Last Update : 30-August-2012,Thursday

 

મુખ્ય પાકો મહદ અંશે નિષ્ફળ રહ્યાં બાદ ખેડૂતોને નવી આશા બંધાવતો વરસાદ
સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ

જૂનાગઢ, કોડીનાર, તાલાલા, ટંકારા, ખાંભામાં એકથી દોઢ ઈંચ; મીની વાવાઝોડા સાથે અમરેલી, બાબરામાં બે ઈંચ, ગીર જંગલમાં ચાર ઈંચ

(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, બુધવાર
અછતગ્રસ્ત સૌરાષ્ટ્રમાં લાંબા સમય સુધી પ્રવર્તેલી પ્રતિક્ષા બાદ ચોમાસાંની અસલ જમાવટ થવા લાગી છે. ચારે'ક દિવસથી છૂટાછવાયા સ્થળે હળવો-મધ્યમ વરસાદ પડી રહ્યો હતો એવામાં આજથી અનેક વિસ્તારમા ંગાજવીજ સાતે વરસાદના મંડાણ થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે! આજે જૂનાગઢ જિલ્લામાં એકથી ચાર ઈંચ, અમરેલીમાં અડધાથી ત્રણ ઈંચ અને રાજકોટ જિલ્લામાં એકથી પાંચ ઈંચ જેવી અમીવૃષ્ટિ થઈ છે. અનેક વિસ્તારમાં મગફળી અને કપાસના પાક મહદઅંશે નિષ્ફળ રહ્યા બાદ મોડે મોડે મેઘમહેર થતાં પશુઓ માટે ઘાસચારો વિપુલ પ્રમાણમાં થવાની રાહત સાથે ખેડૂતોમાં નવી આશાના પણ સંચાર થયા છે.
રાજકોટ શહેરમાં આજે ભારે બફારો અને મેઘાડંબર છવાયેલો રહ્યો, જયારે જિલ્લામાં ભાયાવદર ખાતે અઢી ઈંચ તેમજ સીદસરમાં બે પાનેલી અને ખીરસરામાં ત્રણ, અરણી, ઢાંકમાં સાડા ત્રણ તથા કોલકીમાં અઢી ઈંચ વરસાદ પડી ગયો હતો. પડવલા ગામે તો અઢી કલાકમાં પાંચ ઈંચ, વરસાદ થઈ જતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું. રૃપાવટી નદી બે કાંઠે વહેવા લાગી હતી. નદી પરનો ડેમ અર્ધો ભરાઈ ગયો છે. ગોંડલના દેરડી કુંભાજીમાં એક ઈંચ વરસાદ પડયો હતો. જામકંડોરણામાં સાંજે ૫ થી ૬.૩૦ દરમિયાન ૧ ઈંચ તથા બોરીચા, જસાપર, રામપર, આંચવડ, રોઘેલ, રંગપર, રાયડી, દૂધીવદરમાં એકથી દોઢ ઈંચ મેઘમહેર થઈ હતી. ધોળીધાર સાજડીયાળી, ગુંદાસરી, વાવડી, સતોદડ, વિમલનગર, મેઘાવડ સહિતના ગામોમાં પણ વરસાદ પ ડી જતાં રાહત પ્રસરી છે. ચારે'ક દિવસથી વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતોએ ખેતરોમાં પશુધન માટે ઘાંસચારો વાવવાનો પ્રારંભ કર્યો છે. ટંકારામાં ગત રાતે ૧૨ વાગ્યાથી અડધા જ કલાકમાં એક ઈંચ વરસાદ પડી ગયો હતો. જસદણમાં સાંજે પાંચ વાગ્યાથી પોણો કલાક સુધી ધોધમાર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તાલુકાના સાણથલી, પાંચવડા, ભંડારીયા, ભાડલા, રાણીંગપર, દહિસરા, ગઢડીયા સહિતના ગામડામાં ઝાપટાંથી એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.
સોરઠમાં છેલ્લા ચાર -પાંચ દિવસથી ભાદરવા માસમાં અષાઢી માહોલ છવાયો છે. ગઇકાલે દિવસભર અસહ્ય ઉકળાટ વચ્ચે કોડીનારમાં તેમજ વેરાવળમાં ઝાપટા વરસ્યા હતાં.પરંતુ મંગળવારે રાત્રી દરમિયાન મધ્ય ગિરના જંગલ તથા કનકાઇ વિસ્તારમાં ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડયો હતો. આ વરસાદથી ધ્રાફડ તથા રામપરી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જયારે વિસાવદર તાલુકાના જેતલવડ, લાલપુર, છેલણકા, પીંડાખાઇ, ખંભાળીયા સહિતના ગ્રામ્ય પંથકમાં એકથી અઢી ઇંચ જેટલો વરસાદ થયો હતો. જેના લીધે ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા અને ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ હતી, પરંતુ વિસાવદર શહેરમાં રાત્રી દરમિયાન માત્ર બે મી.મી. વરસાદ નોંધાયો હતો.જયારે આજે સવારના છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં કોડીનારમાં એક ઇંચ, તાલાલામાં પણ એક ઇંચ વરસાદ પડયો હતો અને મેંદરડા અને માળીયામાં એક મી.મી. વરસાદ નોંધાયો હતો. જયારે જુનાગઢમાં ચાર વાગ્યા બાદ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી અને એક કલાકમાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો.જયારે માણાવદરમાં આજે ફરી વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે ૧ ઇંચ વરસાદ વરસતાં પ્રજાજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. શહેરમાં ઝંઝાવાતી વરસાદના કારણે પાણી ઠેર-ઠેર ભરાયા હતાં. આ વરસાદથી જુવાર મકાઇ જેવા લીલો ઘાસચારો ખેતરમાં ઉભો છે તેને મહદ્અંશે ફાયદો થશે.
અમરેલી શહેરમાં આજે સાંજે ૭.૧૫ બાદ મિનીવાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં રાતે ૮.૧૫ સુધીમાં પોણા બે ઈંચ પાણી વરસી ગયું હતું, અને શહેરમાં ઠેરઠેર વરસાદી નીર વહી નીકળતા લોકોના હૈયે ટાઢક પ્રસરી હતી. જિલ્લામાં ધારી, રાજુલા અને સાવરકુંડલા શહેર - તાલુકામાં જોરદાર ઝાપટાં વરસ્યા હતા, તો લાઠીમાં અર્ધો ઈંચ વરસાદ થયો છે. ખાંભામાં સવારે ૧૦ વાગ્યાથી ધોધમાર વરસાદ તૂટી પડતાં થોડી વારમાં જ દોઢ ઈંચ પાણી વરસી જવાથી મેઈન બજાર, ગૌરવ પથ પર પાણી ફરી વળ્યું હતું. દૂકાનોમાં ગોઠણડૂબ પાણી ઘૂસી જવાથી વેપારીઓને નુકસાન થયું હતું અને પાણ ઉલેચવા કવાયત કરવી પડી હતી. બાબરામાં મોડી બપોરથી સાંજ સુધીમાં બે ઈંચ વરસાદ પડી જતાં ચોતરફ પાણ ફરી વળ્યું હતું. વોકળાઓનું પાણી પુરની માફક શરૃ થયું છે. બાબરા આસપાસ બે-ત્રણ કિ.મી. વિસ્તારમાં સારો વરસાદ પડી ગયો છે. મોડીસાંજે વડિયામાં એક ઇંચ અને લીલીયામાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો છે.

ચાર ઇંચ વરસાદથી ધ્રાફડ ડેમમાં ૧ ફુટ નવા નીરની આવક
મધ્ય ગિરમાં ગતરાત્રી દરમિયાન ચાર ઇંચ જેટલો વરસાદ પડતા ધ્રાફડ નદીમાં ઘોડાપૂરના લીધે ધ્રાફડ ડેમમાં એક ફુટ નવા નીરની આવક થઇ હતી અને ઝાંઝેશ્રી ડેમમાં ૩ ઇંચ પાણી આવ્યું હતું જયારે વિસાવદરને પાણી પુરૃ પાડતાં આંબાજળ ડેમમાં માત્ર ખાબોચીયા ભરાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ વરસાદથી ધ્રાફડ નદીમાં બનાવાયેલા ચેકડેમ ભરાઇ ગયા હતાં.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved