Last Update : 29-August-2012,Wednesday

 

ટાઇટલ ગુમાવ્યા તો શું થયું, તેઓ મારી યાદોને અને ચાહકોના પ્રેમને નહીં છીનવી શકે
આર્મસ્ટ્રોગની ખુમારી ઃ ચાહકોએ મારા માટે દુઃખી થવાની જરૃર નથી

ડોપિંગ વિવાદમાં આર્મસ્ટ્રોંગને ટુર ડી ફ્રાન્સના સાત ટાઇટલ ગુમાવવા પડયા

ટેક્સાસ,તા.૨૮
અમેરિકાના લેજન્ડરી સાઇકલીસ્ટ આર્મસ્ટ્રોંગને ડોપિંગ વિવાદમાં તેના સાત ટુર ડી ફ્રાન્સના ટાઇટલ ગુમાવવા પડયા હતા અને તેના પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. કેન્સરને હરાવીને સાઇકલિંગમાં સફળતાના શિખરે પહોંચેલા આર્મસ્ટ્રોંગના ટાઇટલ પાછા ખેંચાઇ ચુક્યા છે અને તેના રેકોર્ડને રેકોર્ડ-બુકમાંથી દૂર કરવામાં આવ્યો છે છતાં આર્મસ્ટ્રોંગ હજુ અડગ છે. આર્મસ્ટ્રોંગે તેની ખુમારી દર્શાવતા કહ્યું કે, મારા માટે કોઇએ દુઃખી થવાની જરૃર નથી. ટાઇટલ ગયા તો શું થયું, હું નવેસરથી શરૃઆત કરવા માટે તૈયાર છું. અમેરિકાની એન્ડી ડોપિંગ એજન્સીએ આર્મસ્ટ્રોંગ પર સાઇકલિંગમાં ભાગ લેવા અંગે આજીવન પ્રતિબંધ મુકી દીધો હતો.
કોઇ પણ ખેલાડી માટે ભાવનાત્મક રીતે આઘાતજનક કહી શકાય તેવી પરિસ્થિતી બાદ ંમીડિયા સાથે વાતચીત કરતાં આર્મસ્ટ્રોંગે તેની માનસિક તાકાતનો પરિચય કરાવ્યો હતો. તેણે કહ્યું કે, મારા માટે કોઇએ રડવા કે દુઃખી થવાની જરૃર નથી. હું મહાન છું અને રહીશ. તેઓ મારા ટાઇટલને ભલે છીનવી લેશે પણ તેઓ મારી યાદોને, તમારા મારા પ્રત્યેના પ્રેમને નહીં છીનવી શકે. મારા પાંચ બાળકો અને મારી પત્ની મારી સાથે છે. આ બધો વિવાદ ચાલી રહ્યો છે તેમ છતાં કેન્સર અંગે કાર્યરત મારા ફાઉન્ડેશનના કામને કોઇ અસર થઇ નથી. મને લાગે છે કે મારા ચાહકો સમજી જશે કે અમારે આગળ વધવા માટે વધુ મક્કમ બનવું પડશે. મારૃ ધ્યાન હવે આગળના પ્રવાસ પર છે. મને લાગે છે કે કેન્સર સામેની મારી લડાઇમાં લોકો મને સતત સમર્થન પુરૃ પાડશે જ . અંહી આટલા ચાહકો વચ્ચે ઉપસ્થિત રહેવું તે જ મારા માટે મોટી સિધ્ધિ સમાન છે.
ટેક્સાસમાં જન્મેલા સાઇકલીસ્ટ સામે અમેરિકાની એન્ટી ડોપિંગ એજન્સીએ જુનમાં ડ્રગ ટેસ્ટમાં નિષ્ફળ જવાની તપાસ શરૃ કરી હતી અને તેણે ૧૯૯૯ થી લઇને ૨૦૦૫ સુધી જીતેલા ટુર ડી ફ્રાન્સના ટાઇટલ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. આર્મસ્ટ્રોંગે અમેરિકાની એન્ડી ડોપિંગ એજન્સી સામેની લડાઇ પડતી મુકી હતી અને તેની સામે પગલા લેવામાં આવ્યા હતા. જો કે તેણે ફરી વખત જાહેરાત કરી હતી કે તે નિર્દોષ છે અને તેણે ક્યારેય ડ્રગ લીધું નથી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved