Last Update : 30-August-2012,Thursday

 

બાબા રામદેવનો રાજકીય હેતુ સ્પષ્ટ છે
બદલાતી સ્થિતિ પ્રમાણે પ્લાન બદલાય છે

ઓનલાઇન - અરૃણ નહેરૃ
- જે પક્ષ ૧૫૦ બેઠકોથી વઘુ બેઠકો લાવશે તે સરકાર રચી શકશે. હાલમાં આ અંગે કશું કહેવું તે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવી સ્થિતિ સમાન છે.
- સ્વદેશી અને અને વિદેશી બ્લેકમની એ મુદ્દો નથી પરંતુ મુદ્દો એ છે કે શું કોઈ પક્ષ ભંડોળ વિના ચૂંટણી લડી શકે ખરો ?

 

રાષ્ટ્રપતિપદ અને ઉપ રાષ્ટ્રપતિપદની ચૂંટણી તેમજ અણ્ણા હજારેના આંદોલન બાબતે કોંગ્રેસે મનોવૈજ્ઞાનિક જીત મેળવી છે. જો કે વિરોધ પક્ષોએ પણ કાળા નાણાં સામે આંદોલન કરી રહેલા બાબા રામદેવને ટેકો આપીને કેટલાક ગોલ કરવામાં સફળતા મેળવી હતી. બાબા રામદેવને આરએસએસ/ ભાજપનો ટેકો છે તે બાબત હવે કોઈ શંકા નથી. આ ઉપરાંત શિવસેના / શિરોમણ અકાલીદળ / જેડી (યુ) સહિતનો એનડીએ પણ યોગગુરૂને ટેકો આપશે પરંતુ બીજેડી, ટીડીપી, બીએસપી, એસપી જ્યારે કાળા નાણાં બાબત ટેકો આપી રહ્યા છે ત્યારે રાજકીય ગેમ સાથે બદલાય એવી શક્યતા છે. બાબા રામદેવ કંઈ સંત નથી પરંતુ તેમનો રાજકીય હેતુ સ્પષ્ટ છે. જો તે તેમનો પ્લાન ગઈ વખતની જેમ ન બદલે તો મને આશ્ચર્ય થશે કેમ કે પાયાની વર્તમાન સ્થિતિના આધારે પ્લાન બદલ્યા કરવો તે તેમની આદત છે.
આ ગેમનો પ્રારંભિક રાઉન્ડ કોંગ્રેસ જીત્યું છે તો બીજો રાઉન્ડ વિરોધ પક્ષો જીત્યા છે. ઓલિમ્પિકની રેસલંિગની મેચ જોતા હોય એમ લાગે છે. ત્રીજા રાઉન્ડમાં શું થશે ? સારી વાત એ છે કે કોંગ્રેસે અને ભાજપ બંનેએ પોતાના સાથીઓને સાથે રાખીને કામ કર્યું છે. તો બીજી તરફ પ્રાદેશિક પક્ષો સાવચેતીભર્યું રમી રહ્યા છે. તેઓ ભવિષ્યના પગલાં વિચારીને લઈ રહ્યા છે મને લાગે છે કે બધાને ખબર છે કે વર્ષના અંતમાં આવી રહેલી ગુજરાતની ચૂંટણીઓ નિર્ણાયક બનશે. કંગ્રેસ અને ભાજપની ફરતે જોડાણો રચાઈ રહ્યા છે. પ્રાદેશિક નેતાઓને ટોચનો કોઈ હોદ્દો મળે એવા કોઈ ચાન્સ નથી. મેં અગાઉ પણ કહ્યું છે કે જે પક્ષ ૧૫૦ બેઠકોથી વઘુ બેઠકો લાવશે તે સરકાર રચી શકશે. હાલમાં આ અંગે કશું કહેવું તે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવી સ્થિતિ સમાન છે. હજુ ચિત્ર સ્પષ્ટ નથી એટલે આ તબક્કે કશું કહી શકાય નહીં.
૧૪ ઓગસ્ટે બાબા રામદેવે તેમનો પ્લાન બદલીને આંબેડકર સ્ટેડિયમ પર યુપીએ-૨ સરકાર સામે ઉશ્કેરણીજનક આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. તે અને તેમના ટેકેદારો ફરી લૂપાછૂપીનો ખેલ ખેલવાના હતા. પરંતુ પોલીસ તેમના પ્લાનને જાણતી હતી પરંતુ બાબાને તેમના ટેકેદારોને પોલીસે ફાવવા દીધા ન હતા શું આરએસએસને આવું જ જોઈતું હતું ? ગયા વર્ષે રામલીલા મેદાન ખાતે હંિસાએ દેખા દીધી હતી. બાબા રામદેવ તેમના ટેકેદારો પાછળ છૂપાઈ ગયા હતા અને સલવાર કમીઝ પહેરીને મહિલા ટેકેદારોની પાછળ છૂપાઈને સરકી જવા માગતા હતા. શું આપણે ભવિષ્યમાં આવી નેતાગીરી જોઈએ છે ?
શું કોઈ પણ સરકાર ટૂંકા ગાળા માટે આવો ઉહાપોહ ચાલવા દે ખરી ? બાબા રામદેવ જે જંગી આંકડાઓની માયાજાળ રચીને મોટું આર્થિક ચિત્ર બનાવી રહ્યા છે તેવું કોઈએ સાંભળ્યું છે ખરું ? કઈ રીતે નવીન પટનાયક, નીતિશકુમાર, ચંદ્રાબાબુ નાયડુ, એ.બી. પ્રધાન, મુલાયમસંિહ યાદવ અને માયાવતી બાબાને ટેક આપી રહ્યા છે સ્વદેશી અને અને વિદેશી બ્લેકમની એ મુદ્દો નથી પરંતુ મુદ્દો એ છે કે શું કોઈ પક્ષ ભંડોળ વિના ચૂંટણી લડી શકે ખરો ?
દરેક પક્ષ મતદારો બઘું જાણે છે એમ સમજે છે. જો બાબા રામદેવ તેમની પાસેના પૈસાનો કલર કેવો છે તે જાણતા હોય તો મને આશ્ચર્ય થશે અને શું તેમને કાયદાના શાસનમાં રસ છે ખરો ? આ એક રાજકીય ફાઇટ છે. જો ભાજપના નેતૃત્વવાળો વિપક્ષ ટીમ અણ્ણાને ટેકો આપતો હતો એમ શું યોગગુરૂને ટેકો આપશે તો આશ્ચર્ય થશે.
લંડન ઓલિમ્પિક્સનું સમાપન થઈ ગયું છે, પરંતુ ભારત માટે છ મેડલ જીતવા સાથે તે શરુઆતના તબક્કામાં છે. આપણે બૈજંિગમાં ત્રણ મેડલ જીત્યા હતા હવે રીઓ-ડી-જાનરો ખાતે ૨૦૧૬માં ૧૦થી ૧૫ મેડલ માટે અપેક્ષા રાખવામાં આવે છે.
એક મેડલ જીતવાની આશા રાખનારાઓનું વર્તન બદલાયું હતું હવે તમને છ મેડલથી પણ સંતોષ નથી. આપણે ગોલ્ડ મેડલ જીતવા માગતા હતા તે બાબતે આપણે ઉતાવળીયા છીએ જે ભવિષ્ય માટે સારી વાત છે. આપણા વિજેતા ચેમ્પિયનો માટે લાખો શબ્દો લખી શકાય છે.
આ વિજેતાઓમાં જેલોકો મેડલ જીત્યા અને જે લોકો ક્વોલીફાઇડ થાય તેમનો પણ સમાવેશ થવો જોઈએ.
સ્પોર્ટ્‌સ મંત્રાલય એ કંઈ બિનમહત્ત્વનો પોર્ટફોલિયો નથી, સ્પોર્ટ્‌સ પ્રધાને રમતગમત ક્ષેત્રે ઘણું કરવાનું બાકી છે. હવે ભવિષ્યની અપેક્ષાઓ સંતોષવા ઘણું કરવાનું છે આ બાબતે સમય ગુમાવવો પાલવે તેમ નથી.આપણે થોડા પ્રેક્ટિકલ થવાની જરૂર છે છેલ્લા ૨૦ વર્ષમાં ક્રિકેટનો વિકાસ કેવો થયો છે તે સમજવા જેવું છે. બિઝનેસ બાબતે પણ તે સફળ છે બીસીસીઆઇ પાસે પૂરતું ભંડોળ છે જેથી તે વર્તમાન અને ભવિષ્યની સંભાળ સારી રીતે રાખી શકે એમ છે. તેની પાસે તમામ સાધન- સવલતો અને વિશ્વસ્તરની સવલતો પણ ઉપલબ્ધ છે આવું જ બીજી સ્પોર્ટ્‌સ માટે હોય તે જરૂરી છે. સ્પોર્ટસ માટે માત્ર સરકારી ભંડોળ કે એસોસીએશન હોવા એ પૂરતું નથી કોમર્શિયલ સ્પોન્સરરો પણ હોવા જોઈએ આવા સ્પોન્સરરો મર્યાદિત હોવાનું નજરે પડે છે. બીજી તરફ બેડમંિગ્ટન, રેસ્ટલીંગ, બોક્સંિગ વગેરે લોકોનું ઘ્યાન ખેંચતી રમત બની છે.
તીરંદાજી અને શુટંિગ પણ લોકોના મનમાં વસી છે. આ વખતે ઘણાં લોકોએ આ ગેમ જોઈ હતી.
હોકી અને તિરંદાજીમાં આપણે પીછેહઠ કરી હતી આપણા ટેનિસ પ્લેયરો પણ થાકેલા લાગતા હતા તેમની એનર્જી ડામાડોળ લાગતી હતી. પસંદગી વખતથી જ તેમની આ સ્થિતિ હતી પરંતુ આ સમય નેગેટીવ બાબતોની ચર્ચા કરવાનો નથી તે પણ હકીકત છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 

 

 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved