Last Update : 30-August-2012,Thursday

 
દિલ્હીની વાત
 
જજમેન્ટ-ડે
બુધવારનો દિવસ ડૅ ઓફ જજમેન્ટ સમાન ગયો હતો. ત્રાસવાદી અજમલ કસાબને સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા કાયમ રાખી છે તો ૨૦૦૨માં ગુજરાતના હુલ્લડો દરમ્યાન નરોડા પાટી કેસમાં ૩૨ લોકોને સજા થઈ હતી. જેમાં નરેન્દ્ર મોદી સરકારના ભૂતપૂર્વ પ્રધાન માયા કોડનાની અને બજરંગ દળના ભૂતપૂર્વ નેતા બાબુ બજરંગીનો સમાવેશ થાય છે. આજે સવારથી જ ટીવી માધ્યમોમાં આ બંને ચુકાદા છવાયેલા રહ્યા હતા.
ન્યાયતંત્રમાં વિશ્વાસ
નરોડા પાટીયાના કેસ અંગેના ચુકાદા અંગે કાયદા પ્રધાન સલમાન ખુર્શીદે કહ્યું હતું કે ચુકાદાના કારણે લોકોને ન્યાયતંત્રમાં વિશ્વાસ વધશે. ખુરશીદે એમ પણ કહ્યું હતું કે જ્યારે પણ કોઈ અમાનવીય કૃત્ય થાય છે ત્યારે આવતા ચુકાદાના કારણે ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે. ભાજપે પણ કહ્યું હતું કે અમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે. બંને મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપે આ ચૂકાદાના મુદ્દે સામસામે કાદવ ઉછાળવાનું માંડી વાળ્યું હોય એમ લાગતું હતું.
કસાબને ફાંસી ક્યારે?
૨૬/૧૧ના મુંબઈ પરના ત્રાસવાદી હુમલામાં સંડોવાયેલ ત્રાસવાદી અજમલ કસાબને ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે કાયમ રાખી હતી. ૧૬૬ લોકોના હત્યારા સામેની ફાંસી હવે નિશ્ચિત બની ચૂકી છે. કસાબની ફાંસીનો ચૂકાદો તો આવી ગયો પણ હવે ફાંસી ક્યારે અપાશે તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. અફઝલ ગુરુ પણ ફાંસીની તારીખની રાહ જોઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ સમક્ષ દયાની પેન્ડીંગ અરજીઓનો નિકાલ બાકી છે ત્યારે કસાબને ફાંસીના માચડે ક્યારે લટકાવાશે તે પર સૌની નજર છે.
એન્ટોની બન્યા નંબર-ટુ
વડાપ્રધાન મનમોહનસિંહ ઈરાકના પ્રવાસે છે ત્યારે તેમની જગ્યાએ ત્રણ કેન્દ્રીય પ્રધાનો ચિદમ્બરમ્, એન્ટોની અને સુશીલકુમાર શિંદે કામ કરશે એમ જણાવાયું હતું પરંતુ સરકારી સૂત્રો જણાવે છે કે અરજન્ટ ફાઈલ એ.કે. એન્ટોનીને મોકલવામાં આવે છે. આ અગાઉ પ્રણવ મુખરજી હવાલો સંભાળતા હતા પરંતુ હવે તે રાષ્ટ્રપતિ બનતા એન્ટોની નંબર-ટુ બની ગયા છે. સંરક્ષણ પ્રધાન એન્ટોનીને નંબર-ટુની પોઝીશન મળતા એનસીપીના નેતા શરદ પવાર છંછેડાયા છે પરંતુ સોનિયા ગાંધીએ આવી ગોઠવણ કરી છે તે જાણતાં જ તેમણે કોઈ પ્રત્યાઘાત આપ્યા નહોતા.
રાહુલ-નવજોતની ભાગ્યે જ હાજરી
૧૫મી લોકસભાના ત્રીજા વર્ષમાં સંસદમાં ભાગ્યે જ હાજરી આપનારામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, જેડી(એસ)ના એચ.ડી. કુમારસ્વામી અને બીજેપીના અખિલેશ યાદવનો સમાવેશ થાય છે. આની વિરૃધ્ધમાં જોઈએ તો લોકસભામાં ૧૦૦ ટકા જેની હાજરી છે તેમાં એલ.કે. અડવાણી, નિર્મલ ખત્રી, પી.એલ. પુનીયા, જે.પી. અગ્રવાલ અને અન્ના ડીએમકેના સાંસદ એન. થમ્બીદુરાઈનો સમાવેશ થાય છે.
રાહુલ ગાંધી મે-૨૦૧૧થી મે ૨૦૧૨ દરમ્યાન સંસદના ૮૫ દિવસોમાં માત્ર ૨૪ દિવસ જ્યારે નવજોત સિધ્ધુ અને કુમારસ્વામી માત્ર ૧૬ દિવસ હાજર રહ્યા હતા.
રાયબરેલીમાં પણ વીજ ધાંધીયા
ફોર્બસ મેગેઝીને તાજેતરમાં વિશ્વના સૌથી વધુ શક્તિશાળી મહિલાઓમાં છઠ્ઠા ક્રમે સોનિયા ગાંધીને મુક્યા હતા પરંતુ તેમના સંસદીય મત વિસ્તાર રાય બરેલીમાં વીજ ધાંધીયા છે તે અંગે કોઈ ઉલ્લેખ થતો નથી. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે મંગળવારે એવા આદેશ આપ્યા હતા કે રાય બરેલી તેમજ રાહુલ ગાંધીના મત વિસ્તાર અમેઠીમાં ૨૪ કલાક વીજળી મળવી જોઈએ. સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવને સોનિયા ગાંધીએ વિનંતી કરતા આ બંને જિલ્લાઓને 'નો પાવર કટ-વીવીઆઈપી લીસ્ટ'માં સમાવવાનો નિર્ણય કરાયો છે. લોકસભામાં સોનિયા ગાંધી, મુલાયમસિંહને મળવા તેમની પાસે ગયા હતા અને રાયબરેલીમાં વીજ ધાંધીયા અંગે કંઈક કરવા જણાવ્યું હતું. મુલાયમસિંહે સંસદ પત્યા પછી તેમના પુત્ર અખિલેશને કહ્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના મત વિસ્તારમાં ૨૪ કલાક વીજળી આપો.
Share |
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved