Last Update : 30-August-2012,Thursday

 

૧૩૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો
અમેરિકાના ન્યુ ઓર્લિયન્સમાં આઇઝેક વાવાઝોડા અને વરસાદથી વ્યાપક નુકસાન

ન્યુ ઓર્લિયન્સના પેરિશના કેટલાંક ઘરોમાં પાણી ભરાઇ ગયા ઃ ત્રણ રાજ્યોમાં વીજળી ગુલ

ન્યૂ ઓર્લિયન્સ, તા. ૨૯
સમુદ્રી ચક્રવાત 'આઈઝેક' અમેરિકાના લૂઈસિયાના રાજ્યની દક્ષિણપૂર્વે ત્રાટકતા આશરે ૧૩૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂરનો ગંભીર ખતરો ઊભો થયો છે. હવામાન ખાતાની આગાહી અનુસાર ઘણા દિવસો સુધી વરસાદ વરસવાની શક્યતા છે.
બુધવારે 'આઈઝેક' ચક્રવાત લૂઈસિયાનાના કાંઠાથી થોડે દૂર સ્થિર હતો. જોકે વધુ સમય સુધી સ્થિર રહેતા ચક્રવાતનું દબાણ વધવાની શક્યતા છે. ન્યૂ ઓર્લિયન્સથી ૧૫૦ કિમી દૂર ચક્રવાત ત્રાટકતા આઠ ફૂટ ઊંચા તટબંધ ઉપર સમુદ્રી મોજા ફરી વળ્યા હતા. વહેલી સવારે ચક્રવાત દક્ષિણ લૂઈસિયાના તરફ આગળ વધતા ન્યૂ ઓર્લિયન્સમાં ભારે વાવાઝોડું ફૂંકાયું હતું. લૂઈસિયાનાના ૪ લાખથીયે વધુ લોકો વીજળી વિહોણા બન્યા હતા.
સવારે ચાર વાગ્યાની આસપાસ વાવાઝોડું સહેજ ઉત્તર તરફ ખસ્યું હતું અને પોર્ટ ફર્કોન ખાતે ત્રાટક્યું હતું જ્યાં ૬ થી ૧૦ ફૂટ ઊંચા સમુદ્રી મોજાઓ કિનારા પર ફરી વળ્યા હતા. હવામાન ખાતાએ વારંવાર ચેતવણીઓ આપી છે કે હૈતી અને ડોમિનિકલ રિપબ્લીક ખાતે ૨૯ લોકોનો ભોગ લેનાર 'આઈઝેક' ચક્રવાતના કારણે દિવસો સુધી ભારે વરસાદ અને સમુદ્રી વિસ્તારોમાં પૂરનો ખતરો છે.
મંગળવારે વાવાઝોડું ત્રાટક્યું તે પહેલા લૂઈસિયાનાના સમુદ્રી વિસ્તારો અને મિસિસીપીના તટવર્તી વિસ્તારોમાંથી લોકોનું ફરજિયાત સ્થળાંતર કરાયું હતું. લૂઈસિયાનાના ઘણા સમુદ્ર કાંઠાઓએ દસ ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાના અહેવાલ છે.
વહીવટીતંત્રએ દિવસો સુધી સંપર્ક કપાઈ જવાની શક્યતા વ્યક્ત કરી છે. ભારે પૂરના લીધે તટબંધ બહારના વિસ્તારોમાં ઘણા લોકોના મૃત્યુની પણ સંભાવનાઓ છે.
દરમિયાન ન્યુ ઓર્લિયન્સમાં આઈઝેક વાવાઝોડાને કારણે પ્રચંડ વરસાદ અને ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા સંખ્યાબંધ ઘરોમાં પાણી ધૂસી ગયા હતાં. ઓર્લિયન્સનો આ વિસ્તાર વાવાઝોડામાં ફરજિયાત સ્થળાંતરની છે. સ્થળાંતર નહીં કરનારા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. બચાવ કાર્ય પૂર ઝડપે ચાલું હતું. લ્યુસિયાના આર્ક્કન્લાસ અને મિલિસ્પીમાં ૫ લાખ લોકો વીજળી વિના રહ્યા હતાં. પાણી ભરાયેલા ઘણા ઘરોમાં લોકો ફસાયા હોવાની હોવાની ભીતિ સેવાઈ રહી છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved