Last Update : 29-August-2012,Wednesday

 
દિલ્હીની વાત
 
સોનિયા ગાંધી બાંયો ચઢાવે છે...
નવી દિલ્હી, તા.૨૮
સોનિયા ગાંધી આજે ભાજપ સામેના મોરચાનું નેતૃત્વ લેવા બાંયો ચઢાવીને મેદાનમાં આવ્યા હતા. કોલસાની ખાણ ફાળવણીના મુદ્દે ઉહાપોહ કરી રહેલા ભાજપ સામે તેમણે સંયુક્ત બનીને લડત આપવા જણાવ્યું છે. તેમણે એનસીપીના વડા શરદ પવાર અને નેશનલ કોન્ફરન્સના ફારૃક અબ્દુલ્લા સાથે ચર્ચા કરી હતી અને પછી સમાજવાદી પક્ષના સુપ્રિમો મુલાયમસિંહ યાદવની સાથે બેસીને નમસ્તે કહ્યું હતું, તેમની સાથે ચર્ચા બાદ શુક્રિયા પણ કહ્યું હતું. સોનિયા ગાંધીનો આ નવો અવતાર હતો જેનો જન્મ આસામ હિંસાચાર અંગેની ચર્ચામાં ભાજપના નેતા એલ.કે. અડવાણીના સંબોધન વખતે થયો હતો. જ્યારે ગુસ્સે ભરાયેલા સોનિયાએ અડવાણીને શબ્દો પાછા ખેંચાવ્યા હતા.
અંબિકા સોનીનો અવાજ
સોનિયા ગાંધી ગમે એટલો પંપ માટે પણ ભાજપના સભ્યો જેટલા એગ્રેસીવ તેમના પક્ષના સભ્યો બની શકતા નથી આજે પ્રશ્નોત્તરીનો સમય પુરો થતાં જ ભાજપના સભ્યોએ હો-હા મચાવી દીધી હતી. તેઓ અધ્યક્ષની બેઠક સુધી પહોંચી ગયા હતા. ત્યારે સોનિયા ગાંધીએ અંબિકા સોનીને વિરોધ દર્શાવવા કહ્યું હતું. પરંતુ અંબિકા સોની વિપક્ષના સભ્યો જેટલું જોરથી બોલી શક્યા નહોતા. ભાજપના સભ્યોના ઉહાપોહમાં અંબિકા સોનીનો અવાજ દબાઈ ગયો હતો. એક તબક્કે કોંગ્રેસના સભ્યો ભાજપના સભ્યો સાથે તૂ-તૂ, મૈં-મૈં કરવા લાગતા સોનિયાએ તેમને રોક્યા હતા.
સંસદથી શેરી સુધી
કોંગી સભ્યોને ભલે સોનિયા ગાંધીએ ભાજપના સભ્યો સામે આક્રમક બનવાની સલાહ આપી હોય પરંતુ ભાજપ હવે સંસદમાંથી શેરીઓ સુધી પહોંચવા માગે છે. કોલસા કૌભાંડ સહિતના ભ્રષ્ટાચાર સામે ભાજપ દેશવ્યાપી આંદોલન કરવાની તૈયારી કરી રહ્યું છે. એક વાત સ્પષ્ટ છે કે યુપીએ સરકારમાં ભ્રષ્ટાચારની મોટી હારમાળા છે. ૨૦૧૪ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ સરકાર સામે અત્યારથી જ વિરોધનો ટેમ્પો ઊભો કરી રહી છે...
સંસદ જૈસે-થે
સંસદ ઠપ થવા બાબતે સરકારે વિપક્ષ સાથેના સમાધાનના પ્રયાસો પણ ચાલુ રાખ્યા છે. વિપક્ષના નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો વચ્ચે બેઠકોનો દોર ચાલુ છે. કોંગ્રેસે સંસદ સામાન્ય બને અને નિર્વિઘ્ન ચાલે માટે બેઠકો કરે છે. શાહનવાજ હુસેન અને ગૃહપ્રધાન સુશીલકુમાર શીંદે વચ્ચે આજે મંત્રણા થઈ હતી. સુષ્મા સ્વરાજ પણ લોકસભાના અધ્યક્ષને મળ્યા હતા. જો કે સંસદની સ્થિતિ આગામી દિવસોમાં પણ જૈસે-થે જેવી રહેશે એમ દેખાઈ રહ્યું છે.
બદ્તમીઝ કહીં કે...
ઉત્તર પ્રદેશમાં શહેરી વિકાસ પ્રધાન મોહમ્મદ આઝમ ખાનની તુમાખીનો અનુભવ અધિકારીઓને થયો હતો. વાત એમ બની કે એક બેઠકમાં અગાઉથી જાણ કર્યા વગર ટોચના અધિકારી નહોતા આવ્યા આઝમખાનને ગુસ્સો એટલા માટે આવ્યો કે બેઠક ચીફ સેક્રેટરીએ બોલાવી હતી.
સ્પેશ્યલ સેક્રેટરી વિષ્ણું સ્વરૃપ મિશ્રાએ ખુલાસો કરવા મોં ખોલ્યું કે તરત જ આઝમ ખાન તટક્યા હતા કે 'ચૂપ બેઠીયે... બદ્તમીઝ કહીં કે ?' જો કે પત્રકારોએ પૂછ્યું કે ગેરહાજરી અધિકારીઓ સામે પગલાં લેવાશે ! ત્યારે આઝમ ખાને ના પાડી હતી...
Share |
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved