Last Update : 30-August-2012,Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩૦-૦૮-૨૦૧૨, ગુરૃવાર
અધિક ભાદરવા સુદ ચૌદસ- પૂ.ફા.માં સૂર્ય
પંચક સાંજના ૫ ક. ૨૩ મિ.થી શરુ
ચાંદીમાં તેજી થઈ મંદી !

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૬ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૪ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૧૦ મિ. (સૂ) ૭ ક. ૧૧ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.
જન્મ રાશિ ઃ આજે સાંજના ૫ ક. ૨૩ મિ. સુધીમાં જન્મેલ બાળકની મકર (ખ. જ.) રાશિ આવશે ત્યાર પછી જન્મેલ બાળકની કુંભ (ગ. શ. સ. ષ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ ઘનિષ્ઠા રાત્રે ૨૯ ક. ૧૭ મિ. સુધી પછી શતભિષા
ગોચર ગ્રહ ઃ સૂર્ય- સિંહ, મંગળ- તુલા, બુધ- સિંહ, ગુરૃ- વૃષભ, શુક્ર- મિથુન, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન. ચંદ્ર- સાંજના ૫ ક. ૨૩ મિ. સુધી મકર પછી કુંભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ૨૫૩૮ દક્ષિણાયન શરદ ઋતુ, રા.દિ. ભા. ૮ માસ તિથિ વાર અધિક ભાદરવા સુદ ચૌદસ ને ગુરૃવાર. - પંચક સાંજના ૫ ક. ૨૩ મિ.થી શરુ, - વિષ્ટી ૨૦ ક. ૧૨ મિ.થી., સૂર્ય પુર્વાફાલ્ગુનીમાં બપોરના ૧ ક. ૫૬ મિ.થી વાહન બકરો સંયોગી - બુધ અસ્ત રાજાઓને, નેતાઓને પીડા, વરસાદની ખેંચ ! - બજારોમાં હવામાનમાં ફેરફારી જણાય - ચાંદીમાં તેજી થઈ મંદી - ચાંદીની વસ્તુઓમાં તેજી મંદી ! - કપાસ, કપડા, કાગળ, ચોખા, ઘઉં, સરસવ, જવાર, જીરૃ, ઘી, તેલ વગેરેમાં તેજી થઈ સરવાળે મંદી !
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૩ શવ્વાલ માસનો ૧૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૧૩ રોજ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ અનાજ કરિયાણા, રસકસના ધંધામાં તેમજ મોજશોખની ચીજવસ્તુ, કાગળ, કાપડના ધંધામાં સાવધાની રાખવી.

 

વૃષભ ઃ ધંધામાં નાણાંભીડ જણાય, ધંધો ઓછો જણાય નોકરીમાં વિલંબમાં પડેલ કામ ઉકેલાય, બહારનું કામ થઈ શકે.

 

મિથુન ઃ નોકરી- ધંધામા ંંસાવધાની રાખવી, તન- મન- ધનથી વાહનથી સંભાળવું સિઝનલ બીમારી ઇન્ફેક્શનથી સંભાળવું પડે.

 

કર્ક ઃ સાંસારિક- કૌટુંબિક પ્રશ્નમાં ધ્યાન આપી શકો. મિત્રવર્ગને મળવાનું થાય, નોકરી- ધંધામાં સાનુકૂળતા રહે.

 

સિંહ ઃ હરિફવર્ગ- ખટપટ ઇર્ષ્યા કરનારના કારણે નોકરી- ધંધામાં, સરકારી, રાજકીય,ખાતાકીય કામમાં ચિંતા- રૃકાવટ, મુશ્કેલી અનુભવો.

 

કન્યા ઃ વાણીની મીઠાશ- વ્યવહારની નમ્રતાથી નોકરી- ધંધાનું કામ ઉકેલાય. રોજીંદા કામ સિવાય અન્ય કામ થઈ શકે.

 

તુલા ઃ શરદી- કફ- છાતીમાં પીઠમાં દર્દપીડાથી સંભાળવું, નોકરી- ધંધાના કામમાં, નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં.

 

વૃશ્ચિક ઃ નોકરી- ધંધાના કામમાં ઉતાવળે કોઈ કામ કરો, નિર્ણય લો તેમાં મુશ્કેલી- ચિતા- તકલીફ અનુભવાય.

 

ધન ઃ નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે, તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય, આનંદ રહે.

 

મકર ઃ આપના કામના ઉકેલથી હળવાશ- રાહત અનુભવો, નોકરી- ધંધાના કામમાં ચિતા હળવી થાય કામ ઉકેલાય.

 

કુંભ ઃ અન્યના કારણે ચિંતા- બેચેની અનુભવો નોકરી- ધંધાના કામમાં શાંતિ રાહત જણાય નહીં.

 

મીન ઃ શેરોની લે-વેચમાં, કાગળ, કાપડના, અનાજ કરિયાણાના રસકસના ધંધામાં નોકરીમાં સંભાળવું પડે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૩૦-૦૮-૨૦૧૨, ગુરૃવાર

આજથી શરુ થતા જન્મવર્ષમાં એક- બે મહત્વના કામ ઉકેલાય જ્યારે એક- બે કામમાં રૃકાવટ ચિંતા મુશ્કેલીનો સામનો કરવો પડે. નોકરી- ધંધાના કામમાં વધુ પડતા વિશ્વાસે દગો- નુકસાન થાય અન્યના કારણે મુશ્કેલીમા આવી જાવ. તે સિવાય -

 

* વર્ષારંભે ઉતાવળિયો નિર્ણય ચિંતાજનક રહે વર્ષના મધ્ય ભાગમાં ફાયદો- લાભ થાય. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં ચિંતા- વ્યથા વધતી જણાય. કામમાં રૃકાવટ મુશ્કેલી અનુભવો.

 

* નોકરી- ધંધામાં સલામતીને સાવધાની રાખવી કોઈની દેખાદેખીમાં જોખમી નિર્ણય કરવો નહીં. કમાણી માટે લોભ- લાલચ- દોડાદોડ કરવી નહીં.

 

* સ્ત્રી વર્ગને વાણીની મીઠાશ ને વ્યવહારની નમ્રતા સાસરી પક્ષમાં, પિયર પક્ષમાં સાનુકૂળતા રહે, આરોગ્ય સાચવવું પડે.

 

* વિદ્યાર્થી વર્ગને પરીક્ષા સમયે અજાણતામાં જ તેમજ આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવું પડે.

 

 

સુપ્રભાતમ્

- સંિહના તીણા નખના પંજાથી છૂટી ગયેલાં અને લોહીથી રાતાં થઈ ગયેલાં મોતીને પાકાં બોર જાણીને ભીલડીએ લઈ લીધા પછી તેને સરોવરમાં ધોતાં સફેદ મોતી જાણી લીધાં પછી (ખાવા માટે નકામા જાણીને) જંગલમાં જ ફેંકી દીધાં !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

બોર્ડિંગમાં રહીને ભણતા લલ્લુએ પોતાના દોસ્તો સાથે વાતો કરતા કહ્યું, ''યાર, આ વખતે દગો થઇ ગયો.''
''કેમ, કોનાથી?'' ચંપુ બોલી ઊઠયો, ''અમારાથી કે તારાથી?''
''કોઇનાથી નહીં,'' લલ્લુએ ખુલાસો કર્યો, ''મારા પપ્પાથી.''
''કેમ, શું કર્યું એમણે?'' બીજો ચંદુ હતો એ બોલ્યો.
''અરે, મેં,'' લલ્લુએ કહ્યું, ''ચોપડીઓ લેવા માટે રૃપિયા મંગાવેલા તો એમણે ચોપડીઓ જ મોકલી દીધી.''

[Top]
 

આજ ની રેસીપી

મન મોંહી લે તેવી દહીંની વાનગીઓ

બકાલા રાઈસ (કન્નડ ડિશ)

 

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ ચોખા, ૧ મોટી કાકડી, ૮-૧૦ નંગ લીલી સીડલેસ (બી વગરની), દ્રાક્ષ, એક ઈંચ આદુનો ટુકડો, એક નંગ કાચી કેરી, એક ચપટી સાકર, અડધો કિલો દહીં, ૧૦૦ ગ્રામ મેંદાની ઝીણી સેવ (વર્મીસેલી), મીઠું સ્વાદ પ્રમાણે.

 

રીત ઃ સૌ પ્રથમ ભાત બનાવી લેવા પાણી જરા વધારે નાખવું. તેથી ભાત જરા નરમ રહે. છૂટા ન કરવા. મેંદાની સેવ પણ બાફી લેવી. ત્યાર પછી કાકડી કેરીના ઝીણા ટુકડા કરી ભાતમાં નાખી ખૂબ મિક્સ કરવા. ઉપરથી દહીં નાખી ભાતને ખૂબ જ મિક્સ કરવા. ભાતનો દાણો દેખાય નહીં તેમ મિક્સ કરવા. તેમાં જોઈતા પ્રમાણમાં મીઠું તથા ચપટી સાકર નાખવી. તેની ઉપર બાફેલી સેવ તથા કોથમીર અને જોઈએ તો લીલા મરચાંના ટુકડા પાથરો. શણગારવું તેમ જ ઉપરથી ઘીમાં જીરાનો વધારો કરવો. (વઘાર જરૂરી નથી.) આ વાનગી ગરમીની સીઝનમાં ખૂબ જ ઠંડક આપે છે તેમ જ થાક ઉતારી નાખે છે.

 

[Top]
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved