Last Update : 30-August-2012,Thursday

 
 

' મારી બેટિંગમાં હવે કોઇ સુધારો થઇ શકે તેમ નથી'
સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને હરાવીને તેનો ટેસ્ટમાં નંબર વનનો તાજ આંચકી લીધો હતો

 

હવે ભારતના પ્રવાસમાં કૂકને ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન બનાવાયો

લંડન,તા.૨૯
ઈંગ્લેન્ડના કેપ્ટન એન્ડ્રુ સ્ટ્રાઉસે પોતાના કંગાળ બેટિંગ ફોર્મથી કંટાળીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. ઈંગ્લેન્ડને ક્રિકેટમાં સફળતાના શિખરે પહોંચાડનારો ડાબોડી ઓપનર અને કુશળ કેપ્ટન સ્ટ્રાઉસ કેટલાક સમયના તેના બેટિંગ ફોર્મને કારણે પરેશાન હતો અને છેલ્લા થોડા સમયની વિચારણા બાદ તેણે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો હતો. સ્ટ્રાઉસે ઈંગ્લેન્ડ તરફથી ૧૦૦ ટેસ્ટ રમતાં ૭.૦૩૭ રન ફટકાર્યા હતા. તેણે ઈંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયા સામેના પ્રતિષ્ઠિત એશિઝ જંગમાં યાદગાર અને સિમાચિન્હરૃપ સફળતા અપાવી હતી. તેની કેપ્ટન્સી હેઠળ જ ઈંગ્લેન્ડ ટેસ્ટમાં નંબર વન બન્યું હતુ. જો કે તાજેતરમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને ૨-૦થી હરાવીને તેનો નંબર વનનો તાજ આંચકી લેતા સ્ટ્રાઉસ દબાણ હેઠળ આવ્યો હતો.
કંગાળ બેટિંગને કારણે નિવૃત્તિ લીધી
સાઉથ આફ્રિકામાં જન્મેલા સ્ટ્રાઉસની નિવૃત્તિ બાદ વન ડે ટીમના કેપ્ટન કૂકને ટેસ્ટની કમાન પણ સોંપવામાં આવી હતી. સ્ટ્રાઉસે જાહેરાત કરી હતી કે, છેલ્લા કેટલાક સપ્તાહની વિચારણાં બાદ મેં નિર્ણય લીધો છે કે કેપ્ટન્સી છોડી દેવી અને ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરવી. આ નિર્ણય ખુબ જ કપરો હતો પણ મને લાગે છે કે આ સ્થિતી જ મારા અને ઈંગ્લન્ડના ક્રિકેટના હિતમાં છે. ૩૫ વર્ષીય બેટ્સમેને એમ પણ કહ્યું કે, આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ મારૃ બેટિંગ ફોર્મ છે. હું છેલ્લા કેટલાક સમયથી લાંબી ઇનિંગ રમી શકતો નથી. મારી બેટિંગમાં કોઇ સુધારો થતો નથી. મને લાગે છે કે મેં મારી રેસ દોડી લીધી છે હવે ખસી જવાનો સમય છે.
પીટરસન સાથેનો વિવાદ કારણભૂત નથી
સ્ટ્રાઉસે પોતાની નિવૃત્તિ પાછળ પીટરસન સાથેનો વિવાદ જવાબદાર હોવાની અટકળો નકારી હતી. સાઉથ આફ્રિકા સામેની શ્રેણીની બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકામાં જન્મેલા ઈંગ્લિશ ક્રિકેટર પીટરસને સ્ટ્રાઉસ અને ફ્લાવરની ટીકા કરતાં મેસેજ સાઉથ આફ્રિકન ક્રિકેટરો ડી'વિલિયર્સ અને સ્ટેનને મોકલ્યા હતા. જેમાંના એક મેસેજમાં લખ્યું હતુ કે, સ્ટ્રાઉસને રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરીને આસાનીથી આઉટ કરી શકાય છે અને સ્ટેને તેમ કરતાં સ્ટ્રાઉસની વિકેટ ઝડપી હતી. જે અંગે ભારે વિવાદ સર્જાતા પીટરસનને પડતો મુકાયો હતો.
જો કે સ્ટ્રાઉસે જાહેરાત કરી હતી, પીટરસનનો વિવાદ પ્રકાશમાં આવ્યો તે પહેલા પોતાની નિવૃત્તિ અંગેની ચર્ચા કોચ ફ્લાવર સાથે કરી હતી.
સ્ટ્રાઉસના ૧૦૦ ટેસ્ટમાં ૭૦૩૭ રન
ઈંગ્લેન્ડ તરફથી સ્ટ્રાઉસે ૧૦૦ ટેસ્ટ રમતાં ૪૦.૯૧ રનની સરેરાશથી ૭૦૩૭ રન ફટકાર્યા હતા. તેણે ૫૦ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન તરીકેની કમાન સંભાળી હતી, જેમાંથી ૨૪માં તે વિજેતા બન્યો હતો. તેની કેપ્ટન્સી હેઠળ ઈંગ્લેન્ડ ટેસ્ટમાં નંબર વન ટીમ બની હતી. જો કે છેલ્લા કેટલાક સમયથી તેનો દેખાવ કથળ્યો હતો અને તેના કારણે તેણે નિવૃત્તિ જાહેર કરી હતી.
કેપ્ટન તરીકે કૂકની પ્રથમ ટેસ્ટ ભારતમાં
ઈંગ્લેન્ડના નવા કેપ્ટન કૂકનો સૌપ્રથમ ટેસ્ટ ભારતમાં થશે. નવેમ્બરમાં ઈંગ્લેન્ડની ટીમ ચાર ટેસ્ટ રમવા માટે ભારત પ્રવાસે આવવાની છે. સ્ટ્રાઉસને વિદાય આપતાં કૂકે કહ્યું કે, તેની સિધ્ધિઓ નોંધપાત્ર છે, અમે ભાગ્યશાળી છીએ કે અમનેતેની સાથેડ્રેસિંગ રૃમમાં રહેવાની તક મળી છે. પોતાના દેશ માટે ૧૦૦ ટેસ્ટ રમવી એ ગૌરવપ્રદ કહેવાય.

 

- મેચ ઈનિંગ રન શ્રેષ્ઠ સરેરાશ ૫૦-૧૦૦ કેચ
ટેસ્ટ ૧૦૦ ૧૭૮ ૭૦૩૭ ૧૭૭ ૪૦.૯૧ ૨૭-૨૧ ૧૨૧
વન ડે ૧૨૭ ૧૨૬ ૪૨૦૫ ૧૫૮ ૩૫.૬૩ ૨૭-૬ ૫૭
ટી-૨૦ ૦૪ ૦૪ ૭૩ ૭૩ ૧૮.૨૫ ૦-૦ ૦૧

સ્ટ્રાઉસની કારકિર્દીની ઝલક
૧૯૯૮માં પ્રથમ કક્ષામાં પ્રવેશ, ૨૦૦૩માં શ્રીલંકામાં કારકિર્દીની પ્રથમ વન ડે રમ્યો, ૨૦૦૪માં માઈકલ વોન ઈજાગ્રસ્ત બનતા ન્યુઝિલેન્ડ સામેની લોર્ડઝ ટેસ્ટમાં પ્રથમ વખત ''ટેસ્ટ કેપ'' મેળવી.
ટેસ્ટ પ્રવેશે સદી (૧૧૨) ફટકારનારો ચોથો ઈંગ્લીશ બેટ્સમેન. ૨૦૦૪માં સાઉથ આફ્રિકા પ્રવાસમાં પણ સદી ફટકારી- જે તેની કારકિર્દીની પ્રથમ વિદેશી ભૂમિ પરની ટેસ્ટ હતી.
૨૦૦૭માં કંગાળ ફોર્મને કારણે તેને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો જે પછી તેણે અનિશ્ચિત સમય માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો. ૨૦૦૮ના ન્યુઝિલેન્ડના પ્રવાસમાં પુનરાગમન કરતાં કારકિર્દીનો શ્રેષ્ઠ ૧૭૭ રનનો સ્કોર કર્યો.
૨૦૦૫માં તેણે એશિઝમાં ઈંગ્લેન્ડને ૧૮ વર્ષ બાદ ચેમ્પિયન વર્ષ બાદ ચેમ્પિયન બનાવ્યું હતું. ૨૦૦૯માં તેણે ઈંગ્લેન્ડને ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ શ્રેણીમાં યાદગાર સફળતા અપાવી હતી. જે પછી ૨૦૧૦-૧૧માં તેણે ઈંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ૩-૧થી એશિઝ ટેસ્ટ શ્રેણીમાં વિજય અપાવ્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved