Last Update : 30-August-2012,Thursday

 

નરોડા-પાટિયા કેસના ચુકાદાથી ભાજપમાં સન્નાટો
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું

પક્ષ અને સરકારના પ્રવકતાની સ્પષ્ટતા 'જ્યારે બનાવ બન્યો ત્યારે માયાબહેન મંત્રી નહોતાં'

અમદાવાદ, બુધવાર
૨૦૦૨ના કોમી તોફાનોના નરોડા-પાટીયા કેસનો આજે ખાસ અદાલતે ચૂકાદો જાહેર કર્યો છે. ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ડૉ. માયાબહેન કોડનાનીને દોષિત જાહેર કરવામાં આવતા ભાજપમાં સન્નાટો વ્યાપ્યો છે. જ્યારે ભાજપ સરકાર સ્વબચાવમાં લાગી છે. સરકારના પ્રવકતાએ સ્પષ્ટતા કરી છે કે જ્યારે બનાવ બન્યો ત્યારે ડૉ. માયાબહેન મંત્રી ન હતા. ભાજપના કાર્યકરો આ ચૂકાદાના દૂરંદેશી પ્રત્યાઘાતોથી ચિંતિત છે. જ્યારે સિંધી સમાજ માને છે કે ડૉ. માયાબહેન રાજકારણનો ભોગ બન્યા છે.
ખાસ અદાલતે જ્યારે ચૂકાદો જાહેર કર્યો ત્યારે ગાંધીનગર ખાતે મંત્રી મંડળની બેઠક ચાલુ હતી. આ બેઠકમાં નવી ટેક્ષટાઈલ પોલીસીને મંજૂરી આપવામાં આવી હતી. અને આજે તે જાહેર કરવાની હતી. પરંતુ આ ચૂકાદા પછી પોલીસીની જાહેરાત મુલતવી રાખવામાં આવી છે.
ગુજરાત ભાજપ સરકારના પ્રવકતા મિડિયાને મળવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. રાષ્ટ્રીય કક્ષાએ આ ચુકાદાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. કોંગ્રેસના પ્રવકતાએ મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી કરી છે. તેના જવાબમાં સરકારના પ્રવકતાએ ડૉ. માયાબહેન કોડનાનીથી અંતર રાખતા જણાવ્યું હતું કે જ્યારે આ બનાવ બન્યો ત્યારે ડૉ. કોડનાની મંત્રી હતા જ નહીં. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૦૭માં નવી સરકારની રચના થતાં ડૉ. કોડનાની રાજ્ય કક્ષાના મંત્રીપદે વરાયા હતા. પરંતુ પાટીયા કેસમાં વોરન્ટ ઈસ્યુ થયું અને ધરપકડ થતાં મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું.
જયનારાયણ વ્યાસે પત્રકારોને જણાવ્યું હતું કે હજુ સરકાર પાસે આ ચુકાદાની સંપુર્ણ વિગતો ઉપલબ્ધ નથી. તે સંજોગોમાં કંઈ પણ કહેવું ઉચિત નથી.
કોંગ્રેસના પ્રત્યાઘાતોનો જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર પ્રકરણને જુદી દિશા આપવાનો કોંગ્રેસનો પ્રયાસ માત્ર રાજકીય હેતુ પ્રેરિત છે. કોંગ્રેસ શાસિત અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની ઘટના બની છે. ગુજરાતમાં કોંગ્રેસના એક પૂર્વ મંત્રી મહંમદ સુરતી રાષ્ટ્ર અને માનવતા દ્રોહ જેવા ગંભીર અપરાધ બદલ જેલની સજા ભોગવી ચૂક્યા છે. ભાજપના પ્રદેશ પ્રવકતા આઈ.કે. જાડેજાએ પણ જણાવ્યું છે કે ચુકાદાનો અભ્યાસ કરીને યોગ્ય કાર્યવાહી થશે. દરેક વ્યક્તિને નીચલી કોર્ટના ચુકાદા પછી ઉપલી કોર્ટમાં જવા માટેનો અધિકાર રહેલો છે.
તેમણે પણ દોહરાવ્યું છે કે જ્યારે નરોડા પાટીયાની ઘટના બની, ત્યારે ડૉ. માયાબહેન મંત્રી ન હતા. ન્યાયની પ્રક્રિયા હંમેશા ન્યાયની કાર્યવાહી કરતું હોય છે.
ભાજપના અન્ય અગ્રણીઓ અને કાર્યકરો સાથે આ ચુકાદા અંગે પ્રત્યાઘાત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભાજપના એક પૂર્વ મહામંત્રીએ જણાવ્યું હતું કે આ ચુકાદાથી પક્ષને બહુ મોટું નુકસાન થશે. પક્ષની હાંકલથી હવે કાર્યકરો ઉગ્ર કાર્યક્રમોમાં જોડાશે નહીં. પક્ષ કે સરકાર કાર્યકરોને બચાવી શકતા નથી એવો સ્પષ્ટ નિર્દેશ આ ચુકાદાથી મળે છે.
ભાજપના કાર્યકરોએ સંદેહ વ્યક્ત કર્યો હતો કે હવે સંવેદનશીલ વિસ્તારોમાંથી ફરી માઈગ્રેશન શરૃ થશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved