Last Update : 30-August-2012,Thursday

 
''ચોર ચોર! પકડો પકડો!'' કરીને ખુદ ચોર જ દેકારો મચાવી રહ્યો છે
- કેગનો રિપોર્ટ ન હોત તો પણ ભાજપ હોબાળો મચાવીને સંસદનું કામકાજ નહીં થવા દઈને આપણા જનતાના અબજો રૃપિયાને વેડફી નાંખવાનું કામ કરવાનો જ હતો (કોના...)
- બોફોર્સ, કોમન વેલ્થ ગેઈમ્સ, ટુ-જી સ્કામ, વગેરેના નામે પણ વર્ષોથી ભાજપ આ જ રીતે જનતાના રૃપિયાને વેડફવાનું કામ કરે છે (કોના....)
- ભાજપના હંગામાના કારણે દેશ બદનામ થાય છે

કોઇપણ સારું કામ થવા ન દેવું એવો ભાજપે છેલ્લા છ વર્ષથી પોતાનો સિધ્ધાંત બનાવી દીધો છે... પછી એ સંસદ ચાલવા દેવાની હોય કે ''ઘરનું ઘર'' મકાન માટેની ફોર્મ વહેંચણી હોય!
સંસદમાં દેકારા પડકારા કરીને સંસદ પણ ચલાવવા ન દેવી... એને ભાજપ લોકશાહી માનતો હોય એમ લાગે છે.
ભાજપના વડીલ નેતા આડવાણીએ જ ૨૦૦૯માં લોકસભાની ચૂંટણી હાર્યા પછી જાહેર કરેલું કે, અમે સંસદ ચાલવા નહીં દઇએ.
અને એમણે એટલે આડવાણી અને ભાજપે ૨૦૦૯ પછી, એમ જ કરી દેખાડયું છે... ''પ્રાણ જાય પણ વચન ન જાય...''
આજના ઝડપી જમાનામાં પાંચ વર્ષ ઘણા લાંબા ગણાય. ખાસ કરીને ભાજપને આ પાંચ વર્ષનો ગાળો ઘણો લાંબો લાગે છે. હવે પછીની ચૂંટણીની રાહ જોવાનું કામ ભાજપ માટે દોહ્યલું લાગે છે. એટલે ભાજપે હારી ગયા પછી બીજા જ દિવસથી ''ચોર ચોર! પકડો પકડો!''ની બૂમાબૂમ કરીને સરકારનું અથવા ચિદમ્બરમ્ જેવા કે બીજા કોઇ પ્રધાનનું રાજીનામુ માંગવાનું રટણ લઇને મચી પડે છે. એના બહાને ક્યારેક સંસદમાં હંગામો, ક્યારેક રસ્તા પર હંગામો, ક્યારેક સરઘસ, ક્યારેક ચક્કા જામ! ભાજપનો આ પર્યાય બની ગયા છે.
ભાજપના એ હંગામા એને મન ભલે રાજકારણ હોય, પણ જનતા ભાજપને એ માટે ધિક્કારે છે કારણ કે ભાજપના એ હંગામાના કારણે આપણા જનતાના અબજો રૃપિયા વેડફાઇ છે. આપણે પરસેવો પાડીને કરેલી કમાણીમાંથી કરવેરા પેટે રૃપિયા ભરીએ છીએ એટલે સરકાર ચાલે છે, ચૂંટણીઓ થાય છે, સંસદ ચાલે છે. એ સંસદનું કામકાજ ભાજપ ચાલવા ન દે એટલે એક દિવસ, એક કલાક, એક મિનિટનું હજારો રૃપિયાનું નુકસાન કરે છે.
૧૯૮૪માં ચૂંટણીઓ (લોકસભાની) થએલી એમાં કોંગ્રેસને અભૂતપૂર્વ સફળતા મળેલી... નેહરૃના વખતમાં પણ નહીં મળેલી એટલી!
લોકસભાની ૫૪૨ બેઠકોમાંથી કોંગ્રેસે ૪૧૧ જીતેલી. પક્ષના નેતા ત્યારે રાજીવ ગાંધી હતા. ત્યારે કોંગ્રેસને લાગેલું નહીં. પણ વિરોધ પક્ષો ભાજપ, જનતા દળ, વગેરેને પણ લાગેલું કે ''આ નવા નિશાળીયા જેવો બાળક હવે પછીના ૨૦-૩૦ વર્ષ સુધી એક પણ વિરોધ પક્ષને સત્તામાં આવવા નહીં દે!''
એ વખતે રાજીવે જેમને નાણાપ્રધાન બનાવેલા એ વી.પી. સિંહને ૧૯૮૭માં સંરક્ષણ પ્રધાન બનાવ્યા. એ વખતે એમને બોફોર્સ તોપોની ખરીદીમાં કહેવાતા ગોટાળાની શંકા ગઇ. શંકાને એમણે સત્ય, હકીકતનું રૃપ આપીને સીધા વડાપ્રધાનને નિશાન બનાવીને આરોપ લગાવ્યો કે તોપો ખરીદી એમાં સ્વીડનની બોફોર્સ કંપની પાસેથી રાજીવ ગાંધીએ કમીશન ખાધું છે!
વી.પી. સિંહનો ત્યારે કોઇ પોતાનો પક્ષ નહોતો. સંઘે એ તક ઝડપી લીધી અને જેમ સંઘે હમણાં રામદેવ અને અણ્ણા હઝારેને ખભા ઉપર બેસાડેલા એમ વી.પી. સિંહને સંઘે ખભે બેસાડીને આખા દેશમાં ફેરવેલા. (સંઘ આમ પારકા પીંછા ખોસીને મોરલો બનવાની ટેવ છોડી શકતો નથી. એમાં સંઘ જ મૂર્ખ બને છે. પેલા એનો ઉપયોગ કરીને સંઘને છેવટે પડતો મૂકે છે) એટલે વી.પી. સિંહે સ્પષ્ટતા કરીને ફોડ પાડેલો કે એ હિન્દુત્વમાં નથી માનતા પણ ડાબેરી વિચારસરણીમાં માને છે. એ પછી વી.પી. સિંહે પોતાનો અલગ પક્ષ પણ બનાવેલો.
વી.પી. સિંહની છાપ સારી હતી. એ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન રહી ચુકેલા, કેન્દ્રમાં રાજીવે નાણાપ્રધાન અને પછી સંરક્ષણ પ્રધાન બનાવેલા. એટલે એમની વાત ઉપર દરેકને વિશ્વાસ બેસે એ સ્વાભાવિક હતું.
એમની પડખે બધા જ વિરોધ પક્ષો, અમુક ટી.વી. ચેનલો અને લાંબુ નહિ વિચનારનાર સામાન્ય જનતા ઊભા રહી ગયા. પણ બોફોર્સ અંગેની બીજી કોઇ દસ્તાવેજી વિગતો એ આપી શક્યા નહીં. બોફોર્સનું પૂંછડું પછી ભાજપે અને ખાસ કરીને આડવાણીએ પકડયું... તે હજી નથી છોડતા. પેલી તોપો બનાવનાર બોફોર્સ કંપની પણ બંધ થઇ ગઇ, બોફોર્સ તોપો નકામી છે... એવો ભાજપ પ્રચાર કરતો હતો એમાં પણ પાકિસ્તાની સામેની લડાઇ વખતે ભાજપ ખોટું પડયું.
પણ ત્યારે વી.પી. સિંહે, ભાજપે અને સંઘે ''રાજીવ ચોર છે, ચોર છે'' કરીને દેકારો મચાવ્યો. રાજીવ બદનામ થઇ ગયા. પરિણામે ૧૯૮૯માં થએલી ચૂંટણીમાં કોંગ્રેસને ૫૪૫માંથી ૧૯૭ બેઠક જ લોકસભામાં મળી.
અને વી.પી. સિંહ વડાપ્રધાન બની ગયા.
પણ હજી સુધી, એ વાતને ૩૦ વર્ષ થઇ ગયા છતાં આ પ્રશ્નોના જવાબ નથી મળતા... બોફોર્સ કંપનીએ શું ખરેખર કોઇને કમીશન આપેલું? આપેલું, તો કોને આપેલું? આપણી સરકારોએ એટલે કે વી.પી. સિંહની અને ભાજપની આડવાણીની સરકારો સત્તામાં રહી અને આડવાણીએ તો સીબીઆઇનો સ્વીડનમાં અડ્ડો જ ઊભો કરાવેલો તો પણ, સ્વીડીશ સરકાર અને સ્વીટ્ઝરલેન્ડની બેન્કોમાં તપાસ કરી, ઈન્ટરપોલનો પણ આડવાણીએ ઉપયોગ કર્યો... પણ કમીશન કે કટકી લીધાની સહેજ પણ સાબિતી મળી નહીં.
એવામાં ૧૯૮૭માં એક રેડિયો પ્રસારણમાં સ્વીડીશ ઓડિટે બોફોર્સ કંપનીના ખાતામાં એક રકમ સામે કમીશન અપાયાનું જણાયું. એ સમાચાર ત્યાંના છાપામાં પ્રગટ થયા. રેડિયો કોણે સાંભળ્યો, સમાચાર કોણે વાંચ્યા, વગેરેની ચકાસણી કર્યા વિના આડવાણી અને ભાજપ ફરી તૂટી પડયા.
''ચોર-ચોર'' કરીને દેકારો કરવાની ભાજપે આવી લુચ્ચાઇ આ અગાઉ પણ કરેલી. ૧૯૭૫ની ચૂંટણીમાં વડાપ્રધાન ઈંદિરા ગાંધીની ચૂંટણીને નીચલી કોર્ટે કેટલીક ટેકનીકલ બાબતોના આધારે ગેરલાયક ઠરાવેલી.
ઈંદિરાએ એ ચુકાદાની વિરૃધ્ધમાં સુપ્રિમ કોર્ટમાં અપીલ પણ કરેલી અને સુપ્રિમ કોર્ટે ''સ્ટે'' પણ જાહેર કરી દીધેલો.
ત્યારે પણ ભાજપે ઈંદિરા ગાંધીના રાજીનામાની માંગણી કરેલી અને દેશમાં સંપૂર્ણ ક્રાંતિની વાત કરેલી. જયપ્રકાશ નારાયણને ત્યારે સંઘે અને ભાજપે ખભે બેસાડયા અને લશ્કર, પોલિસ અને સરકારી નોકરીયાતોને સરકારના હુકમ નહીં માવાનો આદેશ આપ્યો.
પરિણામે ઈંદિરા ગાંધીએ ઈમરજન્સી લાદી. વાત વાત પર રાઇનો પહાડ કરવાની ભાજપની આ નીતિ જ છે જેને એ લોકશાહી કહે છે.
ભાજપની આ નીતિના કારણે છેલ્લા ચાર વર્ષના આપણા જનતાના ખર્વો રૃપિયા એળે ગયા છે. કેન્દ્ર સરકાર જેવી છે તેવી પણ કામ કરી શકતી નથી. દેશના અને જનતાના ઉપયોગી, લાભના ડઝનબંધ ખરડાઓ ધૂળ ખાય છે.
આવું જ કોમન વેલ્થ ગેઈમ્સની બાબતમાં તથા ટુ-જી સ્કામની બાબતમાં ભાજપે કર્યું અને કરાવ્યું. સરકાર હંમેશા ''ડીફેન્સ'' (રક્ષણાત્મક) સ્થિતિમાં રહી છે... જરૃરી નથી છતાં! હવે ઈંદિરાએ બાજી હાથમાં લઇને આક્રમક બનવાની છૂટ આપી છે. પણ એને એ આવડતું નથી. ન જ આવડે. કારણ કે સારો સારપ છોડી શકતો નથી.
ગુણવંત છો. શાહ

 

ઉપયોગ કરો અને સાચવી રાખો
શરીરને સુંદરતા આપનાર નારંગીનો રસ
શરીરની સુંદરતા માટે સેંકડો પ્રકારના અને હજારો રૃપિયાની કિંમતના સાધનો પાછળ ખર્ચ કરવાના બદલે કુદરતી ફળ નારંગીના રસનો એક મોટો ગ્લાસ દરરોજ પીવાનું રાખો તો શરીરને સુંદરતા મળવા સાથે તાજગી અને સ્ફુર્તિ પણ મળી રહેશે.
બ્યુટીશનો અને તંદુરસ્તી માટેના નિષ્ણાતોનો મત એવો થવા લાગ્યો છે કે નારંગીનો રસ શરીરની ચામડી ઉપરાંત નખ, વાળ વગેરે બધાની સુંદરતા વધારે છે. સૂરજની ગરમીથી ચામડીને થતા નુકસાનને પણ એ ઓછું કરે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે નારંગીના રસમાં વિટામીન સી, પોટેશીયમ અને ફોલિક એસીડ હોય છે જે શરીરની સુંદરતા વધારનારા છે. એમાંનું વિટામીન સી કોલાજેમ અને એ સાથે એમાં રહેલા લુટીનના ઉત્પાદન માટે અનિવાર્ય છે. લુટીન બહુ જ પૌષ્ટિક છે. નારંગીના ૨૦૦ મીલીલીટર રસમાં ૬૦ મીલીગ્રામ વિટામીન સી હોય છે.

સ્પેકટ્રમ
રાજેશ ખન્ના વિષે નહીં જાણીતી કેટલીક વાતો
૧. જેમ કેટલાક નહીં પણ બધા જ રાજકારણીઓ જ્યોતિષને કન્સલ્ટ કરતા હોય છે એમ ફિલ્મી બધા સિતારાઓ જ્યોતિષમાં માનતા હોય છે. રાજેશ ખન્ના પણ જ્યોતિષમાં ખૂબ માનતો હતો. અમદાવાદના જાણીતા જ્યોતિષી અને ''ગુજરાત સમાચાર''ના લેખક સ્વ. રઘુવીર વ્યાસને પણ એમણે ઘરે બોલાવેલા. એ વર્ષો રાજેશ ખન્નાના ટોચના વર્ષો હતા. રઘુવીર વ્યાસને એણે પાંચ જ મિનિટનો સમય ફાળવેલો પણ કોણ જાણે રઘુવીર વ્યાસે એનું એવું કોઈ ભવિષ્ય ભાખેલું કે એણે રઘુવીરભાઈને બે કલાક સુધી જવા નહોતા દીધા.
જો કે રાજેશ ખન્ના પણ જ્યોતિષ જાણતો હતો અને જ્યોતિષીયો સાથે કલાકો સધી ચર્ચાઓ કરતો હતો.
૨. રાજેશ ખન્નાએ પોતાની પુત્રી ટ્વીન્કલ ખન્નાના પુત્ર આરવની જન્મ કુંડળીનો અભ્યાસ કરીને ભવિષ્ય કથન કર્યું છે કે, એ પણ સુપરસ્ટાર થશે.
૩. શોપીંગ માટે આખી દુનિયામાં એને સાનફ્રાન્સીસકો સૌથી વધુ પસંદ હતું. એ ત્યાં જઈને ખૂબ ખરીદી કરતો હતો.
૪. શરાબમાં રાજેશ ખન્નાને જ્હોની વોકર, રેડલેબલ દરરોજ સાંજે પીવા જોઈતો હતો. એમાં એ સોડા નહોતો ભેળવતો પણ પાણી ભેળવતો. શરાબ પીતી વખતે એ કશું ''મંચીંગ'' કરતો નહીં.
૫. એ સારો ''કૂક'' પણ હતો. એણે બનાવેલી તડકા દાળ તો આંગળા ચાટી જઈએ એવી બનતી.
૬. જમાઈ અક્ષયકુમાર સાથે એને ઘનિષ્ટ સંબંધ હતો. એ અક્ષયકુમારને ''બડ્ડી'' તરીકે બોલાવતો. પત્ની ડિમ્પલને એ ડિમ્પી કહીને બોલાવતો, ટવીન્કલને ટીના બાબા અને રિન્કીને રીન્કા બાબા કહીને બોલાવતો.
૭. એની ફિલ્મોના સેંકડો ગાયનોમાંથી એ હંમેશા ''ઝિન્દગી એક સફર હૈ સુહાના'' ગણગણતો.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved