Last Update : 29-August-2012,Wednesday

 

ભારતમાં બેડમિન્ટનને વધુ લોકપ્રિય બનાવવાની જરૃર

આ રમતમાં સ્વાતંત્ર્ય પૂર્વેથી જ ચેમ્પિયન ખેલાડીઓની હાજરી વર્તાતી. આજે જ્યારે બીજી ગેમ્સ તરફથી નિરાશા સાંપડી છે ત્યારે બેડિમન્ટને દેશવાસીઓને સતત ગર્વાનુભૂતિ કરાવી છે

લંડનમાં યોજાયેલા ઓલિમ્પિક્સ માટે જ્યારે એક બાજુ ટેનિસમાં રોહન બોપન્ના-મહેશ ભૂપતિ-લિએન્ડર પેસ વચ્ચે પાર્ટનરશિપનો જંગ ચાલી રહ્યો હતો અને સાનિયા મિર્ઝાએ એમાં ટાપસી પૂરવા માટે મહિલાઓ સાથે થતા દુર્વ્યવહાર માટે ધમપછાડા કર્યા હતા ત્યારે લાગતું હતું કે દેશના કોઈ પણ ખેલાડી માટે સૌથી ગર્વનીવાત ગણવામાં આવતા રમતોત્સવમાં જે રમતમાં તેઓ ભાગ લેવા જઈ રહ્યા છે એના માટે આટલો મોટો હોબાળો? અને પરિણામ પણ અપેક્ષા મુજબનું જ આવ્યું અને કોઈ પણ સિંગલ્સ કે ડબલ્સના ખેલાડીઓ ક્વાર્ટર ફાઇનલની સીમાને ઓળંગી નહોતા શક્યા. દીપિકા કુમારી નામે વર્લ્ડ નંબર વન ગણવામાં આવતી તીરંદાજે આશાસ્પદ રહેવાના તમામ કારણો બતાવ્યા હતા, પણ તે પ્રી-ક્વાર્ટર્સમાં પણ નહોતી પહોંચી શકી. બેજિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સ્વાભાવિકપણે તમામ લોકોની નજર અભિનવ બિન્દ્રા પર હતી, પણ તેના સ્થાને ગગન નારંગે દેશની લાજ બચાવી. બોક્સિંગમાં પણ ગરજેલા વાદળમાંથી એક જ વરસવા જેટલું સક્ષમ સાબિત થયું. આ તમામની વચ્ચે એક રમત એવી હતી જેમાં આશા ફક્ત એક જ ખેલાડી પાસેથી હતી અને તેણે તો દેશનું નામ ઊંચું કર્યું જ, પણ એ ગેમની રમતના તમામ ખેલાડીઓના દેખાવ તરફ નજર કરીએ તો આ રમતમાં ભારતે કરેલો દેખાવ સાચે જ આશા કરતા અનેકગણો વધુ હતો. આ રમત છે બેડમિન્ટન.
ઘણી વખત ૩૦૦ કિલોમીટર પ્રતિકલાકથી પણ વધુ ઝડપે આવતા શટલકોક (ફુલ)ને એટલી જ ત્વરિત પ્રતિક્રિયા આપીને યોગ્ય બચાવ કરવાની ક્ષમતાને વારંવાર પરીક્ષા પર મૂકતી આ રમતમાં ભારતીય ટીમના ખેલાડીઓએ વિશ્વ સમક્ષ પોતાનું ઊંચું નામ જડી નાખ્યું છે. સાયના નેહવાલ, અશ્વિની પોનપ્પા, જ્વાલા ગુટ્ટા અને પરુપલ્લી કશ્યપના દેખાવે ખરેખર બ્રાઝિલના રિયો દી જાનેરોમાં ૨૦૧૬માં યોજાનારા ઓલિમ્પિક્સ પાસેથી વધુ મેડલ્સની આશા જગાવી છે. સિંગલ્સમાં સાયના નેહવાલ પહેલી ભારતીય છે જેણે આ રમતમાં ચંદ્રક મેળવ્યો હોય. ભલે ઘણા લોકો એને નસીબના જોરે મેળવેલું મેડલ ગણાવે, પણ ચીનની વર્લ્ડ નંબર ટુ વાંગ ઝિનને ઇજા ન પહોંચી હોત તો પણ સાઇના પાસે એ મેચ જીતવાની કોઈ તક નહોતી એમ તો ન જ ઠરાવી શકાય.
આ રમતમાં અજેય આધિપત્ય જમાવનારા ચીન પાસેથી એમનો એક મેડલ છીનવવાનો શ્રેય આ ક્વીન ઓફ બેડમિન્ટન કોર્ટના શિરે હકથી આપી શકાય. આ રમત માટે જોઈતી કાંડાની કરામત, આઉટ-લાઇનના સ્થાનની યોગ્ય સૂઝબૂઝ, જોરથી ફટકો મારવાના 'સ્મેશ શોટ' અને સામેના ખેલાડીના આક્રમણનો સામનો કરવા માટેનો રમતની સ્પીડ પરનો કાબૂ અને છેલ્લી ઘડીના ફેરફારો કરવાની ક્ષમતા પર હૈદરાબાદની આ ખેલાડી અત્યારે વિશ્વના ટોચના ત્રણમાં આવે છે એમાં કોઈ બેમત નથી અને એનો પુરાવો પણ ઓગસ્ટની ચોથી તારીખે મળી ગયો છે.
આ ઓલિમ્પિક્સમાં જો મેડલની બાબતે યોગેશ્વર દત્ત અને વિજયકુમારે અનુક્રમે કુશ્તી અને રેપિડ ફાયર શૂટિંગમાં કાંસ્ય અને રજત ચંદ્રક સાથે સુખદ સરપ્રાઇઝ આપી હોય, પણ એના જેટલી જ મોટી સરપ્રાઇઝ બેન્ગલોરના બેડમિન્ટન ખેલાડી પરુપલ્લી કશ્યપે આપી છે. વિશ્વના નંબર એક ખેલાડી સામે સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં હારનારો આ ખેલાડી બેડમિન્ટનનો વિરાટ કોહલી ગણી શકાય.
આ ઓલિમ્પિક્સમાં ભારત સાથે ફક્ત બોક્સિંગમાં જ નહીં, પણ બેડમિન્ટનમાં પણ અન્યાય થયેલો જોવા મળ્યો હતો. ભારતીય ઓલિમ્પિક્સ સંઘ માટે જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની મુશ્કેલી પણ ઘણી હેરાન કરાવનારી હતી. જાપાને જાણી જોઈને તેમની વિમેન્સ ડબલ્સ મેચ હારી અને ભારતને ક્વાર્ટરમાં પ્રવેશવાની તક ન આપી એ આરોપ ભારતે મૂક્યો હતો. એ પહેલાં પહેલી મેચ હારી ગયા પછી જ્વાલા અને અશ્વિનીએ જે પ્રકારનો કમબેક કર્યો હતો એના જુસ્સાપરથી લાગી રહ્યું હતું જો તેમને ટુર્નામેન્ટમાં આગળ જવાની તક મળી હોત તો તેમણે સામુહિક નિષેધ કર્યો હોત.
ભારત માટે બેડમિન્ટનની રમતમાં ઉપર્યુક્ત ગણાવવામાં આવેલા ખેલાડીઓ સમયાંતરે મળ્યા હોય એવું ગણી શકાય. આ રમતનું આધુનિક સ્વરૃપ ભારતમાં જ શોધ પામ્યું છે. ઓગણીસમી સદીમાં બ્રિટિશ અધિકારીઓ 'પૂના' નામે ઓળખવામાં આવતી આ રમત રમતા અને પછી હરહંમેશની જેમ બ્રિટનમાં પણ તેઓ આ રમતને તેમના દેશમાં ઉપાડી ગયા હતા. ગ્લોસ્ટરશાયરના બેડમિન્ટન હાઉસમાં એ નિયમિત રમવામાં આવતી હોવાથી તેનું નામકરણ એ હાઉસ પરથી થયું. ભારતે પહેલી રાષ્ટ્રીય શ્રેણીનું યજમાનપદ ભોગવ્યું અને વિશ્વના ટોચના ખિલાડીઓ ૧૯૩૪માં આ રમત રમવા ભારત આવ્યા. આ રમતના ઉદ્ગમસ્થાન સમાન ભારતના પહેલા ટોચના ખેલાડીઓ પ્રકાશ નાથ અને દેવિન્દર મોહન વચ્ચે હરીફાઈ અને મિત્રતાનો એવો સુસંગત મેળ હતો કે સ્વતંત્રતા પહેલાં ૧૯૪૨થી '૪૬ સુધી તેમણે એકાંતરે આ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ જીતી હતી. લંડનમાં ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં પ્રકાશ નાથ ક્વાર્ટરમાં મિત્રને હરાવી ફાઇનલ સુધીની સફર ખેડી શક્યા હતા. ત્યાર પછી નંદુ નાટેકર જેવા મધ્યમ વર્ગીય કુટુંબના આશાસ્પદ ખેલાડીએ ટેનિસમાં ખૂબ જ પૈસા જોઈતા હોવાથી બેડમિન્ટન પસંદ કર્યું હતું. ઘણા વર્ષ સુધી તેઓ વિશ્વના ટોચના દસ ખેલાડીઓમાં હતા અને વિશ્વમાં પહેલા ક્રમાંકના ખેલાડીને પણ તેમણે હરાવ્યા હતા.
જોકે બેડમિન્ટનમાં ભારતનો સ્વર્ણકાળ બેન્ગલોરના છ ફુટથી પણ વધુ ઉંચાઈ ધરાવતા પ્રકાશ પાદુકોણ (જેમને દુર્ભાગ્યે હવે દીપિકા પાદુકોણના પિતા તરીકે ઘણા લોકો ઓળખે છે!) કોર્ટ પર પોતાનું આધિપત્ય જમાવવાની કોશિશમાં હતા. વર્લ્ડ કપ, ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશીપ, કોમનવેલ્થ ગેમ્સ વગેરે જીતનારા આ ખેલાડીએ શિસ્તબદ્ધ રીતે ખેલાડીના વિકાસ પર ભાર મૂક્યો હતો અને એક નવી ગાથા લખાઈ હતી. તેમણે સ્થાપિત કરેલી એકેડેમી બેડમિન્ટનના સિતારાઓને આપણી સમક્ષ લાવવા માટેની જડીબુટી સાબિત થઈ. એમાંનું સૌથી મોટા ઉદાહરણ ૨૦૦૧માં ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશીપ જીતનારો પુલેલા ગોપીચંદ (જે આ ઓલિમ્પિક્સમાં નેશનલ ટીમના કોચ તરીકે હતો) અને મુંબઈમાં જન્મેલી ગુજરાતી મૂળની અપર્ણા પોપટ છે. અપર્ણા ૨૦૦૦ અને ૨૦૦૪ની સાલમાં ઓલિમ્પિક્સ રમી ચૂકી છે. કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર અને બ્રોન્ઝ તથા આઠ વખત નેશનલ ચેમ્પિયનશીપ જીતેલી આ ખેલાડી વિશ્વસ્તરે મહિલાઓમાં બેડમિન્ટન ખેલાડી તરીકે સાયના પહેલાં અભૂતપૂર્વ વાહવાહી મેળવી ચૂકી છે. પુલેલા ગોપીચંદે પણ પોતાની એકેડેમી શરૃ કરી છે અને સાયના જેવા અઢળક ખેલાડીઓ આ રમતમાં યોગદાન આપી શકે એની પૂરતી તૈયારી થઈ રહી છે.
એક પ્રશ્ન અચૂક થશે કે જો પ્રતિભાશાળી ખેલાડીઓ પૂરતી સંખ્યામાં હોય અને સમયાંતરે તેમણે તિરંગાને વિનિંગ સેરેમનીમાં સલામી આપી હોય, તો પણ ભારત પાસે ૧૯૯૨ની ઓલિમ્પિક્સમાં બેડમિન્ટનના સમાવેશ પછી ફક્ત એક જ મેડલ કેમ? આ પ્રશ્નના ઘણા પાસાં છે. એક તો ટેનિસની સરખામણીમાં આ ગેમને પસંદ કરનારાંની સંખ્યા ઓછી છે. આ ઉપરાંત મધ્યમવર્ગીય કુટુંબ માટે આંતરરાષ્ટ્રીય સ્તરના રેકેટ (નંગના ૨૦થી ૨૫ હજાર રૃપિયા)કે શટલકોક (નંગદીઠ ૨૫૦થી ૫૦૦ રૃપિયા) ખરીદવા ઘણા મોંઘા પડે. ભારતીયોની ઉંચાઈ આ રમત માટે સુસંગત છે, પણ આપણો ખોરાક તથા નાનપણથી જ ન મળેલી ટ્રેનિંગ સફળતાના રસ્તામાં અણીદાર કાંટાનું કામ કરે છે. આલિમ્પિક સંઘ અને એની સુસંગત સંસ્થાઓેએ ખેલાડીને આકર્ષિત કરવા માટે એ પ્રકારના વ્યવસ્થાપનને કેળવવું પડે. શક્તિ કેળવવા અને શરીરમાં ઓછી શિથિલતા મેળવવા માટે એ પ્રકારની ટ્રેનિંગને નાનપણથી મેળવવી પડે અને એ કેટલાં બાળકો નાના હોય ત્યારથી બેડમિન્ટન ખેલાડીનું સ્વપ્ન સેવી શકે છે? ભારત જેવા દેશમાં ક્રિકેટ જેટલી લોકપ્રિયતા તો કોઈની નથી જ, પણ પછી ટેનિસ અને યુરોપના દેશોમાં રમાતી ફુટબોલની ટુર્નામેન્ટની છે. ફક્ત બેડમિન્ટન જ નહીં, પણ બોક્સિંગ, વેઇટ લિફ્ટિંગ અને ધરાશાયી ગણાતી હોકીને ઊંચું લાવવા માટે લોકોનું આકર્ષણ ખેંચવાની તમામ કોશિશો કરી લેવી જોઈએ. આપણા ગોલ્ડ મેડલ જેમના નસીબમાં હશે એ આ તાલિમ મેળવવાની એકૈડેમીમાં પહોંચી પડશે એ ચોક્કસ છે.

Share |
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved