Last Update : 29-August-2012,Wednesday

 

મહારાષ્ટ્રના પ્રધાનની વિવાદાસ્પદ સલાહ
'દલિત મહિલા પર બળાત્કારના વિરોધમાં સમય ન બગાડો ઃ તેનાં બાળકોને ઉછેરો'

લક્ષ્મણ ઢોબળેની વિચિત્ર સલાહથી ઉશ્કેરાયેલી મહિલાઓએ તેમને ધક્કે ચડાવ્યા ઃ પ્રધાનશ્રીએ ભાગવું પડયું
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૮
દલિત સમાજની મહિલા ઉપર થયેલાં બળાત્કારનો વિરોધ કરવામાં સમય નહિ વેડફવા મહિલાઓએ સલાહ આપી મહારાષ્ટ્રના પાણી પુરવઠા અને સ્વચ્છતા પ્રધાન લક્ષ્મણ ઢોબળેએ વિવાદનો મધપુડો છંછેડયો છે.
એક સમારંભમાં પ્રધાનની આ સલાહથી હાજર ઉશ્કેરાયેલી મહિલાઓએ પ્રધાનને ધક્કે ચઢાવ્યા હતા અને તેઓએ નાસવાનો વારો આવ્યો હતો. નાગપુર ખાતે પ્રગતિશીલ દલિત મરાઠી લેખક અન્નાભાઉ સાઠે સાહિત્ય સંમેલનના ચતુર્થ રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં લક્ષ્મણ ઢોબળેએ જણાવ્યું હતું કે બળાત્કાર સામે વિરોધ કરવા અને મોરચો કાઢવાની કઈ ઉપજવાનું નથી. પરંતુ તેના બદલે બળાત્કારથી જન્મતા બાળકોના ઉછેર ઉપર મહિલાઓએ ધ્યાન આપવું જોઈએ.
આ બાળકોને યોગ્ય તાલીમ આપવી જોઈએ અને તેઓને કાયદાનું જ્ઞાાન આપી તેમના હાથે જવાબદારોને સજા અપાવવી જોઈએ એમ જણાવતાં ઢોબળેએ પોતે ધરણાઓની વિરુદ્ધમાં હોવાનું ઉમેર્યું હતું. પ્રધાનની આ સલાહથી ઉશ્કેરાયેલી મહિલાઓ ગાડીમાં બેસવા જઈ રહેલાં ઢોબળેને ધક્કે ચઢાવ્યા હતા. પરંતુ ગમે તેમ તેઓ નાસી છૂટવામાં સફળ થયા હતા.
આ અંગે પોલીસમાં કોઈ ફરિયાદ થઈ ન હતી તેમ જ પ્રધાને પણ કોઈ ખુલાસો કર્યો ન હતો. કાર્યક્રમના આયોજક ભૂતપૂર્વ વિધાન સભ્ય નેતાજી રાજગડકરે પણ પ્રધાનના ભાષણ અંગે કઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved