Last Update : 29-August-2012,Wednesday

 

દેવામાં સપડાયેલ યુરોઝોનની સોનાની માગમાં ૧૫ ટકાનો સૂચક વધારો

વૈશ્વિક સ્તરે સોનાની માંગ ૭ ટકા ઘટીને ૯૯૦ ટનની (૧૦૬૫.૮ ટન) સપાટીએ ઊતરી આવી

 

અમદાવાદ, તા.૨૮
૨૦૧૨ના કેલેન્ડર વર્ષના બીજા ત્રિમાસિકમાં વૈશ્વિક સ્તરે સોનાની માંગ ૭ ટકા ઘટીને ૯૯૦ ટન રહેવા પામી હતી. જોકે મહત્વની બાબત એ છે કે યુરોઝોન દેવા કટોકટીમાં સપડાયું હોવા છતાં પણ રોકાણકારોનું સોના પ્રત્યે આકર્ષણ જળવાઈ રહેતા વાર્ષિક ધોરણે તેની માંગ ૧૫ ટકા વધીને ૭૭.૬ ટન થઈ છે જ્યારે સોના માટે હોટ ફેવરીટ ગણાતા બે મુખ્ય દેશ ભારત અને ચીનની સોનાની માંગમાં ઘટાડો થયો છે તેમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે તેના અહેવાલમાં જણાવ્યું હતું.
૨૦૧૨ના બીજા ત્રિમાસિકમાં વૈશ્વિક સોનાની માગ ૯૯૦.૦ ટન રહી હતી, જે ૨૦૧૧ના બીજા ત્રિમાસિકમાં ૧૦૬૫.૮ ટનની તુલનામાં ૭ ટકા ઘટી છે, માગ ઘટાડો આંશિક ગત વર્ષે અપવાદાત્મક માગણી સાથે તુલનાને લીધે છે અને તે પડકારજનક વૈશ્વિક આર્થિક વાતાવરણ પણ પ્રદર્શિત કરે છે. આ પરિપ્રેક્ષ્યમાં સોનાએ અપેક્ષા મુજબ કામગીરી કરી હતી. તેણે મૂલ્યનો સંગ્રહ અને પ્રવાહિતાના સ્ત્રોત તરીકે પણ કામ કર્યું હતું.
મૂલ્યની દ્રષ્ટિએ સોનામાં માગ ૫૧.૨ અબજ યુએસ ડોલરે વર્ષ દર વર્ષ સ્થિર રહી હતી, જેની તુલનામાં ૨૦૧૧ના બીજા ત્રિમાસિકમાં તે ૫૬.૬ અબજ યુએસ ડોલર હતી. ત્રિમાસિક દરમિયાન સોનાની સરેરાશ કિંમત ઔંસ દીઠ ૧૬૦૯.૪૯ યુએસ ડોલર હતી, જે ૨૦૧૧ના બીજા ત્રિમાસિક માટે સરેરાશ કરતાં ૭ ટકા ઉચ્ચ હતી.
અહેવાલમાંથી કાઢેલાં મુખ્ય તારણો નીચે મુજબ છે ઃ
ભારતમાં રોકાણ અને ઝવેરાતની માગ ૨૦૧૧ના બીજા ત્રિમાસિકમાં ૨૯૪.૫ ટન હતી તે ૧૮૧.૩ ટને નીચે આવી છે. ૫૬.૬ ટને રોકાણની માગ ૨૦૧૧ના બીજા ત્રિમાસિકમાં અડધોઅડધ નીચી સપાટીએ રહી હતી. ભારતીય ઝવેરાતનાં માગમાં પણ ૧૭૯.૫ ટનથી વર્ષ દર વર્ષ ૩૦ ટકા ઘટાડા સાથે ૧૨૪.૮ ટનનો નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે.
ચીનમાં રોકાણ અને ઝવેરાતની માગ ૧૪૪.૯ ટન રહી હતી, જે ગત ત્રિમાસિકમાં ૧૫૬.૬ ટન જોતાં ૭ ટકા નીચે આવી છે. રોકાણની માગ વર્ષ દર વર્ષ ૪ ટકાએ નીચે આવીને ૫૧.૧ ટને પહોંચી છે, કારણ કે ચીની રોકાણકારો સોનાના ભાવો દ્વારા પ્રદર્શિત દિશાને અભાવે પ્રતિસાદ આપતા નહોતા. સોનાના ભાવોમાં સક્ષમ ઊંચામાં તેજીને અભાવે અને ઘરઆંગણે જીડીપીમાં ધીમી ગતિને લીધે પણ ગ્રાહકો સોનાના ઝવેરાતની ખરીદી કરવાથી દૂર રહ્યા હતા, જેને લઈ તેમાં ૯૩.૮ ટન સાથે વર્ષ દર વર્ષે ૯ ટકા ઘટાડો નોંધાયો હતો.
યુરોઝોનમાં વર્તમાન ડેબ્ટ કટોકટીએ યુરોપિયન રોકાણકારોમાં સોના પ્રત્યે વિશ્વાસ વધાર્યો છે, જે તેમની મૂડી સંવર્ધન ગુણ ધરાવતા હોવાની માન્યતા ચાલુ રાખી છે. લગડી અને સિક્કાઓ માટે રિટેઈલ રોકાણકારોની માગ વર્ષ દર વર્ષ ૧૫ ટકા વધીને ૭૭.૬ ટન થઈ છે, જે પાંચ વર્ષની ત્રિમાસિકની ૬૫.૨ ટનની સરેરાશથી ૧૯ ટકા ઉચ્ચ છે.
આ ત્રિમાસિકમાં વિધિસર ક્ષેત્રની માગણી ૧૫૭.૫ ટનની વિક્રમી ઉંચાઇએ પહોંચી છે, જે ૨૦૧૧ના બીજા ત્રિમાસિકની સપાટીથી બમણાથી વધુ છે અને એકંદરે વૈશ્વિક માગના ૧૬ ટકા છે. સર્વોચ્ચ બેન્કોએ તેમના હોલ્ડિંગ માટે આ સમયગાળામાં ટેકો લીધો છે, જેમાં નેશનલ બેન્ક ઓફ કઝાકસ્તાન અને ફિલિપિન્સ, રશિયા અને ઉક્રેઈનની સર્વોચ્ચ બેન્કોનો સમાવેશ થાય છે. મુશ્કેલ આર્થિક પાર્શ્વભૂ છતાં ઇટીએફ બહુ જ સ્થિતિસ્થાપક રહી હતી, જેમાં વર્ષ દર વર્ષ ૦.૮ ટનનો ચોખ્ખો બહારી પ્રવાહ નોંધાયો હતો.
ઝવેરાત ક્ષેત્રમાં ૪૧૮.૩ ટન રહી હતી, જે ૨૦૧૧ના બીજા ત્રિમાસિકમાં ૪૯૦.૬ ટન કરતાં ૧૫ ટકા ઓછી છે, જેમાં ચીન અને ભારતમાં ઝવેરાતની માગ ૪ ટકા ઘટી હતી તે અપવાદ છે. રોકાણની માગ ૩૦૨.૦ ટન સાથે વર્ષ દર વર્ષ ૨૩ ટકા નીચે આવી છે, જે ૩૦૪.૩ ટનની પાંચ વર્ષની ત્રિમાસિક સરેરાશથી સહેજ નીચે છે.
ભારત અને ચીનને બાદ કરતાં રિટેઈલ રોકાણની માગ ટનેજની દ્રષ્ટિએ વર્ષ દર વર્ષ ૧૬ ટકા વધી છે. ટેકનોલોજી ક્ષેત્રમાં સોના માટે દ્વિતીય ત્રિમાસિકની માગ કુલ ૧૧૨.૨ ટન સાથે ૨૦૧૧ના બીજા ત્રિમાસિકની તુલનામાં ૫ ટકા ઓછી રહી છે. ૧૦૫૯ ટને સોનાના પુરવઠામાં વર્ષ દર વર્ષ ૬ ટકા ખેંચ રહી, જે મુખ્યત્વે રિસાઇકલિંગ પ્રવૃત્તિમાં ઘટાડાને પ્રતાપે હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved