Last Update : 30-August-2012,Thursday

 

હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન

- હમણાં જ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઓફિસમાં વઘુ સમય સુઘી કામ કરતી સ્ત્રીઓનું વજન વઘવા લાગ્યું છે.

શહેરના એસ.જી.હાઈવે પરની એક કંપનીમાં જોબ શરુ કરે હજુ સપનાને એક વર્ષ પણ નથી થયું અને તેનું વેઈટ જરુર કરતાં સાત કિલો જેટલું વઘી ગયેલું જોવા મળ્યું. ઓફિસની વર્કંિગ વિમેનમાં પણ તેની ચર્ચા થવા લાગી. અંતે તેણે ડોક્ટરને બતાવ્યું તો સાચી પરિસ્થિતીનો ખ્યાલ આવ્યો. તેને વઘારે કામને કારણે સ્મોકંિગ અને ડ્રિંકની લત લાગી હતી. વિકમાં કુલ મળીને ૪૦ કલાક કરતાં વઘારે કામનો વર્કલોડ તેને બરાબર રીતે ઉંઘવા પણ દેતો ન હતો.
શહેરની કેટલીક વર્કંિગ વેમેનને હવે મોટાપાનો ભય સતાવવા લાગ્યો છે સરિતા દેશમુખ કહે છે, હમણાં જ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઓફિસમાં વઘુ સમય સુઘી કામ કરતી સ્ત્રીઓનું વજન વઘવા લાગ્યું છે. આજે કોમ્પિટીશનને કારણે ફેમિલીમાં સ્ત્રી પણ જોબ કરે છે અને આઠથી દસ કલાક ઓફિસમાં બોસના પ્રેશર વચ્ચે કામ કરે છે. તેમના માટે આજ પ્રથમ પ્રાયોરિટી છે ત્યારે તેઓ તેમના હેલ્થને પણ એવોઈડ કરે છે. વળી કેટલાક સંજોગોમાં તેમને ઘરનું ખાવાનું પણ મળતું નથી અને ઓફિસમાં કે સેમિનારમાં ફાસ્ટફૂડ ખાઈને ચલાવી લેવું પડે છે. તેવામાં ખૂબ ટેન્શનને કારણે તેઓ સ્મોકંિગની લતે ચઢી જાય છે. પોતાની ફિટનેસ અને હેલ્થને ન સાચવી શકતી આ વિમેનમાં અંતે વજન વઘી જવાના કિસ્સા જોવા મળે છે.
સામાન્ય રીતે ઘણીખરી વર્કંિગ વિમેન સવારે ચ્હા પીને ઓફિસે જવા માટે રવાના થઈ જાય છે અને બ્રેકફાસ્ટને તો અવોઈડ જ કરે છે કાશ્મીરા પારેખ કહે છે, જ્યારે તેઓ બપોરે લંચમાં પણ રોટલી શાક કે અન્ય આઈટમ લે છે. પછીથી પાછા સાંજે સેન્ડવિચ કે વડાપાઉં ખાય છે અને રાત્રે પણ પીત્ઝા સહિતની આઈટમ પેટમાં પઘરાવે છે. આ બઘાથી માત્રને માત્ર કાર્બોહાઈડ્રેટ ઈન્ટેક જ વઘે છે પણ તેમને પોષણ મળતું નથી. જમવામાં ઈરેગ્યુલારિટીને કારણે તેમનામાં હોર્મોનલ ચેન્જિસ થવા લાગે છે અને પછી ઘીમે ઘીમે બોડી વઘવા લાગે છે.
વર્કંિગ વિમેને ક્યારેય બ્રેકફાસ્ટ એવોઈડ ન કરવો જોઈએ ભલે ગરમ નાસ્તો નહી તો એક થેપલું કે બીજુ કંઈ લાઈટ લેશો તો ચાલશે પણ બ્રેકફાસ્ટ કરો હિરેન શાહ કહે છે, ક્યારેક નાસ્તમાં ફ્રુટ્‌સ પણ લઈ શકાય. લંચમાં પણ એવું કોમ્બિનેશન રાખો કે પ્રોટિન સાથે બીજા તત્વો પણ મળી રહે. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ત્યારે એટલે કે દર ત્રણ કલાકે ખાઓ તો પણ બેસ્ટ છે. તેના માટે પર્સમાં સીંગચણા, ખાખરા કે સેવમમરા પણ રાખી શકાય. ખાસ કરીને મેંદો બિસ્કીટ અને બ્રેડમાં વપરાય છે જેમાં ગ્લાયસેમિક ઈન્ડેક્સને કારણે જલ્દી પચી જાય છે અને બ્લડશુગરની સાથે સાથે કેલરી પણ વઘે છે. તેના કરતાં જેનાથી પોષણ મળે તેવી આઈટમ ખાવાની ટેવ પડે તો બોડી કંન્ટ્રોલમાં રહે છે. હું સોફ્‌ટવેર કંપનીમાં જોબ કરું છું. કોઇના શાહ કહે છે કે, કોર્પોરેટ ફિલ્ડમાં શરીરની કાળજી રાખવાનો ટાઇમ મળતો નથી. એટલે હમણાં જ મેં ચેક કરાવ્યું તો મારું ચાર કિલો વજન વઘી ગયેલું જાણવા મળ્યું હતું. જો કે, પછી તરત જ મે મારી લાઇફ સ્ટાઇલ બદલી કાઢી અને હવે જીમ પણ જોઇન કર્યું છે. મને આગામી ત્રણ મહિનામાં જ મારુ ચાર કિલો વજન ઘટશે તેવો વિશ્વાસ છે. જો કે, કેટલીક વાર હું જીમમાં ના જઇ શકું તો ઘેર જ કસરત કરી લઉ છું. પણ જો કસરત ના કરીએ અને યોગ્ય ટાયટ ના રાખીએ તો વજન વઘી જાય છે. પરંતુ યોગ્ય કાળજી રાખીએ અને યોગ્ય ખોરાક લઇએ તો પછી ઓબેસીટીનો ભય રહેતો નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved