Last Update : 30-August-2012,Thursday

 

કોર્ટે સજા બાબતે શું કહેવું છે તે પૂછતાં
સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

થોડાક સમય પછી કહ્યું, રાજકીય રીતે મને કેસમાં ખોટી ફસાવી દીધી છે

અમદાવાદ, બુધવાર
નરોડા પાટીયાકાંડમાં દોષિત ઠરેલા આરોપીઓને કોર્ટે સજા સંભાળવાતા પહેલાં સજા અંગે શું કહેવું છે તે પૂછ્યું હતું. સ્પેશ્યલ જજ ડૉ.જ્યોત્સના યાજ્ઞિાકે પૂછતા બચાવપક્ષના વકીલોએ કહ્યું હતું કે આપ આરોપીઓને જ પૂછો. આથી આરોપીઓ વારાફરતી પોતાની રજુઆત કરી હતી અને ડૉ. માયાબેન કોડનાનીએ પોતાનો વારો આવતા સાક્ષીના કઠેડામાં ગયા હતા પરંતુ રડી પડયા હતા અને કંઇ જ બોલી શક્યા ન હતા આથી તેમને સ્વસ્થ થવા માટે સમય આપવામાં આવ્યો હતો અને થોડીવાર પછી તેઓએ પોતાની વાત રજુ કરી હતી.
ડૉ. માયાબને કહ્યું હતું કે મારી પ્રત્યે રાજકીય વૈમનસ્ય રાખવામાં આવ્યું છે. હું ત્યાં હતી જ નહીં અને મને રાજકીય રીતે કેસમાં ખોટી ફસાવી દેવામાં આવી છે. જો કે સજા બાબતે તેમણે કંઇ જ કહ્યું ન હતું. તેમના એડવોકેટ નિરંજન કિકાણીએ મૃત્યુદંડની સજા ફરમાવવાની સ્પેશ્યલ પ્રોસીક્યુટરની માગણીનો વિરોધ કર્યો હતો. સજા ફરમાવતી વખતે કોર્ટે આરોપીઓના પરિવારની સ્થિતિ ધ્યાનમાં લેવી જોઇએ. ડૉ.કોડનાની પતિને થોડા સમય પહેલાં ઓપરેશન કરાવ્યું છે. તેમનો પુત્ર અમેરિકામાં અભ્યાસ કરે છે. તેમને સજા ફરમાવતી વખત દયા દાખવવી જોઇએ અને હળવી સજા કરવી જોઇએ.
આ કેસના મોટાભાગના આરોપીઓ શ્રમજીવીઓ અને સમાજના નિમ્ન વર્ગમાંથી કે ગરીબ વર્ગના છે. આ ઉપરાંત મોટાભાગના પરિવારના એક માત્ર કમાનાર વ્યક્તિઓ છે. તેઓને દોષિત ઠરાવવામાં આવ્યા છે. કોર્ટ સમક્ષ સજાના મુદ્દે તેઓ રજુઆત કરવા ઉભાં થયા ત્યારે રડમશ બની ગયા હતા અને કેટલાક ધુ્રસકે ધુ્રસકે રડી પડયા હતા. તેઓએ બચાવમાં પોતાના પરિવારની સ્થિતિ વર્ણવી હતી. ગરીબ હોવાનું, એક માત્ર કમાનાર વ્યક્તિ હોવાનું અને નાના બાળકો અને પરિવારની આર્થિક સામાજિક સ્થિત ધ્યાનમાં લઇને હળવી સજા કરવા માટે કોર્ટને યાચના કરી હતી. આરોપી કિશન કોરાણીએ પોતે કેન્સરથી પીડાતો હોવાનું અને બે વખત ઓપરેશન કરાવ્યું હોવાની વાત કહી હતી.

 

અડવાણી દ્વારા દબાણ લાવી
માયાબહેન ૨૦૦૭માં જિદ કરી ધારાસભ્ય અને મંત્રી બનેલાં
અમદાવાદ, બુધવાર
નરોડા પાટીયા કેસમાં ખાસ અદાલતે દોષિત જાહેર કરેલા ભાજપના ધારાસભ્ય માયાબહેન કોડનાની ૧૯૯૮, ૨૦૦૨ અને ૨૦૦૭માં એમ ત્રણ વખત નરોડા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. ૨૦૦૦થી ૨૦૦૫ સુધી તેઓ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ હતા. જ્યારે ૧૯૯૫ થી ૨૦૦૦ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર પદે ચૂંટાઈ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે રહી ચુક્યા છે.
૨૦૦૨ના હત્યાકાંડ વખતે શહેર ભાજપ પ્રમુખ હતાં ૨૦૦૭માં મોદી ટિકિટ આપવા ઇચ્છતા નહોતા
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પદે રહ્યા બાદ ૧૯૯૮માં વિધાનસભાની ચૂંટણી આવતાં તેમણે ધારાસભાની નરોડા બેઠક પરની ટિકિટ માંગી હતી. આ બેઠક પર ભાજપના ગોપાલદાસ ભોજવાણી સીટીંગ ધારાસભ્ય હોવાથી પાર્ટીએ તેમને ટિકિટ આપી હતી. પરંતુ ડૉ. માયાબહેને મોટું સરઘસ લઈને ભાજપ કાર્યાલય ખાતે દેખાવો કર્યા હતા. આખરે તેમની જીદ સામે ઝૂકીને પાર્ટીએ ગોપાલદાસને પડતા મુકી માયાબહેનને ટિકિટ આપી હતી. ૨૦૦૨ના તોફાનો સમયે તેઓ શહેર પ્રમુખ હતા અને ફરી વિધાનસભા લડયા હતા. ૨૦૦૭માં તેમને પડતા મુકી ભાજપના શહેર મહામંત્રી જયંતિભાઈ પટેલને ટિકિટ આપવાનું નક્કી થયું હતું. પરંતુ અડવાણીના દબાણવશ તેમને ફરી ટિકિટ આપવામાં આવી હતી. મંત્રીમંડળનું વિસ્તરણ થતાં અડવાણીની ભલામણથી તેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. જાન્યુઆરી ૨૦૦૮માં મંત્રીપદ મળ્યું. પરંતુ નરોડા-પાટીયા કેસમાં ધરપકડ થતાં તા. ૨૭ માર્ચ ૨૦૦૯ના રોજ તેમણે મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved