Last Update : 29-August-2012,Wednesday

 

ટ્વીટર સ્વાતંત્ર્ય


વાતાવરણ તો એવું છે, જાણે દેશમાં બીજી કટોકટી અને તેની સામેનો બીજો સંગ્રામ ચાલે છે. કટોકટી બીજી જબરદસ્તીઓ ઉપરાંત મુખ્યત્વે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ માટે કુખ્યાત બની હતી. પરંતુ ઇન્ટરનેટયુગમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની વ્યાખ્યા બદલાઇ ગઇ છે. સોશ્યલ નેટવર્કિંગ અને માઇક્રોબ્લોગિંગની વેબસાઇટો શાસનના લોખંડી પંજા સામે અદૃશ્યપણે બાથ ભીડે છે અને ઘણી વાર તેમને પછાડે છે. શાસકોને એ માફક આવતું નથી. એટલે વિવિધ બહાનાં કે કારણો ઊભાં કરીને તે સોશ્યલ નેટવર્કિંગના અમર્યાદ સ્વાતંત્ર્ય પર પોતાના ફાયદા પ્રમાણે અંકુશ મૂકવાનો પ્રયાસ કરે છે.
ચીન જેવા દેશો ઇન્ટરનેટ પર જમાદારી કરવા માટે નામીચા છે. 'ધ ગ્રેટ (ફાયર)વોલ ઓફ ચાયના' તરીકે ઓળખાતી સોફ્ટવેરની 'દીવાલો'થી ચીનના સામ્યવાદી શાસકો ભલભલી માહિતી અને વેબસાઇટો ચીનમાં આવતી અટકાવી શકે છે. બ્લોગ અને સોશ્યલ નેટવર્કિંગમાં શું ચાલી રહ્યું છે અને સરકારવિરોધી પ્રવૃત્તિઓ કોણ કરે છે, એની તપાસ માટે પણ ચીનની સરકારમાં માણસોની ફોજ દિવસરાત કાર્યરત રહે છે. બીજાની સરખામણીમાં ચીન આત્યંતિક છે એ ખરું, પણ આ બાબતમાં મોટા ભાગની સરકારોની મથરાવટી વખાણવા જેવી નથી હોતી. ભારતની યુપીએ સરકાર પણ એમાં બાકાત નથી.
થોડા મહિના પહેલાં 'ફેસબુક' પર વડાપ્રધાન અને કોંગ્રેસપ્રમુખની અભદ્ર તસવીરોને કારણે છંછેડાયેલા કપિલ સિબ્બલે ઇન્ટરનેટ પર ચોકીપહેરો મૂકવાની વાત કરીને સેંકડો 'નેટીઝન'નો રોષ વહોરી લીધો હતો. ઇન્ટરનેટ વિશ્વના નાગરિક - 'નેટીઝન'-ના બૂમરાણમાં ઘણું તથ્ય હતું. સાબદા ન રહીએ તો સરકારો મોઢે ડૂચા મારવા તૈયાર જ છે, એવી તેમની બીક વાજબી છે, પરંતુ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની અત્યારે ચાલતી તકરારમાં મામલો એટલો સીધોસાદો નથી. આસામમાં હિંસા અને તેના પગલે દક્ષિણ ભારતનાં શહેરોમાંથી ઇશાન ભારતીયોની શરૃ થયેલી હિજરતના મૂળમાં ઇન્ટરનેટ-એસ.એમ.એસ.ના માધ્યમથી ફેલાયેલી અફવા હોવાનું જણાયું હતું. એ કારણ આગળ ધરીને સરકારે ફરી એક વાર, ધિક્કારપ્રેરક સામગ્રી પર અંકુશ લાદવાના બહાને, વેબસાઇટો પરનાં કેટલાંક પેજ સેન્સર કર્યાં છે- તે જોવા ન મળે એવી ગોઠવણ કરી છે. ટ્વીટર અને ફેસબુક જેવી લોકપ્રિય સાઇટોના તંત્ર સાથે પણ સરકારની વાટાઘાટો ચાલે છે. એ કંપનીઓ માટે એક તરફ તેના ખાતેદારોનો વિશ્વાસ અને સાઇટની લોકપ્રિયતા છે, તો બીજી તરફ સરકારની નારાજગીથી બને ત્યાં સુધી બચવાનો પ્રયાસ પણ છે.
બાકીની દરેક બાબતોને રાજકીય રંગ આપી શકાતો હોય તો સરકારના આ પગલાંને પણ શા માટે નહીં? સરકારે કેટલીક વ્યક્તિઓનાં એકાઉન્ટ અને કેટલીક સામગ્રી ઇન્ટરનેટ પર પ્રતિબંધિત કરાવી છે. વડાપ્રધાનની કચેરીના નામે ટ્વીટર પર ચાલતાં નકલી ખાતાંનાં પાટિયાં પડાવ્યાં છે. આ પ્રકારનાં પગલાં કાયદો-વ્યવસ્થાના સો ટચના શુદ્ધ હેતુથી લેવાયેલા ન હોય, એવી પૂરી સંભાવના રહે છે.
પરંતુ હકીકત એ પણ છે કે રાજકીય સ્વાર્થ ખાતર સરકારનો વિરોધ કરી રહેલા લોકો ઇન્ટરનેટ પર અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો ભરપૂર દુરુપયોગ કરતાં જરાય ખચકાતા નથી. સરકારી અંકુશો સામે જાહેર વાંધો ઉઠાવવામાં ગુજરાતના મુખ્ય મંત્રીનો સમાવેશ થાય છે. તેમણે આ પગલાના વિરોધમાં પોતાના ટ્વીટર એકાઉન્ટમાંથી પોતાનો ફોટો કાઢીને કાળું ચોકઠું મૂકી દીધું હતું. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપનો વિરોધ કરવાનો દરેકને અધિકાર હોય જ, પરંતુ ગુજરાતના મુખ્ય મંત્રી એ કરે ત્યારે એ વિચિત્ર દૃશ્ય બની રહે છે. 'પરઝાનિયા' અને 'ફના' જેવી ફિલ્મોને સત્તાવાર કે બિનસત્તાવાર રીતે ગુજરાતમાં રજૂ થતી અટકાવવામાં આવી હતી. પરંતુ મુખ્ય મંત્રી અસલી દુનિયાનાં પોતાનાં કારનામાં સગવડપૂર્વક ભૂલીને, ટ્વીટર-સ્વાતંત્ર્યના મશાલચી તરીકે રજૂ થઇ શકે છે.
સરકારે પહેલી તકે પ્રતિબંધનું શસ્ત્ર ઉગામવાને બદલે લોકોમાં પોતાની વિશ્વસનીયતા વધે એ દિશામાં પ્રયાસ કરવાની વધારે જરૃર છે. ઇન્ટરનેટનું માધ્યમ મૂળભૂત રીતે એટલું મજબૂત અને મોકળાશભર્યું છે કે તેના મોઢે ડૂચા મારવાથી કદાચ ટૂંકા ગાળાનો ફાયદો થાય, પણ લાંબા ગાળે ડૂચા મારનારને જ નુકસાન થવાની સંભાવના વધુ રહે છે.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved