Last Update : 30-August-2012,Thursday

 

એક જ રાતમાં ૯૭ જણાની કત્લેઆમના બહુ ચર્ચિત
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત

અન્ય ૩૦ વ્યક્તિઓ દોષિત ઃ ૨૯ શંકાનો લાભ આપી છોડી મક્યા ઃ સ્પેશ્યલ કોર્ટના જજ ડો. જ્યોત્સના યાજ્ઞિાકનો ચૂકાદો ઃ સજાની જાહેરાત ૩૧મીએ

અમદાવાદ,તા.૨૯
ગોધરાકાંડના પગલે સર્જાયેલા કોમી તોફાનોમાં અમદાવાદના નરોડા પાટીયાખાતે ૯૭ વ્યક્તિઓની ઘાતકી હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં ભાજપના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ડૉ. માયાબેન કોડનાની અને બજરંગદળના નેતા બાબુ બજરંગી સહિત ૩૨ આરોપીઓને દોષિત ઠરાવતો ચુકાદો જાહેર કર્યો છે. જ્યારે ૨૯ આરોપીઓને શંકાના લાભ આપી છોડી મુક્યા છે. ખૂન, ખૂન કોશીષ અને કોમી રમખાણો તથા માલમિલકતને નુકસાન કરવા અને ધર્મ અને કોમ વચ્ચે લાગણી ભડકાવી હિંસક તોફાનો કરવાના તથા તેનું કાવત્રુ ઘડવાના આરોપસર માયાબેન કોડનાની સહિત ૩૨ આરોપીઓને દોષિત ઠરાવવામાં આવ્યા છે. તેઓને કાયદા મુજબ મહત્તમ સજા મૃત્યુદંડ અથવા જીવન પર્યંન્ત આજીવન કેદની સજા ફરમાવવી જોઇએ તેવી સ્પેશ્યલ પ્રોસીક્યુટરે રજુઆત કરી છે. આરોપીઓએ દયાની યાચના કરી છે અને સ્પેશ્યલ કોર્ટના જજ ડૉ. જ્યોત્સના યાજ્ઞિાકે કોને કેટલી સજા ફરમાવવી તે અંગે ૩૧મી ઓગસ્ટે ફેંસલો નિયત કર્યો છે.
ગુજરાતના ઇતિહાસમાં ૨૦૦૨ના વર્ષના અભૂતપૂર્વ કોમી રમખાણોના કિસ્સામાં સૌથી ૧૦૦ જેટલી વ્યક્તિઓની ઘાતકી હત્યાના અરેરાટી ઉપજાવનારા કિસ્સામાં સૌ પ્રથમવાર સત્તાધારી પક્ષ ભાજપના મહિલા અને બાળ વિકાસમંત્રી ડૉ. માયાબેન કોડનાનીને મંત્રીપદ છોડવું પડયું હતું અને ખૂન,ખૂનની કોશીષ અને કોમી રમખાણોના કાવત્રામાં સામેલ થવા અને બનાવમાં ભાગ લેવા બદલ દોષિત ઠરાવવામાં આવ્યા છે. કોમી તોફાનોમાં રાજકીય નેતાઓની સંડોવણી અંગે દાખલો બેસાડતા આ પ્રથમ ચુકાદાએ ભાજપ અને હિન્દુ સંગઠનોના કાર્યકરોમાં સન્નાટો સર્જી દીધો હતો.
નવરંગપુરા ખાતે આવેલી ગુજરાત હાઇકોર્ટના જુના સંકુલમાં આવેલી સ્પેૅશ્યલ કોર્ટમાં આજે સવારે ૧૧ વાગે આ ચુકાદો જાહેર થતા ડૉ.માયાબેન સહિત મોટાભાગના આરોપીઓ રડમશ બની ગયા હતા અને કોર્ટમાં સન્નાટો છવાઇ ગયો હતો. કોર્ટ સંકુલમાં પણ ઉપસ્થિત ઉપસ્થિત આરોપીઓના પરિવારજનો અને ટેકેદારોએ આ ચુકાદો સાંભળ્યો ત્યારે તેઓ પણ સ્તબ્ધ થઇ ગયા અને પરિવારજનોમાં મહિલાઓ અને બાળકોએ ભારે રોકકળથી મચાવી હતી. જે આરોપીઓનો છૂટકારો થયો હતો તેના સગાવહલાઓની પણ આંખો ઊભરાઇ આવી હતી અને વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી. દોષિત ઠરેલા આરોપીઓને પોલીસ બંદોબસ્ત સાથે જેલમાં લઇ જવાયા હતા અને શંકાના લાભ કે નિર્દોષ ઠરેલા આરોપીઓને પર્સનલ બોન્ડ અને સોલ્વન્સી આપેથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને તે સાથે સાંજે ઉત્તેજનાનો અંત આવ્યો હતો.
અમદાવાદ શહેરના નરોડા પાટીયાકાંડનો આજે ચુકાદો જાહેર થવાનો હોઇ ૬૦ આરોપીઓને પહેલા માળે આવેલી સ્પેશ્યલ કોર્ટમાં કઠેડામાં ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. કોર્ટ સંકુલમાં ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જજ જ્યોત્સના યાજ્ઞિાક કોર્ટમાં ૧૧ વાગે ઉપસ્થિત થયા હતા. કુલ ૬૧ આરોપીઓમાં એક સુરેશ નેતલકર નાસતો ફરતો હોવા અંગે પોલીસે રિપોર્ટ આપતા કોર્ટે બિનજામીન લાયક ધરપકડ વૉરંટ જારી કરવાનો હુકમ કર્યો હતો અને તે સાથે કોર્ટની કાર્યવાહીનો પ્રારંભ થયો હતો. તોફાનોમાં ભોગ બનેલા અસરગ્રસ્તોએ આ કેસમાં પોલીસ અધિકારી ઇન્સ્પેક્ટર કે.કે.મૈસુરવાલા, ડેપ્યુટી કમિશનર પી.બી.ગોંદિયા અને એસઆરપી કોન્સ્ટેબલ દાતાણીયા, પી.સી.પાંડે, એમ.કે.ટંડનને આરોપીઓ તરીકે જોડવા માટે કરેલી અરજી કોર્ટે નામંજુર કરતો હુકમ સંભળાવ્યો હતો અને તે પછી વળતર માટે કરેલી અરજી ૩૧મીએ નિર્ણય પર રાખવાની જાહેરાત કરી હતી અને તે પછી આરોપીઓનું ભાવિ સંભળાવ્યું હતું.
દરેક આરોપીઓનો નામ બોલીને તેની સામે ફોજદારી ધારાની કઇ કલમ હેઠળનો ગુનાનો આરોપ છે તેની વિગત કહી હતી અને વારાફરતી એક પછી એકને દોષિત ઠરાવવાની જાહેરાત કરી હતી. આરોપનામામાં ક્રમ મુજબના પહેલા આરોપી તરીકે નરેશ અગરસિંહ છારાનું બોલવામાં આવ્યું હતું. પછી મુરલી સિંધીનું બોલવામાં આવ્યું હતું, ૧૮માં ક્રમે બજરંગદળના બાબુ બજરંગીનું બોલવામાં આવ્યું હતું અને ૨૦ મા ક્રમે ભાજપના કાર્યકર કિશન કોરાણીનું બોલાયું હતું. ૨૨માં ક્રમે સુરેશ ઉર્ફે લંગડાનું નામ બોલવામાં આવ્યું હતું જેને બળાત્કાર અને ખૂન અને હંગામા બદલ દોષિત ઠરાવ્યો હતો. ૩૭માં ક્રમેના આરોપી ડૉ.માયાબેનનું બોલવામાં આવ્યું હતુ. આમ કુલ ૩૨ આરોપીઓને દોષિત ઠરાવવાની જાહેરાત કરી હતી.
જે આરોપીઓને શંકાનો લાભ આપવામાં આવ્યો હતો કે નિર્દોષ ઠરાવીને છોડી મુકવામાં આવ્યા હતા તેઓને અલગ કરીને જામીન આપવા માટે વ્યવસ્થા કરવા કોર્ટ રૃમની બહાર જવા દેવાયા હતા અને એ સાથે બે ભાગ પાડીને દોષિત ઠરેલા આરોપીઓને સજા અંગે શું કહેવું છે તે પૂછવામાં આવ્યું હતું. આરોપીઓના વકીલોએ આરોપીઓને જાતે કહેવા દેવા જણાવ્યું હતું અને તે સાથે એક પછી એક આરોપીઓએ સજાના મુદ્દે દયા દાખવવા હળવી સજા ફરમાવવા વિનંતી કરી હતી.
આરોપીઓની રજુઆતો સાંભળીને કોર્ટે કોને કેટલી સજા ફરમાવવી તે અંગે તા.૩૧મી ઓગસ્ટ નિયત કરી હતી.

નરોડા પાટીયા કેસની તવારીખ
અમદાવાદ,તા.૨૯
ગોધરાકાંડના પગલે ગુજરાત બંધના એલાન દરમ્યાન સર્જાયેલા કોમી તોફાનોમાં સૌથી વધુ જાનહાનિ ધરાવતો ચકચારભર્યો નરોડા પાટીયાકાંડના કેસની તવારીખ નીચ મુજબ છે.
બનાવ તારીખ ઃ ૨૮-૨-૨૦૦૨
સ્થળ ઃ અમદાવાદ શહેરનો નરોડા એસ.ટી વર્કશૉપ પાસેનો નરોડા પાટીયા ખાતે નુરાની મસ્જિદ અને તેની આસપાસની મુસ્લિમ વસાહત
બનાવમાં જાનહાનિ ઃ ૯૭ વ્યક્તિઓ ( જેમાં ૩ લાપત્તા ) ૩૫ સ્ત્રીઓ, ૨૬ પુરુષો અને ૨૬ બાળકોનો સામેવશ થાય છે.
ઇજાગ્રસ્તો ઃ ૪૧ વ્યક્તિ
ફરિયાદી ઃ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે.દેલવાડીયા તપાસનીશ અધિકારીઓઃ પો.ઇન્સ. કે.કે.મૈયસુરવાલા, એચ.પી. અગ્રવાત, આસી.કમિશનર પી.એન.બારોટ, એસ.એસ.ચુડાસમા, જી.એલ.સિંઘલ, એચ.એસ.મુલિયાણા, સીટના વડા રાઘવનની સાથે આશીષ ભાટીયાની ટીમમાં ડીસીપી ક્રાઇમ હિમાંશુ શુકલ અને આસી. કમિશનર વી.વી.ચૌધરી
ચાર્જશીટ ઃ બનાવ અંગે ૮ ચાર્જશીટ થઇઃ પહેલું ચાર્જશીટ તા.૪-૬-૨૦૦૨ અને છેલ્લું ચાર્જશીટ તા. ૧૩-૯-૨૦૦૯
સ્પશ્યલ કોર્ટ ઃ એડિશનલ પ્રિન્સિપાલ જજ ડૉ.જ્યોત્સના યાજ્ઞિાક
૭૦ની ધરપકડ, ટ્રાયલ પહેલાં ૬ મૃત્યુ પામ્યા, મોહન નેપાળી અને તેજસ પાઠક નામના આરોપી નાસી છૂટયા, ૬૨ આરોપીઓ સામે કેસ કમિટ થતાં ઓક્ટોબર ૨૦૦૯ માં કોર્ટે તહોમતનામું ઘડયું અને વિજય શેટ્ટી નામનો આરોપી ટ્રાયલ દરમ્યાન મૃત્યુ પામતા ૬૧ આરોપીઓ સામે કેસ ચાલ્યોઃ આ અગાઉ
સાક્ષીઓની સંખ્યા ઃ ૩૨૭ સાક્ષીઓની જુબાની થઇ જેમાં અસરગ્રસ્તો ૧૭૩, પંચ ૪૧, ,સરકારી સાક્ષીઓ ૧૭, મેડિકલ ઑફિસર ૪૨, પોલીસ સાક્ષી ૪૪, એફએસએલ નિષ્ણાત ૧ અને અન્ય ૯
દસ્તાવેજી પુરાવા ઃ ૧૫૦૦ જેટલા દસ્તાવેજી પુરાવા રજુ થયા
ટ્રાયલનો પ્રારંભ ઃ જૂન ૨૦૦૯ અને રોજબરોજ કેસની કાર્યવાહી ૪૦૨ દિવસ ચાલી
સ્પેશ્યલ પ્રોસીક્યુટર ઃ અખિલ દેસાઇ, ગૌરાંગ વ્યાસ અને હેમાબેન રાજપુત
બચાવપક્ષ એડવોકેટ્સ ઃ નિરંજન કિકાણી, રાજેશ કિકાણી, જી.એસ.સોલંકી, એચ.એસ. રાવત
અસરગ્રસ્તો એડવોકેટ્સ ઃ યુસુફ શેખ, અલ્તાફ, રાજુ શેખ
ચુકાદો ઃ તા.૨૯-૮-૨૦૧૨ ના રોજ દોષિત ઠરાવ્યા અને તા.૩૧-૮-૨૦૧૨ ના રોજ વિગતવાર સજા ફરમાવાશે
ચુકાદાના પાના ઃ ૧૯૨૭
આઇપીસીની કલમઃ ૩૦૨, ૩૦૭, ૧૪૩,૧૪૪, ૧૪૭,૧૪૮, ૧૫૯,૨૯૫,૪૨૭,૪૩૫,૪૩૬,૪૪૦, ૧૫૩,૩૨૩,૩૨૬,૧૨૦બી સુરેશ ઉર્ફે રીચાર્ડ લંગડાને ઉપરોક્ત કલમ ઉપરાંત બળાત્કારના આરોપસર કલમ ૩૭૬ મુજબ પણ દોષિત ઠરાવ્યો છે
આરોપીઓમાં બે એડવોકેટોમાં રાજુ ચૌમલનો છૂટકારો થયો છે અને બીજા એડવોકેટ મુકેશ રતીલાલ રાઠોડને દોષિત ઠરાવ્યા છે.
સુરેશ નેતલકર મરાઠી નાસતો ફરતો હોઇ કોર્ટે બિનજામીન લાયક ધરપકડ વૉરંટ જારી કર્યું છે.
કોર્ટે દોષિત ઠરાવવા માટે સીટની તપાસને અગ્રીમ સ્થાન આપ્યું છે અને સીટે પકડેલા ૧૪ આરોપીઓને દોષિત ઠરાવવામાં આવ્યા છે જેમાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ડૉ.માયાબેન કોડનાનીનો પણ સમાવેશ થાય છે.

નરોડા પાટીયાકાંડમાં દોષિત ઠરેલા ૩૨ આરોપીઓ
અમદાવાદ,મંગળવાર
નરોડા પાટીયાકાંડ કેસમાં દોષિત ઠરેલા આરોપીઓના નામ નીચે મુજબ છે.
૧. નરેશ અગરસિંહ છારા ૨. મુરલી નારાણભાઇ સિંધી ૩. ગણપત છનાજી દીદાવાલા ૪. વિક્રમ મણીલાલ રાઠોડ ૫. હરેશ ઉર્ફે હરીયો જીવણલાલ રાઠોડ ૬. બાબુ રાજાભાઇ પટેલ ઉર્ફે બાબુ બજરંગી ૭. કિશન ખુબચંદ કોરાણી ૮. પ્રકાશ સુરેશભાઇ રાઠોડ ૯. સુરેશ ઉર્ફે રિચાર્ડ ઉર્ફે સુરેશ લંગડો કાન્તીભાઇ દેદાવાળા ૧૦. પ્રેમચંદ ઉર્ફ તિવારી કૉન્ટ્રાક્ટર ૧૧. સુરેશ સહેજાદ દાનુભાઇ નેતલકર ૧૨. નવાબ ઉર્ફે કાળુભૈયા હરિસિંહ રાઠોડ ૧૩. મનુભાઇ કેશાભાઇ મારૃડા ૧૪. શશીકાન્ત ઉર્ફે ટીનીયો મરાઠી ૧૫. બાબુભાઇ ક્રે બાબુ વણઝારા જેઠાભાઇ સલાટ ૧૬. લક્ષ્મણ ઉર્ફે લખો બુધાજી ઠાકોર ૧૭. ડૉ. માયાબેન સુરેન્દ્રભાઇ કોડનાની ૧૮. અશોક હુન્દલદાસ સિંધી ૧૯. હર્ષદ ઉર્ફે મુગડા જીલા ગોવિંદ છારા ૨૦. મુકેશ ઉર્ફે વકીલ રતીલાલ રાઠોડ ૨૧. મનોજ ઉર્ફે સિંધી રેણુમલ કુકરાણી ૨૨. હીરાજી ઉર્ફે હીરો મારવાડી ૨૩. બીપીન ઉર્ફે બીપીન ઓટોવાળો ઉમેદરાય પંચાલ ૨૪. અશોક ઉત્તમચંદ કોરાણી ( અશોક પાનના ગલ્લાવાળો) ૨૫. વિજય તખુભાઇ પરમાર ૨૬. રમેશ કેશવલાલ દીદાવાલા ૨૭. સચિન નગીનદાસ મોદી ૨૮. વિશાલ ઉર્ફે વિલીયો પ્રકાશ સીનાર ૨૯. દીનેશ ઉર્ફે ટીનીયો ગોવિંદ બરગે ૩૦. સંતોષકુમાર કોડુમલ મુલચંદાની ૩૧. પિન્ટુ દલપતભાઇ જાડેજા ૩૨. કીરપાલસિંહ જગબહાદુર છાબડા

શંકાનો લાભ આપીને કે નિર્દોષ છૂટેલા ૨૯ આરોપી
અમદાવાદ,મંગળવાર
નરોડા પાટીયાકાંડમાં નીચે જણાવેલા આરોપીઓને શંકાનો લાભ આપીને અથવા તો નિર્દોષ ઠરાવીને છોડી મૂકવામાં આવ્યા છે. ૧. ઉમેશ સુરાભાઇ ભરવાડ ૨. રાજેશ ઉર્ફે પાંગળો કાન્તીલાલ પરમાર ૩. ચંપક હિંમતલાલ છારા ૪. રવિન્દ્ર ઉર્ફે બટકીયો કાન્તીલાલ પરમાર ૫. અમરત ઉર્ફે કાળુ બાબુભાઇ રાઠોડ ૬. કપ્તાનસિંહ જવાનસિંહ પરમાર ૭. ફુલસિંહ ચંદનસિંહ જાડેજા ૮. દિપક કાન્તીલાલ રાઠોડ ૯. મહેશ વેણીરામ રાઠોડ ૧૦. યોગેશ ઉર્ફે મુન્નો નારણરાવ ટીકાજે ૧૧. ધનરાજ વઘુમલ સિંધી ૧૨. નંદલાલ ઉર્ફે જૈકી વિષ્ણુભાઇ છારા ૧૩. પદમેન્દ્રસિંહ ઉર્ફ પી.જે. જસવંતસિંહ રાજપુત ૧૪. અશોક સિલવંત પરમાર ૧૫. એડવોકેટ રાજકુમાર ઉર્ફે રાજુ ચૌમલ ૧૬. પ્રભાશંકર શીવશંકર મિશ્રા ૧૭. અંકુર ઉર્ફે ચિંટુ અશોકભાઇ પરમાર ૧૮. શીવદયાલ હાકમસિંહ રાઠોડ ૧૯. જનકસિંહ ધરમસિંહ નહેરા ઉર્ફે જનક મરાઠી ૨૦. હરેશ પરસુરામ રોહરા ૨૧. કિશન શંકરભાઇ મહાડીક ૨૨. રણછોડલાલ મણીલાલ પરમાર ૨૩. બાદલ અંબાલાલ પરમાર ૨૪. નવીન છગનભાઇ ભાગેકર ૨૫. નિલમ મનોહર ચૌબલ ૨૬. ગીતાબેન રતીલાલ ઉર્ફે જયભવાની રાઠોડ ૨૭. રમીલાબેન રતીલાલ ઉર્ફે જયભવાની સોમાભાઇ રાઠોડ ૨૮. પંકજકુમાર મોહનલાલ શાહ ૨૯. સુભાષ જગન્નાથ દરજી ટ્રાયલ દરમ્યાન વિજય શેટ્ટી નામના આરોપીનું મૃત્યુ નીપજ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved