Last Update : 30-August-2012,Thursday

 

સોંગાની બેકને હરાવીને આગેકૂચ
યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર

સેરેના અને ઈવાનોવિચના આસાન વિજય

ન્યુયોર્ક, તા. ૨૯
ડીફેન્ડીંગ ચેમ્પિયન યોકોવિચે યુએસ, ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશતા ઈટાલીના લોરેન્ઝીને સાવ આસાનીથી ૬-૧, ૬-૦, ૬-૧થી પરાજય આપ્યો હતો. યોકોવિચે માત્ર ૭૩ મિનિટમાં જ આ વિજય મેળવ્યો હતો. ૩૦ વર્ષીય લોરેન્ઝ હજુ સુધી એકપણ વખત ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની મેચ જીત્યો નથી. હવે યોકોવિચ બ્રાઝિલના ડયુત્રા સામે રમશે.
સર્બિયાના વર્લ્ડ નંબર બે યોકોવિચે કહ્યું હતું કે હું શક્ય એટલી ઝડપથી મેચ જીતવાના લક્ષ્ય સાથે ઉતર્યો હતો. જેમાં હું સફળ થતા ખુશ થયો હતો. અમેરિકાના રોડ્ડીકે તેના દેશના ક્વોલીફાયર ૨૧ વર્ષીય રહાન વિલિયમ્સને ૬-૩, ૬-૪, ૬-૪થી પરાજય આપ્યો હતો. રોડ્ડીક છેક ૨૦૦૩માં યુએસ ઓપનમાં ચેમ્પિયન બન્યો ત્યારે તેણે ટોપ સ્ટાર બનવાની સંભાવના સાથે ખૂબ આશા જગાવી હતી. રોડ્ડીક આવતીકાલે ૩૦ વર્ષ પૂરા કરશે. પાંચમાં ક્રમાંકિત ફ્રાંસના સોંગાએ તેની પ્રથમ રાઉન્ડની મેચમાં સ્લોવેકિયાના ક્વોલીફાયર બેકને ૬-૩, ૬-૧, ૭-૬થી પરાજય આપ્યો હતો.
સોંગા ગયા વર્ષે યુએસ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યો હતો. જે તેનો આ ટુર્નામેન્ટનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ છે. બર્ડીચે ગ્રોફીને, ગર્સિયાને મોનાકોને, અલમાગ્રોએ સ્ટેપાનેકને, રાઓનિકે જીરાલ્ડોને, વાંગે કાર્લોવિકને પરાજય આપીને આગેકૂચ કરી હતી.વિમેન્સમાં સેરેના વિલિયમ્સે બીજા રાઉન્ડમાં પ્રવેશતા અમેરિકાની જ વાન્ડેવેઘાને ૫૫ મિનિટમાં ૬-૧, ૬-૧થી હરાવી હતી. સેરેના વિમ્બલ્ડન અને તે પછી ઓલિમ્પિકમાં ચેમ્પિયન બનીને ઉતરી હોઈ આ વખતે ફેવરિટ મનાય છે. તે ૧૪ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી ચૂકી છે.જ્યારે ભુતપૂર્વ વર્લ્ડ નંબર વન ઈવાનોવીચે (સર્બિયા) પ્રથમ રાઉન્ડમાં યુક્રેનની સ્વીતોલીનાને ૬-૩, ૬-૨થી પરાજય આપ્યો હતો. હવે તે સ્વીડનની અવીર્ડસનની સામે રમશે.
ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન અને ૨૦૦૯ની યુએસ ઓપન રનર્સઅપના ડેન્માર્કની વોઝનિઆકીનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય થતા એક પ્રકારનો અપસેટ કહી શકાય. વર્લ્ડ નંબર ૯૬ બેગુએ હાલ નંબર આઠ ધરાવતી વોઝનીઆકીને ૬-૨, ૬-૨થી શિકસ્ત આપી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved