Last Update : 30-August-2012,Thursday

 
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે

અક્ષય કુમાર પછી હવે સોનાક્ષી સિંહા પણ 'જોકર'નું પ્રમોશન કરવા માગતી નથી

મુંબઈ, તા. ૨૯
અક્ષય કુમારે તેની ફિલ્મ 'જોકર'ના પ્રમોશનમાંથી હાથ ખેંચી લીધા હોવાના અહેવાલની સ્પષ્ટતા કરવામાં ફારાહ ખાન અને તેનો પતિ શિરિષ કુંદર વ્યસ્ત છે એવામાં ફિલ્મસર્જકને એક નવી સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક બાજુ અક્ષયની ખાસ મિત્ર સોનાક્ષી સિંહાએ પણ અક્ષયને પગલે ચાલીને આ ફિલ્મના પ્રમોશનમાં રસ લેવાનું છોડી દીધું છે. (અક્ષય અને સોનાક્ષીએે કેટલીક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અને અક્ષયે સોનાક્ષીની વર્ષગાંઠે એક પાર્ટી પણ યોજી હતી) તો બીજી બાજુ શિરિષ દિગ્દર્શિત ફિલ્મ 'કિક'નું શૂટિંગ પણ લંબાઈ ગયું છે સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, ફિલ્મનો મુખ્ય અભિનેતા સલમાન ખાન આ ફિલ્મની સ્ક્રિપ્ટથી ખુશ નથી. આથી નિર્માતા સાજિદ નડિયાદવાલાએ શિરિષને સ્ક્રિપ્ટ પર નવેસરથી કામ કરવાની સૂચના આપી છે.
જોકે સાજિદે પોતાની આ ફિલ્મની સ્ક્રિપ્ટનો બચાવ કર્યો હતો. તેમજ આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૃ થશે એ સમાચારને તેમણે સમર્થન આપ્યું હતું. ''સૌપ્રથમ તો હું એ વાત સ્પષ્ટ કરવા માગું છું કે, 'કિક' ફિલ્મ જરૃર બનશે આ ફિલ્મમાં સલમાન મુખ્ય ભૂમિકામાં છે અને શિરિષ દિગ્દર્શક છે. ફિલ્મના કેટલાક સંવાદો નવેસરથી લખવાના છે તેમજ એમાં થોડો ઘણો ફેરફાર કરવાનો છે. ફિલ્મની હિરોઈન નવોદિત હશે કે જાણીતો ચહેરો હશે એનો નિર્ણય સલમાનની તારીખો પરથી લેવાશે. તે અમારી સાથે તેની તારીખોની ગોઠવણ કરશે એટલે આવતા અઠવાડિયામાં અમે હિરોઈનને સાઈન કરીશું, ''એમ નડિયાદવાલાએ કહ્યું હતું.
જોકે શિરિષની સમસ્યાઓમાંની આ એક જ સમસ્યા છે. સૌથી પહેલા તો તેણે તેની ફિલ્મ 'જોકર'ના પ્રમોશનના મુદ્દાનું નિરાકરણ લાવવાનું છે. સોનાક્ષી અને અક્ષયે આ ફિલ્મના પ્રમોશનમાંથી હાથ ખેંચી લીધા હોવાથી આ ફિલ્મના પરિણામ પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન તોળાય છે.
જોકે ફારાહે ફિલ્મના પ્રમોશનમાં અક્ષય અને સોનાક્ષીની ગેરહાજરીને એક 'માર્કેટિંગ વ્યૂહ રચના' ગણાવીને તેના પતિ અને ફિલ્મનો પાંગળો બચાવ કર્યો હતો. ''રાઉડી રાઠોર'ના પ્રમોશન દરમિયાન આ બન્ને સતત લોકોની નજરમાં રહ્યા હોવાથી આ વખતે ફારાહને પર ગ્રહવાસીઓ પર ધ્યાન આપવું છે.'' એમ સૂત્રે કહ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved