Last Update : 30-August-2012,Thursday

 

સરકારની નીતિઓની તપાસ કરવાનો અમને સંપૂર્ણ અધિકાર છે ઃ કૅગ

વડાપ્રધાન તેમજ કોંગ્રેસ પક્ષે કોલસા કૌભાંડ મુદ્દે ટીકા કરતા કૅગનો જવાબ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૯
કૉલ બ્લોકની ફાળવણી અંગે સરકાર તથા કોંગ્રેસે કરેલી ટીકાનો અંતે કૅગ (કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) કૅગે જવાબ આપ્યો છે. તેણે કહ્યું છે કે તેને સરકારની નીતિઓની તપાસ કરવાનો અધિકાર છે.
''સરકારની નીતિઓ હવામાંથી નથી આવતી પરંતુ વ્યાજબી - ન્યાયી પ્રક્રિયાના આધારે બને છે જેમાં વિશ્વાસપૂર્ણ તપાસ અને અનુભવજન્ય પુરાવાના વિશ્લેષણ, સંચાલનના ઉચ્ચ મૂલ્યો, અમલની શક્યતા, આર્થિક કિંમતની મહત્તા ધારેલા લાભો જે વર્તમાન અને અનુમાન કરી શકાય તેવી હકીકતોના આધારવાળા હોય છે, તે બધા મુદ્દાને સાંકળે છે.'' તેમ કૅગના સૂત્રોએ કહ્યું હતું.
''સરકારી નીતિના વિકાસ, તેના અમલ તથા આર્થિક અસરો વચ્ચે નિકટના સંબંધો હોવાથી એવી આશા રાખવી અવાસ્તવિક છે કે કૅગના ઓડિટનાં તથ્યો સરકારની નીતિ પર અસર નહીં પાડે. આપણે વાસ્તવિક બનીએ.''
કોંગ્રેસના પ્રવકતા મનીષ તિવારીએ સરકારી નીતિઓની તપાસ કરવા માટે કૅગને કોઇ સત્તા છે કે કેમ તેવો પ્રશ્ન પૂછતો લેખ લખતા કૅગે આજે જવાબ આપ્યો હતો.
૫૭ કૉલ બ્લોકની ગેરવ્યાજબી ફાળવણીના કારણે સરકારી તિજોરીને રૃા. ૧.૮૬ લાખ કરોડનું નુકસાન ગયું હોવાના કૅગના અહેવાલની સરકારે અને કોંગ્રેસ પક્ષે આકરી ટીકા કરી હતી. આ મુદ્દે સંસદ પણ છ દિવસથી ચાલી નથી. વડાપ્રધાન મનમોહનસિંહે પોતે પણ કૅગના અહેવાલને દોષપૂર્ણ અને વિવાદાસ્પદ ગણાવ્યા છે.

 

૨૦૧૪ પહેલાં જ સત્તા મેળવવા ભાજપના ઉધામા
કોલસો વેચાયો જ નથી તો પછી ફાયદો થવાની વાત જ ક્યાં છે ? ઃ સિબલ
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૯
'કોલ બ્લોક'ની ફાળવણીથી કોઇપણને લાભ પહોંચાડવાનો સવાલજ ઉભો થતો નથી. કેમકે તેમાંથી કોલસો કાઢીને વેચવામાં જ નથી આવ્યો તેવી સ્પષ્ટતા કરતા સરકારે ભાજપ પર ૨૦૧૪ પહેલા સત્તા પર આવવાની લાલસાએ વિનાકરણ વિવાદો જગાવવાનો આક્ષેપ કર્યો હતો.
ગાંધીની હત્યા પાછળ રહેલી વિચારસરણી હવે લોકશાહીની હત્યા કરવા પ્રયાસરત્
ટેલીકોમ અને માનવ સંસાધન મંત્રી કપીલ સિબ્બલે કોલ બ્લૉક ફાળવણી સંદર્ભે આપવામાં આવેલા પરવાના રદ્ કરવાની માંગને પણ ફગાવી દીધી હતી. આ પ્રકારનું પગલું મોટી નાણાકીય ખોટ તેમજ દેશના ઉર્જા ક્ષેત્રને ભારે ક્ષતિ પહોંચાડશે.
રાષ્ટ્રીયકરણની નીતિ હેઠળ કોલસો વેચી શકાય નહીં. કોલ બ્લોકમાંથી કોલસો વેચાયો જ નથી તો તેનો લાભ કોને મળ્યો હોય ? તેવો સવાલ તેમણે પત્રકાર પરિષદમાં ઉઠાવ્યો હતો. તેમણે ભાજપ પર રાષ્ટ્રનું હિત હૈયે ન રાખવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ભાજપને માત્ર ૨૦૧૪ પહેલા સત્તા પર આવવાની જ ચિંતા છે.
સંસદને ન ચાલવા દેવાની ભાજપની ચાલ અંગે તેમણે ચિંતા વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીની હત્યા પાછળની વિચારસરણી હવે લોકશાહીનો વધ કરવામાં વપરાઇ રહી છે.
લાઇસન્સ રદ્ કરવા પણ શક્ય નથી કેમ કે આ મામલે ઘણી બેંકોએ પણ ધિરાણ કરેલા હોય અને જો લાઇસન્સ રદ્ કરવામાં આવે તો મોટી નાણાકીય ખોટ તો ખમવી જ પડે સાથોસાથ ઊર્જા ક્ષેત્રને પણ ભારે ફટકો વેઠવો પડે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved