Last Update : 30-August-2012,Thursday

 

ભાજપનું પગલું રાજકીય બ્લેકમેલીંગ
સંસદ ઠપ્પ રહેતાં ૧૦૧ બીલો અટવાયાં, ફીકસીંગની દહેશત

 

- ભ્રષ્ટાચારના મુદ્દાને ભાજપ શેરીઓમાં લઈ જવા માગે છે, પરંતુ પ્રજા નારાજ

 

સરકાર અને ભાજપ બંને મક્કમ રહેતા કોલસા કૌભાંડનો મામલો વધુ ગુંચવાયો છે. ભાજપ પાસે જેટલા પ્રશ્નો છે તેનાથી બમણા જવાબો સરકાર પાસે છે. એનડીએના સાથી પક્ષો ભાજપનો સંસદ બહિષ્કારની વાત સાથે સંમત નથી તો બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ ભાજપના પગલાંને રાજકીય બ્લેકમેલ સાથે સરખાવી રહ્યા છે. બંને પક્ષ તેમની રજૂઆત મક્કમ રીતે કરી રહ્યા છે. એક કહે છે કે કૌભાંડ થયું છે તો બીજો કહે છે કે કૌભાંડ નથી થયું. વિરોધ પક્ષોએ સંસદને બાનમાં રાખી છે એવા આક્ષેપ થાય છે તો સામે છેડે વિપક્ષ તેને પોતાનો હક સમજે છે.
આ બંને વચ્ચેની હુંસા-તુંશીથી પ્રજા પણ હવે થાકી હોય એમ દેખાઈ આવે છે. ડાબેરી પક્ષના નેતા સીતારામ યેચુરી તો સંસદ ઠપ્પ થવાની ઘટનાને કોંગ્રેસ-ભાજપના ફીકસીંગ સાથે સરખાવે છે.
જો આવું ફીકસીંગ હકીકતે હોય તો દેશના બંને મુખ્ય પક્ષો પ્રજાને મૂરખ બનાવી રહ્યા છે એમ કહી શકાય. કહે છે કે સંસદમાં કામગીરી નહીં ચાલવા દઈને આ બંને મુખ્ય પક્ષો કૌભાંડના ધૂમાડાને ઠારી દેવા માગે છે. પ્રશ્ન એ થાય છે કે શું સંસદમાં આવું ફીકસીંગ શક્ય છે ખરું ?? આવું ફીકસીંગ કરીને સરકારને શું મળે કે વિપક્ષ એવા ભાજપને શું મળે? રાજકીય વર્તુળો એમ કહે છે કે કોલસા કૌભાંડમાં આ બંને પક્ષના હાથ કાળા છે. ઈન્ડિયા અગેન્સટ કરપ્શન ફેઈમ અરવિંદ કેજરીવાલ તો શરૃઆતથી જ બંને મુખ્ય પક્ષોને 'ચોર' કહી રહ્યા છે.
આટલો લાંબો સમય સંસદ ચાલવા ના દેવાય તે અંગે ઉહાપોહ થઈ રહ્યો છે. કોંગ્રેસની કમનસીબી એ છે કે રાજ્યસભામાં તેની પાસે બહુમતી નથી એટલે એનડીએ ઘણાં કામો અટકાવી શકે એમ છે.
હાલના સત્રમાં સરકારે ૩૦ બીલો રજૂ કરવાનો પ્લાન કર્યો હતો. પરંતુ સત્રની શરૃઆત જ કોલસાના કાળા ધૂમાડાથી થઈ હતી. અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે વડાપ્રધાને કોલસા કૌભાંડ અંગે તેમનું નિવેદન આપ્યું ત્યારે વિરોધ પક્ષોના ઉહાપોહ વચ્ચે તે સ્પષ્ટ સાંભળી શકાયું પણ નહોતું. સરકાર જ્યારે કૌભાંડ અંગે ચર્ચા કરવા તૈયાર હતી ત્યારે વિપક્ષ વોકઆઉટ કરી જતો હતો.
વિરોધપક્ષ ખાસ કરીને ભાજપ તેની સંસદીય જવાબદારીમાંથી છટકી રહ્યો છે. સંસદનો બહિષ્કાર કરવો તેના બદલે સંસદમાં જ ચર્ચા કરીને સત્તાધારી પક્ષને ચિત્ત કરવો જોઈએ એમ લોકોનું માનવું છે. સરકાર જે ૩૦ બીલો સંસદમાં રજૂ કરવા માગે છે તે બધા લોકભોગ્ય બીલો છે.
નાણાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા બીલોમાં ઈન્સ્યોરન્સ અને પેન્સન બીલનો સમાવેશ થાય છે. એવી જ રીતે કંપની બીલ અને લેન્ડ એકવીઝીશન બીલ પણ મહત્વના છે. એકવીઝીશન બીલના કારણે ઉદ્યોગ શરૃ કરવા વગેરે માટે નવી આચાર-સંહિતા મળી શકે એમ હતી.
કંપની બીલ ૫૫ વર્ષ જૂનું છે. તેની જગ્યાએ નવું કંપની બીલ લાવીને સરકાર શેર ગ્રાહકોને વધુ હકો આપવા ઈચ્છે છે.
ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન (FCRA) બીલને પણ સરકાર ચાલુ સત્રમાં લાવવા વિચારતી હતી પરંતુ તૃણમુલ કોંગ્રેસના મમતા બેનરજીએ તેનો વિરોધ કર્યો હતો. આ બીલના કારણે કોમોડીટી માર્કેટમાં ફેરફાર લાવી શકાય એમ છે.
૨૦૧૦ના શિયાળુ સત્રમાં 2-G સ્પેકટ્રમ ફાળવણી અંગેનો કેગ રીપોર્ટ આવ્યો ત્યારે કોલસા કૌભાંડના રીપોર્ટ જેવો જ ઉહાપોહ થયો હતો. સંસદ સત્રમાં વિરોધના કારણે ઘણાં બીલો, એમેન્ડમેન્ટ બીલો અટવાયા છે. ૨૦૧૨ના બજેટ સત્રમાં સંસદમાં ૯૬ બીલો પેન્ડીંગ હતા આજે તે સંખ્યા ૧૦૧ પર પહોંચી ગઈ છે.
આમ તો, વિરોધ પક્ષને સંસદમાં રજૂઆતનો બંધારણીય હક છે પરંતુ સંસદ ચાલવા નહીં દઈને વિપક્ષ હવે આ પેન્ડીંગ બીલોના ભાવિ પર પણ પ્રશ્નાર્થ લગાવીને બેઠું છે.૧૩મી લોકસભા એટલે કે ૧૯૯૯થી ૨૦૦૪ સુધી જ્યારે ભાજપના નેતૃત્ત્વવાળી એનડીએ સરકાર હતી ત્યારે કોંગ્રેસે પણ ઘણી કામગીરીમાં વિરોધ નોંધાવીને સંસદના કલાકો બગાડયા હતા. આમ હવે કોંગ્રેસ સત્તા પર છે ત્યારે તે ભાજપનો વાંક કાઢે છે. આમ બંને મુખ્ય પક્ષો સંસદમાં અવરોધો ઉભા કરવામાં નિષ્ણાત છે.
સંસદમાં ૧૦૧ બીલો પેન્ડીંગ હોય અને સૌથી મોટો વિરોધ પક્ષ ભાજપ અક્કડ વલણ બતાવીને સંસદ ચાલવાજ ના દે તો દેશના ઘણાં કામો અટવાઈ જાય એમ છે. વડાપ્રધાન મનમોહનસિંહ વિદેશ પ્રવાસે છે. આ ચાર દિવસ દરમ્યાન વિપક્ષ સમાધાન કરે છે કે કેમ તે જોવાનું રહ્યું. ભાજપ હવે કોલસા કૌભાંડને સંસદ પરથી શેરીમાં લઈ જવા માગે છે. દેશભરમાં તે વિરોધ કરવાનો પ્લાન કરે છે. પરંતુ પ્રજામાં સ્પષ્ટ સૂર છે કે ભાજપે સંસદ ચાલવા દેવી જોઈએ અને કોઈ વિરોધ ઉભો ના કરવો જોઈએ.
પ્રજાને ઘણીવાર એમ લાગે છે કે ક્રિકેટ મેચ ફીકસીંગ જેવું સંસદ બહિષ્કારનું તો ફીકસીંગ નહીં હોય ને!! સીતારામ યેચુરી સાચા હોય એમ લાગી રહ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 

 

 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved