Last Update : 30-August-2012,Thursday

 

પડવલામાં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર

- રૃપાવટીમાં પૂર

 

 

- સૌરાષ્ટ્ર- દ.ગુજરાત પર મેઘરાજાની અમી નજર

ભાયાવદર, તા. ૨૯
ભાયાવદર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો પર આજે વાદળોએ હેત વરસાવ્યુ હતું. બપોર બાદ જાણે બારે મેઘ ખાંગા થઇ ગયા હોય તેમ ૨થી ૫ ઇંચ વરસાદ પડી ગયો હતો, જેના પગલે અનેક નદી-નાળા-સેલા વહેતા થઇ ગયા હતાં. તો સુરતના માંગરોળમાં ચાર કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ભાયાવદર નજીકના પડવલા ગામે બપોરના સાડા ચાર વાગ્યેથી શરૃ થયેલો વરસાદ સાંજના સાડા છ વાગ્યા સુધી ચાલુ રહેતાં પાંચ ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું. ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતાં. ધોધમાર વરસાદ તૂટી પડતા રૃપાવટી નદી તેમજ નાના-મોટા સેલા બેકાંઠે વહેવા લાગ્યા હતાં. રૃપાવટી નદીમાં પૂર આવતા આ નદી પરનો રૃપાવટી ચેકડેમ એક જ વરસાદમાં અર્ધો ભરાઇ જતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફરી વળી હતી.
આજે બુધવારે બપોર પછી મેઘરાજાએ મહેર કરતાં ભાયાવદરમાં અઢી ઇંચ, મોટીપાનેલી, કોલકીમાં ત્રણ ઇંચ, ઢાંકમાં સાડા ત્રણ ઇંચ, રાજપરા, ખારચીયા ત્રણ ઇંચ, વડાળી, ખીરસરામાં ત્રણ ઇંચ, અરણીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો જયારે વરજાંગજાળીયા, ખાખીજાળીયા, તણસવા વગેરે ગામોમાં દોઢ ઇંચ વરસાદ પડયાના વાવડ મળે છે.
સીદસરમાં બે ઇંચ અને ભાણવડમાં વરસાદનું ભારે ઝાપટુ વરસ્યુ હતું. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ દર્શન દેતાં હવે લોકોને વરસાદ પડવાની આશા બંધાઇ છે. મગફળીનો પાક નિષ્ફળ ગયો છે પરંતુ વરસાદથી મુંગા માલઢોરની ઘાસચારાની ચિંતા હળવી થશે તે નિશ્ચિત બન્યુ છે.
મોટીપાનેલી પાસેના વાલાસણ ગામે વીજળી પડી હતી, જેનાથી પાંચ-છ વ્યકિતને હળવા આંચકા લાગ્યા હતા, પરંતુ સદ્દભાગ્યે તેમનો બચાવ થયો હતો.
બીજી તરફ સુરત શહેર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વિતેલા ૨૪ કલાકમાં મેઘરાજા સ્વતંત્ર ઓછા-વધતા પ્રમાણમાં વરસતા લોકોમાં ખુશીનું મૌંજુ ફરી વળ્યુ હતું. મંગળવારની રાત્રીના મહુવા તાલુકામાં મુશળધાર ૩ ઇંચ વરસાદ ઝીંકાયો હતો. તો આજે દિવસના માંગરોળ તાલુકામાં ૪ કલાકમાં દેમાર ૪ ઇંચ વરસાદી પાણી પડયું હતું.
ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ ભારતીય હવામાન વિભાગ દ્વારા ૪૮ કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી થઇ હતી. અને પહેલીવાર જાણે આગાહી મુજબ વરસાદ ઝીંકાયો હતો. મંગળવારની રાત્રીના ચાર તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મહુવા તાલુકામાં ૩ ઇંચ, માંગરોળમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઓલપાડ અને માંડવીમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved