Last Update : 29-August-2012,Wednesday

 
 

મુંબઇમાં બીસીસીઆઇએ ખેલાડીઓનું સન્માન કર્યું
અંડર-૧૯ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત

સિનિયર ટીમમાં સ્થાન મેળવવા માટે મારે લાંબી મજલ ખેડવાની છે ઃ ચંદ

 

મુંબઇ,તા.૨૮
ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ફાઇનલમાં હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય અંડર-૧૯ ક્રિકેટ ટીમ આજે સ્વદેશ પરત ફરી હતી.
ભારતના વર્લ્ડ ચેમ્પિયન જુનિયર ક્રિકેટરોને નવી દિલ્હીના એરપોર્ટ પર ભારે જોશ અનેઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા અને ભારતીય ક્રિકેટ બોર્ડે પણ ખેલાડીઓનું સન્માન કર્યું હતુ. ફાઇનલમાં ભારતને વિજય અપાવવામાં પાયાની ભુમિકા ભજવતા કેપ્ટન ચંદે અણનમ ૧૧૧ રનની ઇનિંગ રમી હતી. જે પછી કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરો અને મીડિયામાં ચર્ચા ચાલી હતી કે, ચંદને હવે સિનિયર ટીમમાં સ્થાન આપવું જોઇએ.
જો કે ચંદે વધુ પરિપક્વતા દર્શાવતા કહ્યું કે, મારૃ ધ્યાન હજુ વધુ સારા દેખાવ પર છે અને સિનિયર ટીમમાં સ્થાન મેળવવા માટે મારે લાંબી મજલ ખેડવાની બાકી છે.
મુંબઇના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર ભારતના જુનિયર ખેલાડીઓને આવકારવા માટે તેમના પરિવારના સભ્યો, મિત્રો તેમજ ચાહકો હાજર રહ્યા હતા. ભારતે ત્રીજી વખત ક્રિકેટનો જુનિયર વર્લ્ડ કપ જીતી લીધો હતો. અગાઉ ભારત વર્ષ ૨૦૦૦ અને વર્ષ ૨૦૦૮માં ચેમ્પિયન બન્યું હતુ. સ્વદેશ પરત ફર્યા બાદ જુનિયર ટીમના કેપ્ટન ચંદે કહ્યું કે, હું ખુબ જ ખુશ છું. ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં અમારો દેખાવ અત્યંત પ્રભાવશાળી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર વર્લ્ડ કપ જીતવો તે ખરેખર ગૌરવની વાત છે.
ચંદની કેપ્ટન ઇનિંગથી પ્રભાવિત થયેલા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર ઇયાન ચેપલે તો કહ્યું હતુ કે, કેપ્ટનની સાથે સાથે સ્પિનર હરમીત કૌલ ભારતની સીનિયર ટીમમાં સ્થાન મેળવવા માટે તૈયાર છે. આ કોમેન્ટને પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અકરમે પણ આવકારી હતી. જો કે ભારતના મોટાભાગના ભૂતપૂર્વ ક્રિકેટરોને આ અંગે વિરોધ કરતાં કહ્યું હતુકે, જુનિયર ખેલાડીઓએ હજુ પણ તેમની પ્રતિભા પુરવાર કરવી જોઇએ.
સ્વદેશ પરત ફર્યા બાદ ચંદે પણ કહ્યુ કે, સિનિયર ટીમમાં સામેલ થવા અંગે હું કઇ કહી ના શકું. જો કે એક વાત નક્કી છે કે મારે લાંબી મજલ ખેડવાની છે. હાલ તો હું ભારતની એ ટીમમાં છું અને મારે ન્યુઝીલેન્ડના પ્રવાસે જવાનું છે, ત્યા ં પણ હું સારો દેખાવ કરીને મારી પ્રતિભાને સાબિત કરવાની કોશીશ કરીશ.
અગાઉ ભારતને જુનિયર લેવલે વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા કેપ્ટનો કૈફ અને કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળતા મેળવી છે અને તેના પગલે ચંદ પણરાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવશે, તેમ મનાય છે. જો કે હાલમાં તેની નજર આગામી સિરિઝ પર છે.
ભારતના જુનિયર ખેલાડીઓનું બીસીસીઆઇએ સન્માન કર્યું હતુ અને પ્રત્યેક ખેલાડીને રૃપિયા ૨૦ લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે કોચીસ અને સપોર્ટ સ્ટાફને રૃપિયા ૧૫ લાખ આપવામાં આવ્યા હતા. ભારતીય ટીમના કોચ ભરત અરૃણે કહ્યું કે, મોટાભાગના ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં પણ સફળતા મેળવી શકે તેમ છે. ખેલાડીઓ જોરદાર પ્રતિભા છે. તેઓ ગમે તેવા પડકારને ઝીલવા માટે તૈયાર છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved