Last Update : 29-August-2012,Wednesday

 

કોલ્હાપુર શહેરમાં ભારતરત્ન લતા મંગેશકરને માટે નો-એન્ટ્રી

ઐતિહાસિક જયપ્રભા સ્ટુડિયો સ્વરસામ્રાજ્ઞાીએ વેચી નાખતાં કોલ્હાપુરવાસીઓ ઉશ્કેરાયા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૨૮
મરાઠી ફિલમોનો સુવર્ણકાળ અનુભવનારા કોલ્હાપુરના ગૌરવ ગણાતા જયપ્રભા સ્ટુડિયો વેચવાનો પ્રયાસ કરનારા ભારતરત્ન સ્વરસામ્રાજ્ઞાી લતા મંગેશકરને કોલ્હાપુરમાં પ્રવેશવા નહિ દેવાનો નિર્ણય અખિલ ભારતીય મરાઠી ચિત્રપટ મહામંડળે લીધો છે. સ્ટુડિયો વેચવામાં દલાલી કરનારા સુરેશ વાડકરને પણ કોલ્હાપુરમાં પ્રવેશવા નહિ દેવાનો નિર્ધાર જાહેર કરાયો છે.
મરાઠી ફિલ્મોના તપસ્વી મનાતા ભાલજી પેંઢારકરે ૧૯૪૪માં ખરીદેલો જયપ્રભા સ્ટુડિયો છેલ્લાં કેટલાંક વર્ષોથી વિવાદમાં છે. અત્યારે આ સ્ટુડિયોની માલિકી સ્વરસામ્રાજ્ઞાી લતા મંગેશકરની છે અને તે વેચવામાં આવશે એવી અટકળો ચાલતી હતી પરંતુ થોડા દિવસો પૂર્વે સ્ટુડિયો વેચાઇ ગયો હોવાનું કહેવાતા કોલ્હાપુરમાં ઉશ્કેરાટ ફેલાઇ ગયો છે.
આજે ચિત્રપટ મહામંડળે લતા મંગેશકર વિરોધી મોરચો કાઢયો હતો મહામંડળના અધ્યક્ષ પ્રસાદ સુર્વેએ જણાવ્યું હતું કે આ સ્ટુડિયોનું વેચાણ કરવું તે મોટું દુષ્કૃત્ય છે અને તેને લીધે અમે લતા મંગેશકર તથા સુરેશ વાડકરને કોલ્હાપુરમાં પ્રવેશવા નહિ દઇએ.
આ સ્ટુડિયોમાં ભાલજી પેંઢારકર, બાબુરાવ પેન્ટર, વ્હી. શાંતારામ, જેવા દિગ્ગજ કલાકારોએ ફિલમો બનાવી હતી તેમ રાજ કપૂરે પોતાની કારકિર્દીનો પ્રથમ શોટ આ સ્ટુડિયોમાં આપ્યો હોવાનું સુર્વેએ જણાવ્યું હતું. લતા મંગેશકર અને સુરેશ વાડકરેની તસવીરોને કાલિમા લગાડીને વિરોધ વ્યક્ત કરાયો હતો તેમ જ દીદીને પૈસા ઓછા પડયા છે એવા બેનરો લગાડી શહેરના માર્ગો ઉપર ભીખ પણ માંગવામાં આવી હતી. ૨૦૦૦ની સાલમાં કોલ્હાપુર ભૂષણ એવોર્ડ સ્વીકારતા લતા મંગેશકરે પોતે ક્યારેય સ્ટુડિયો વેચશે નહિ એવી બાંહેધરી આપી હતી એ શબ્દો તેઓ ભૂલી ગયા શું એવી ટીકા નગરસેવક ભૂપાલ શેટેએ કરી હતી. જાણીતા ગાયક સુરેશ વાડકરે આ સ્ટુડિયો બિલ્ડરને વેચાવવામાં મદદ કરી હોવાનું કહેવાય છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved