઉપરમાં ૯૮.૮૦ થઇ ગબડીને નીચામાં ૭૫ થઇ અંતે ૭૮.૪૦ હતો. જ્યારે નિફ્ટી ૫૨૦૦નો પુટ ૪૭.૭૫ સામે ૫૬ ખુલી ઉપરમાં ૫૮.૩૫ થઇ પાછો ફરી નીચામાં ૪૩.૬૫ સુધી જઇ છેલ્લે ૪૬.૪૦ હતો. નિફ્ટી ૫૪૦૦નો સપ્ટેમ્બર કોલ ૫૭.૬૫ સામે ૫૧ ખુલી નીચામાં ૪૪.૭૦ સુધી જઇ પાછો ફરી ઉપરમાં ૫૮.૬૫ થઇ અંતે ૫૬ હતો. નિફ્ટી ૫૫૦૦નો કોલ ૨૭.૪૫ સામે ૨૩.૨૫ ખુલી નીચામાં ૧૯.૨૫ થઇ પાછો ફરી ઉપરમાં ૨૬.૬૦ સુધી જઇ અંતે ૨૫ હતો.
ક્રુડ ઓઇલ ૧૧૩.૭૪ ડોલર ઃ ફુગાવાના જોખમે બેંકિંગ, મેટલ, ઓટો શેરોમાં સતત વેચવાલીનું દબાણ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર ડી. સુબ્બારાવે બુધવારે અમેરિકામાં એક વક્તવ્યમાં પ્રવર્તમાન વૈશ્વિક આર્થિક માહોલમાં ભારત માટે વર્ષ ૨૦૦૮-૦૯ સમય જેવી કટોકટીમાંથી બહાર આવી શકાયું એટલું સરળ નહીં હોવાનું અને આ વખતે મંદ આર્થિક વૃદ્ધિ ઉંચી ચાલુ ખાતા અને રાજકોષીય બજેટ ખાધ સાથે સૌથી મોટો પડકાર ફુગાવો- મોંઘવારીનો હોવાથી ધિરાણ નીતિને હળવી કરવી મુખ્સેલ હોવાનું જણાવતા નેગેટીવ અસરે બેકિંગ, રીયાલ્ટી, ઓટો, મેટલ શેરોમાં સતત વેચવાલી હતી. અલબત છેલ્લા કલાકમાં પ્રમુખ ફ્રન્ટલાઇન શેરોમાં ઓવર સોલ્ડ પોઝિશન પૈકી અમુક કવર થઇ હતી. ક્રુડ ઓઇલના ભાવ પણ હજુ ૧૧૩.૭૪ ડોલર પ્રવર્તી રહ્યા છે, ત્યારે ડીઝલ- પેટ્રોલનો ભાવ વધારો અનિવાર્ય બન્યો હોઇ ફુગાવાનું જોખમ યથાવત છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં બાયબેક આકર્ષણ - કવરીંગે નીચામાં રૃા. ૭૬૮ થઇ પાછો ફરી રૃા. ૭૮૨
ફ્રન્ટલાઇન શેરોમાં શોર્ટ કવરીંગ સાથે બાયબેક આકર્ષણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૭૮૦ ખુલી નીચામાં રૃા. ૭૬૮.૨૦ સુધી જઇ પાછો ફરી ઉપરમાં રૃા. ૭૮૫.૯૫ થઇ અંતે રૃા. ૭૮૧.૯૫ રહ્યો હતો. બીએસઇ કેશ સેગ્મેન્ટમાં રિલાયન્સમાં ૪.૨૧ લાખ શેરોનું વોલ્યુમ થયું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૧, ફેબુ્રઆરી ૨૦૧૨ના રોજ શરૃ કરેલી શેરદીઠ મહત્તમ રૃા. ૮૭૦ ભાવ સુધીની બાયબેક ઓફર- પ્રોગ્રામ હેઠળ ૨૧, ઓગસ્ટ સુધીમાં રૃા. ૨૭૮૮.૮૩ કરોડના ૩.૮૯ કરોડ શેરો બાયબેક કર્યા છે. આ બાયબેક ઓફર ૧૯, જાન્યુઆરી ૨૦૧૩ સુધી ખુલ્લી રહેનાર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શેરોના બાયબેક માટે કુલ રૃા. ૧૦૪૪૦ કરોડ ફાળવ્યા છે.
મેટલ શેરોમાં વધતું ધોવાણ ઃ ચીનની ઘટતી મેટલ માગ ઃ ટાટા સ્ટીલ, જિન્દાલ સ્ટીલ, સ્ટરલાઇટ ઘટયા
વૈશ્વિક આર્થિક વૃદ્ધિ સતત ધીમી પડી રહી હોઇ ચીનમાં પણ મંદીના માહોલે મેટલની માગમાં તીવ્ર ઘટાડા અને નિકાસો પણ ઘટી રહી હોઇ વધતી ચિંતાએ મેટલ શેરોમાં ફંડોની વેચવાલી વધી હતી. ટાટા સ્ટીલ રૃા. ૭.૭૦ ઘટીને રૃા. ૩૬૬.૭૦, જિન્દાલ સ્ટીલ રૃા. ૭.૩૦ ઘટીને રૃા. ૩૫૨.૫૫, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૪૫ ઘટીને રૃા. ૯૮.૧૫, રહ્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૪૦.૨૦ પોઇન્ટ ઘટીને ૯૮૦૬.૫૪ રહ્યો હતો.
ટીસીએસ રૃા. ૧૩૭૮ રેકોર્ડ નવી ઊંચાઇએ ઃ ડોલર રૃા. ૫૫.૬૩ ઃ વિપ્રો, ઇન્ફોસીસ પણ વધ્યા
આઇટી- સોફ્ટવેર શેરોમાં ટીસીએસ રૃા. ૧૩૭૮.૫ની રેકોર્ડ નવી ટોચ બનાવી હતી. બીએસઇમાં ૧.૮૧ લાખ શેરોમાં રૃા. ૨૪.૩૯ કરોડના ટર્નઓવરે શેર રૃા. ૧૩૩૫.૦૫ ખુલી નીચામાં રૃા. ૧૩૨૩.૪૫ થઇ ઉપરમાં રૃા. ૧૩૭૮.૫૦ સુધી જઇ અંતે રૃા. ૨૨.૫૦ વધીને રૃા. ૧૩૬૫.૦૫ રહ્યો હતો. રૃપિયા સામે ડોલર સાધારણ વધઘટે અથડાતો રહી આજે રૃા. ૫૫.૬૩ રહ્યો હતો. આઇટી કંપનીઓ માટે યુ.એસ.માં વીઝા મેળવવા સમસ્યાએ આઉટસોર્સીંગના સબકોન્ટ્રેક્ટની પડી રહેલી ફરજ છતાં ટીસીએસના અન્ય દેશોમાં બિઝનેસ વ્યાપ- અને બિઝનેસ મોડલના ફાયદાએ શેરમાં ફંડોનું આકર્ષણ રહ્યુ છે. વિપ્રો રૃા. ૪.૫૦ વધીને રૃા. ૩૬૯.૧૦, ઇન્ફોસીસ રૃા. ૧.૩૦ વધીને રૃા. ૨૩૯૧ રહ્યા હતાં.
રીયાલ્ટી શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશને છેલ્લી ઘડીમાં કવરીંગ ઃ ડીએલએફ, ફિનિક્સ મિલ, શોભા ડેવલપર્સ વધ્યા
રીયાલ્ટી કંપનીઓના શેરોમાં પણ ઓવરસોલ્ડ પોઝિશને છેલ્લી ઘડીમાં કવરીંગે સુધારો જોવાયો હતો. ફિનિક્સ મિલ્સ રૃા. ૧૩.૬૫ વધીને રૃા. ૧૭૯.૩૫, ડીએલએફ રૃા. ૭ વધીને રૃા. ૧૯૮.૫૦, ડીબી રીયાલ્ટી રૃા. ૧.૯૦ વધીને રૃા. ૭૬, શોભા ડેવલપર્સ રૃા. ૭.૩૫ વધીને રૃા. ૩૩૪.૮૫, ગોદરેજ પ્રોપર્ટી રૃા. ૬.૯૫ વધીને રૃા. ૫૨૨.૫૦ રહ્યા હતાં.
છેલ્લા કલાકમાં શોર્ટ કવરીંગ અદાણી પોર્ટસ, આઇડીએફસી, હિન્દાલ્કો, પીએનબી, ટાટા મોટર્સ વધ્યા
છેલ્લી અડધી કલાકમાં ઓવરસોલ્ડ શે રોમાં થયેલા શોર્ટ કવરીંગે અદાણી પોર્ટસ રૃા. ૫.૩૫ વધીને રૃા. ૧૧૪.૪૦, જીએમઆર ઇન્ફ્રા. રૃા. ૧૯.૧૫, લેન્કો ઇન્ફ્રા. રૃા. ૧૦.૯૮, આઇડીએફસી રૃા. ૩.૨૫ વધીને રૃા. ૧૩૮.૩૦, હિન્દાલ્કો રૃા. ૨.૩૫ વધીને રૃા. ૧૦૬.૧૦, સિપ્લા રૃા. ૫.૭૫ વધીને રૃા. ૩૭૨.૦૫, એચડીએફસી રૃા. ૮.૬૫ વધીને રૃા. ૭૨૩.૮૫, એચડીએફસી બેંક રૃા. ૫.૮૦ વધીને રૃા. ૫૯૫.૧૫, ટાટા મોટર્સ રૃા. ૨.૯૫ વધીને રૃા. ૨૩૬.૯૫, પીએનબી રૃા. ૧૨.૨૦ વધીને રૃા. ૬૭૮.૬૫ આઇડીબીઆઇ બેંક રૃા. ૨.૨૦ વધીને રૃા. ૮૫.૭૫ રહ્યા હતાં.
ટેક મહિન્દ્રામાં ૧૪.૧ ટકા હોલ્ડિંગ બીટી ગુ્રપ દ્વારા વેચાયું ઃ ૧.૦૮ કરોડ શેરોના વોલ્યુમે રૃા. ૪૩ તૂટયો
ટેક મહિન્દ્રામાં બીટી ગુ્રપ દ્વારા તેની હસ્તકના ૨૩.૨ ટકા હોલ્ડિંગ પૈકી ૧૪.૧ ટકા શેર હોલ્ડિંગને શેરદીઠ સરેરાશ રૃા. ૭૭૮ ભાવે ૨૫.૧ કરોડ ડોલરમાં સંસ્થાકીય રોકાણકારોને વેચવામાં આવ્યાના અહેવાલ વચ્ચે શીર બીએસઇમાં ૧.૦૮ કરોડ શેરોના ટ્રેડીંગ વોલ્યુમે રૃા. ૮૦૧.૫૫ ખુલી ઉપરમાં રૃા. ૮૧૬.૩૦થી નીચામાં રૃા. ૭૭૫ સુધી ગબડી જઇ અંતે રૃા. ૪૩.૪૫ તૂટીને રૃા. ૭૯૨.૧૫ રહ્યો હતો.
ફાર્મા શેરોમાં એફઆઇઆઇનું વધતું વેલ્યુબાઇંગ ઃ ઓપ્ટો સર્કિટસ, ઇપ્કા લેબ., ગ્લેનમાર્ક, વોખાર્ટ વધ્યા
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સુરક્ષીત રોકાણ વિકલ્પે ફાર્મા- હેલ્થકૅર શેરોમાં વેલ્યુબાઇંગ વધારતા ઓપ્ટો સર્કિટસ રૃા. ૪.૯૫ વધીને રૃા. ૧૨૪.૭૫, ઇપ્કા લેબ. રૃા. ૧૬.૫૦ વધીને રૃા. ૪૩૩.૬૦, ગ્લેનમાર્ક ફાર્મા રૃા. ૧૫.૭૦ વધીને રૃા. ૪૩૩.૩૦, વોખાર્ટ રૃા. ૩૫.૮૦ વધીને રૃા. ૧૨૨૬.૧૫, લુપીન રૃા. ૧૧.૭૫ વધીને રૃા. ૫૯૦.૨૫, સિપ્લા રૃા. ૫.૭૫ વધીને રૃા. ૩૭૨.૦૫, કેડિલા હેલ્થકૅર રૃા. ૧૩.૮૫ વધીને રૃા. ૮૯૬.૯૦ રહ્યા હતા. બીએસઇ હેલ્થકેર ઇન્ડેક્ષ ૫૫.૧૨ પોઇન્ટ વધીને ૧૫૨૫.૦૯ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં છેલ્લા અડધા કલાકમાં કવરીંગ ઃ પીએનબી, આઇડીબીઆઇ, કોટક, યુકો બેંક વધ્યા
બેંકિંગ શેરોમાં પણ છેલ્લી ઘડીમાં શોર્ટ કવરીંગે સુધારો જોવાયો હતો. આઇડીબીઆઇ બેંક રૃા. ૨.૨૦ વધીને રૃા. ૮૫.૭૫, યુકો બેંક રૃા. ૧.૨૦ વધીને રૃા. ૬૩.૮૫, પીએનબી રૃા. ૧૨.૨૦ વધીને રૃા. ૬૭૮.૬૫, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૯.૩૦ વધીને રૃા. ૫૮૯.૭૫, બીઓબી રૃા. ૯.૮૦ વધીને રૃા. ૬૩૪.૧૫, સેન્ટ્રલ બેંક રૃા. ૬૪.૬૫, એચડીએફસી બેંક રૃા. ૫.૮૦ વધીને રૃા. ૫૯૫.૧૫, ફેડરલ બેંક રૃા. ૨.૬૦ વધીને રૃા. ૪૧૦.૨૫, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૧૦.૯૫ વધીને રૃા. ૧૮૪૦.૨૫ રહ્યા હતાં.
માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ ઃ ૧૪૦૧ શેરો વધ્યા ઃ ૧૯૬ શેરોમાં તેજીની સર્કિટ
સ્મોલ-મિડ કેપ'બી' ગુ્રપના શેરોમાં પણ ઘટયા ભાવે વેલ્યુબાઇંગ નીકળતા માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૭૯ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૪૦૧ અને ઘટનારની ૧૩૨૭ રહી હતી. ૧૯૬ શ ેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી. જ્યારે ૧૭૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
એફઆઇઆઇની કેશમાં રૃા. ૨૩૦૬ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી ઃ ડીઆઇઆઇ પણ લેવાલ
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે ગુરુવારે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૨૩૦૬.૧૦ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૫૧૬૭.૯૨ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૨૮૬૧.૮૨ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૩૨૮.૧૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૧૮૩૬.૪૫ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૫૦૮.૩૫ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved