Last Update : 31-August-2012,Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩૧-૦૮-૨૦૧૨, શુક્રવાર
અધિક ભાદરવા સુદ પૂનમ, વ્રતની પૂનમ, પંચક, શેરોમાં તેજી! અનાજના ભાવ વધે! કર્કમાં શુક્ર. પવન ફૂંકાય! વરસાદ થાય?


દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કામ, લાભ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ


અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૮ મિ.

સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૩ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૧૦ મિ. (સૂ) ૭ ક. ૧૧ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ શતભિષા રાત્રે ૨૯ ક. ૨૮ મિ. સુધી પછી પુર્વાભાદ્રપદ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-સિંહ, મંગળ-તુલા, બુધ-સિંહ, ગુરૃ-વૃષભ
શુક્ર-કર્કમાં ૩૦ ક. ૧૪ મિ.થી, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ
હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કુંભ
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ, ઋતુ રા.દિ. ભા/૯
માસ તિથિવાર ઃ અધિક ભાદરવા સુદ પૂનમ
- વ્રતની પૂનમ, મીલોના, અન્ય શેરોમાં તેજી! અનાજના ભાવ વધે! રૃમાં મંદી!
- પંચક છે.
- વિષ્ટી સવારના ૭ ક. ૪૬ મિ. સુધી
- શુક્ર કર્કમાં રાત્રે ૩૦ ક. ૧૪ મિ.થી
- પવન ફૂંકાય. કોઈ સ્થળે વરસાદ થાય. છ મહિના સુધી અનાજમાં તેજી. કોઈ સ્થળે વરસાદની ખેંચ, નદી, સરોવર, સુકાય. પાણીની ખેચ. ખેતી વાડીને, પ્રજાને પીડા? રૃના ભાવ વધે?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૧૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૧૪ રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષઃ અધિક ભાદરવા મહિનાની વ્રતની પૂનમ આપને લાભદાયક રહે. નોકરીધંધાનું કામ ઉકેલાય, આનંદ રહે.

 

વૃષભઃ નોકરી-ધંધાના કામમાં આપને સાનુકુળતા રહે. સીઝનલ ધંધો, આવક થાય. નોકરીમાં કામના ઉકેલથી રાહત રહે.

 

મિથુનઃ ચિંતા-વ્યથા હળવી થવાથી આપના રોજીંદા કામમાં, નોકરી-ધંધામાં, ધર્મકાર્યમાં ધ્યાન આપી શકો.

 

કર્કઃ અધિક ભાદરવા મહિનાની વ્રતની પૂનમે આપે તન-મન-ધન-વાહનથી સંભાળવું પડે. વાહન ધીમે ચલાવવું.

 

સિંહઃ આપના આનંદ ઉત્સાહમાં, હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય. નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે.

 

કન્યાઃ કામની ચિંતા-વ્યસ્તતા-દોડધામમાં રાહત રહે. નોકરી-ધંધાનું વધારાનું કામકાજ થઈ શકે, આનંદ રહે.

 

તુલાઃ અધિક ભાદરવા મહિનાની વ્રતની પૂનમ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા-આનંદની રહે. બહારનું કામ ઉકેલાય.

 

વૃશ્ચિકઃ આપના રોજીદા કામમાં, નોકરી-ધંધાના કામમાં આપના પ્રયત્નો, ચિંતા દોડધામ છતાં રૃકાવટ અનુભવો.

 

ધનઃ નોકરી-ધંધાનું કામ થઈ શકે. યાત્રા પ્રવાસનું, મીલન મુલાકાતનું આયોજન ગોઠવાય. જુના સંબંધો તાજા થાય.

 

મકરઃ અધિક ભાદરવા મહિનાની વ્રતની પૂનમ ધર્મકાર્યમાં, નોકરી ધંધામાં, ઘર-પરિવારના કામમાં સનુકુળતાવાળી રહે.

 

કુંભઃ માનસિક પરિતાપ, ચિંતા, વિચારોની દ્વિધામાં તમે અટવાયેલા રહો. નોકરી-ધંધાના કામમાં ચિંતા રહે.

 

મીનઃ અન્યના કારણે ચિંતા-વ્યવસ્થા રહે. અધિક ભાદરવા મહિનાની વ્રતની પૂનમે ધર્મકાર્ય ખર્ચ થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૩૧-૦૮-૨૦૧૨, શુક્રવાર

 

આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ સારા, નબળા બે તબક્કામાંથી પસાર કરવું પડે. વર્ષારંભે પ્રથમ તબક્કે નોકરી-ધંધામાં રૃકાવટ, તકલીફનો રહે. પરંતુ વર્ષાંતે બીજો તબક્કો પ્રગતિના પ્રારંભનો રહે. ભાગ્યોદય-પ્રગતિ-સફળતાથી તમારા આનંદ, ઉત્સાહમાં, આત્મવિશ્વાસમાં વધારો થાય.

 

વિશેષમાં- * માતાપિતા, સાસુ-સસરા, વડીલ વર્ગ માટે આ વર્ષ બીમારી, ચિંતા, ખર્ચનું જણાય.

 

* પુત્ર પૌત્રાદિકની પ્રગતિ જણાય. સંતાનને પરદેશની તક પ્રાપ્ત થાય. વિદ્યાભ્યાસ માટે સારી સંસ્થા-શાળા પ્રાપ્તિથી સ્થળાંતર થાય પરંતુ કારકિર્દીથી પ્રગતિ થાય.

 

* સ્ત્રી વર્ગને સ્તનમાં, છાતીમાં, ફેફસામાં દર્દપીડાથી સંભાળવું પડે. તે સિવાય ધર્મકાર્ય થાય. પતિ, સંતાન, પરિવારથી આનંદ રહે.

 

* વિદ્યાર્થીએ વર્ષારંભે મિત્રવર્ગના કારણે ભણવામાં એકગ્રતા જળવાય નહીં. પારિવારીક ચિંતા રહે. વર્ષાંતે રાહત થતી જણાય.

 

સુપ્રભાતમ્

- સંિહના તીણા નખના પંજાથી છૂટી ગયેલાં અને લોહીથી રાતાં થઈ ગયેલાં મોતીને પાકાં બોર જાણીને ભીલડીએ લઈ લીધા પછી તેને સરોવરમાં ધોતાં સફેદ મોતી જાણી લીધાં પછી (ખાવા માટે નકામા જાણીને) જંગલમાં જ ફેંકી દીધાં !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છેવટે છગને પોતાની પ્રેમિકા લીલીને ફોન પર કહ્યું, ''હવે આજ પછી હું તારી સોસાયટીમાં આંટા મારવા નહીં આવું.''
''કેમ?'' લીલી બોલી, ''શું થયું? કોઇએ ધમકાવ્યો તને?''
''ના, બસ, હવે મારી સોસાયટીમાં જ સેટીંગ થઇ ગયું...'' છગને જવાબ આપ્યો.

[Top]
 

આજ ની રેસીપી

મન મોંહી લે તેવી દહીંની વાનગીઓ

બકાલા રાઈસ (કન્નડ ડિશ)

 

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ ચોખા, ૧ મોટી કાકડી, ૮-૧૦ નંગ લીલી સીડલેસ (બી વગરની), દ્રાક્ષ, એક ઈંચ આદુનો ટુકડો, એક નંગ કાચી કેરી, એક ચપટી સાકર, અડધો કિલો દહીં, ૧૦૦ ગ્રામ મેંદાની ઝીણી સેવ (વર્મીસેલી), મીઠું સ્વાદ પ્રમાણે.

 

રીત ઃ સૌ પ્રથમ ભાત બનાવી લેવા પાણી જરા વધારે નાખવું. તેથી ભાત જરા નરમ રહે. છૂટા ન કરવા. મેંદાની સેવ પણ બાફી લેવી. ત્યાર પછી કાકડી કેરીના ઝીણા ટુકડા કરી ભાતમાં નાખી ખૂબ મિક્સ કરવા. ઉપરથી દહીં નાખી ભાતને ખૂબ જ મિક્સ કરવા. ભાતનો દાણો દેખાય નહીં તેમ મિક્સ કરવા. તેમાં જોઈતા પ્રમાણમાં મીઠું તથા ચપટી સાકર નાખવી. તેની ઉપર બાફેલી સેવ તથા કોથમીર અને જોઈએ તો લીલા મરચાંના ટુકડા પાથરો. શણગારવું તેમ જ ઉપરથી ઘીમાં જીરાનો વધારો કરવો. (વઘાર જરૂરી નથી.) આ વાનગી ગરમીની સીઝનમાં ખૂબ જ ઠંડક આપે છે તેમ જ થાક ઉતારી નાખે છે.

 

[Top]
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved