Last Update : 29-August-2012,Wednesday

 

મૂળ ભારતના એવા પાંચ ઉમેદવારો ચૂંટણી લડશે
અમેરિકાના આંગણે પણ 'તુલસી' ઃ સંસદના જંગમાં

 

- ગુજરાત-અમેરિકામાં એક સાથે જંગ ઃ ભારતીયોની વધતી સંખ્યાથી વિજય

 

અમેરિકા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ લગભગ એક સાથે યોજાઈ રહી છે. અમેરિકામાં નવેમ્બરમાં પ્રમુખની ચૂંટણી છે. જયારે ગુજરાતમાં ૨૦૧૨ના ડિસેમ્બરના અંતમાં ચૂંટણીઓ છે. અમેરિકામાં ૬ નવેમ્બરે ચૂંટણીઓ છે જયારે ગુજરાતમાં ચૂંટણીઓની તારીખો ચૂંટણી પંચે જાહેર નથી કરી. દુનિયાભરના રાજકારણીઓની નજર અમેરિકાની ચૂંટણીઓ પર છે જયારે ગુજરાતની ચૂંટણીઓ પર ભારતના તમામ રાજકીય પક્ષોની નજર છે.
એક સમય હતો કે જયારે અમેરિકાની ચૂંટણીઓમાં લોકોને બહુરસ નહોતો પરંતુ વૈશ્વિક રાજકારણ સમજવમાં લોકો રસ લઈ રહ્યા છે ત્યારથી અમેરિકાની ચૂંટણી ભારતના લોકોમાં રસપ્રદ બનવા લાગી છે.
અહીં મૈં તુલસી અમેરિકા કે આંગન કી સહિત અન્ય પાંચ મૂળ અમેરિકી ભારતીય ઉમેદવારોની ઝલકને સમાવવામાં આવી છે. મૂળ ભારતના લોકો અમેરિકામાં દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. ચૂંટણી જંગથી ભારતીયો દૂર રહેતા હતા પરંતુ અમેરિકામાં ભારતીયોની સંખ્યા વધતા ભારતીયો સંસદ બનવા માટેના જંગમાં હોંશે-હોંશે ભાગ લઈ રહ્યા છે. આગામી નવેમ્બરે યોજાનાર સંસદની ચૂંટણીઓમાં પાંચ ભારતીય ચહેરા મેદાનમાં છે. અમેરિકાના પ્રમુખની ચૂંટણીઓ સાથે આ સંસદની ચૂંટણીઓ પણ થશે.
અમેરિકાના પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં મૂળ ભારતીય એવા ૧૦ લાખ લોકો મતદાન કરશે. આ સંખ્યા અમેરિકાના કુલ મતદારોના ૦.૫ ટકા જેટલી છે. પરંતુ ભારતીયોનો ચૂંટણી જંગમાં વધતો રસ અહીં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ વખતે મૂળ ભારતીય એવા પાંચ જણા સંસદના જંગમાં ઉતર્યા છે. તેમાં ઉપેન્દ્ર શિવ શુકલા, એની બેરી, મનન ત્રિવેદી, સૈયદ તાજ, રીકી ગીલ અને તુલસી ગરબાર્ડનો સમાવેશ થાય છે.
તુલસી ગબાર્ડ અમેરિકાના રાજકારણનો અનુભવ ધરાવે છે. ભારતમાં તુલસી નામ લોકપ્રિય છે. તુલસી નામનો આ રાજકીય છોડ અમેરિકાના રાજકીય તખ્તા પર ઉભરી રહ્યો છે તે આવકારદાયક છે.
આ પાંચ ભારતીયો પૈકી ચાર ડેમોક્રેટીક પક્ષના છે જયારે એક રિકી ગીલ રિપબ્લીક પક્ષના છે. આ પાંચ પૈકી ઉપેન્દ્ર શિવકુલા ન્યુજર્સીમાંથી લડવાના છે. ન્યુજર્સી જનરલ એસેમ્બલીની વિધાનસભામાં તે હતા ૨૦૦૭થી તે એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર હતા. તેઓ ડેમોક્રેટીક પાર્ટીના સભ્ય છે.
બીજા છે એમી બેરી. તે પણ ડેમોક્રેટીક પક્ષના છે તે કેલિફોર્નિયામં જન્મેલા છે અને કેલિફોર્નિયામાંથી જ ચૂંટણી લડવાના છે. વ્યવસાયે તે ડોકટર છે અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તે ચીફ મેડિકલ ઓફિસર રહી ચૂકયા છે તેમણે સ્થાનિક લોકોની વચ્ચે રહીને ઘણા કામો કર્યા છે.
એવી જ રીતે મનન ત્રિવેદી પણ ડેમોક્રેટીક પક્ષમાં છે. તે પેન્સિલવેનીયામાં જન્મેલા છે અને ત્યાંથી જ ચૂંટણી લડી રહ્યા છે. મનન ત્રિવેદી પણ ડોકટર છે. ઇરાક યુદ્ધ દરમ્યાન તેમણે સારી કામગીરી કરી હતી. ૨૦૧૦ની ચૂંટણીમાં પણ તે નોમીનેટ થયા હતા. એક તબક્કે તેમણે પ્રમુખ બરાક ઓબામાના હેલ્થ કેર સલાહકાર તરીકે કામ કર્યું હતું.
ડેમોક્રેટના અન્ય એક ઉમેદવાર સૈયદ તાજનો જન્મ ભારતમાં થયો હતો. મિશિગન ખાતેથી ચૂંટણી લડવાના છે. એમી બેરા અને મનન ત્રિવેદીની જેમ સૈયદ તાજ પણ ડોકટર છે. ૨૦૦૮માં તે કેપ્ટન ટાઉનશીપમાં ચૂંટાયા હતા.
જેનું કુટુંબ ખેતી સાથે વણાયેલું છે તે રીકી ગીલ રિપબ્લીકન ઉમેદવાર છે. તે કેલિફોર્નિયાના લોગીમાં જનમ્યા હતા અને કેલિફોર્નિયામાંથી લડવાના છે. કેલિફોર્નિયાના બહુ પ્રસિદ્ધ અભિનેતા આર્નાલ્ડ સ્વારજેનેગરે (રોમ્બો-ફેઇન) તેમને સ્ટેટ બોર્ડ ઓફ એજયુકેશનના સભ્ય બનાવ્યા હતા.
મૂળ ભારતના એવા પાંચમાં અમેરિકી તરીકે તુલસી ગબાર્ડનો સમાવેશ થાય છે. તે મુળ મુદ્દે ભારતીય નથી પણ હિંદુ ધર્મમાં માને છે. એટલે જ તેમણે ભારતનું લોકપ્રિય નામ તુલીસને પસંદ કર્યું છે. ડેમોક્રેટીક પાર્ટીના આ ઉમેદવારનું હવાઈ ચૂંટણી ક્ષેત્ર છે. અમેરિકી સમોઆમાં જન્મેલા તુલસી ગરબાર્ડ ૨૦૦૨માં હવાઈના વિધાનસભાના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરની સભ્ય બની હતી. એજયુકેશન, ટુરીઝમ જેવી કમિટીમાં પણ તે રહી ચૂકી છે.
અમેરિકામાં ચૂંટણીઓનો માહોલ અત્યારથી જ ઉભો થઇ ગયો છે. મૂળ ભારતીયો અહીં ચૂંટણીમાં તન-મન-ધનથી સહકાર આપી રહ્યા છે. અમેરિકાના સમાચાર માધ્યમો એવું નોંધી રહ્યા છે કે આજે ભલે મૂળ ભારતીયોનો મત ૦.૦૫ ટકા હોય પરંતુ સમય જતાં આ સંખ્યા વધશે. જયારે જયારે ભારતીયોના હાથમાં વહીવટ આવ્યો છે ત્યારે - ત્યારે તેમણે કુશળતા પૂર્વક તે બજાવ્યો છે.
અમેરિકામાં જો બ્લેક -ઓબામા પ્રમુખ બની શકે તો મૂળ ભારતીય પણ પ્રમુખ બની શકે છે. આ માટે થોડો સમય રાહ જોવી પડશે. હાલની સ્થિતિમાં દરેક ક્ષેત્રે ભારતીયોને આવકાર મળી રહ્યો છે. આશા રાખીએ ચૂંટણીમાં મૂળ ભારતીયો ડંકો વગાડશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 

 

 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved