Last Update : 29-August-2012,Wednesday

 

આસામમાં બંધ હિંસક બન્યો ઃ સરકારી બાબુઓ-પત્રકારો પર હુમલા

ઉશ્કેરણીજનક નિવેદનો કે બંધનું એલાન ન આપવા ગોગોઇની અપીલ

(પીટીઆઇ) ગુવાહાટી, તા. ૨૮
ઓલ આસામ માઇનોરિટી સ્ટુડન્ટ્સ યુનિયન(આમસુ) દ્વારા આપવામાં આવેલા રાજયવ્યાપી બંધને પગલે આસામમાં આજે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. બંધ દરમિયાન આજે હિંસાગ્રસ્ત કોકરાઝાર જિલ્લામાં હિંસાની નવી ઘટનાઓ જોવા મળી હતી.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે બંધ સમર્થકો દ્વારા એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવતા તેઝપુરમાં અચોક્કસ મુદ્દત માટે કરફયુ લાદવામાં આવ્યો હતો. તેઝપુરમાં જ બંધ સર્મથકોએ સોનિતપુરના ડેપ્યુટી કમિશનર તપન ચંદ્રાના વાહન અને તેમને રક્ષણ પૂરુ પાડી રહેલા પોલીસના અન્ય ત્રણ વાહનો પર હુમલો કર્યો હતો. બંધ સમર્થકોએ નેશનલ હાઇવે નં. ૩૧ને જામ કરી દીધો હતો. આ માર્ગને ખોલવા માટે પોલીસ અને સીઆરપીએફે બંધ સમર્થકો પર ફાયરિંગ કર્યુ હતું જેમાં ત્રણ બંધ સમર્થકો ગંભીર રીતે ઘવાયા હતા. બંધ સમર્થકોએ પત્રકારો પર હુમલો કર્યો હતો. ઉશ્કેરણીજનક નિવેદનો કરવા બદલ આસામના મુખ્યપ્રધાન તરૃણ ગોગોઇએ ભાજપ અને એઆઇયુડીએફની ટીકા કરી હતી. તેમણે રાજકીય પક્ષો અને સંગઠનોને બંધની જાહેરાત ન કરવાની અપીલ કરી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે હું ભાજપ અને ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ તથા કેટલાક અન્ય સંગઠનોની વર્તણૂકથી ખુશ નથી. હું તેમને અપીલ કરું છું કે ઉશ્કેરણીજનક નિવેદનો ન આપે.
ગઇકાલે બજરંગ દળ અને આજે આમસુ દ્વારા આપવામાં આવેલી બંધના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે આ સમય બંધની જાહેરત કરવાનો નથી. શાંતિ સ્થાપવાને બદલે બંધથી માત્ર લોકોમાં ઉશકેરણી વધે છે અને અર્થતંત્ર પર વિપરિત અસર થાય છે. હું તમામ પક્ષો અને સંગઠનોને બંધની જાહેરાત ન કરવાની અપીલ કરુ છું.
રાજયમાં હિંસા જારી હોવાનો સ્વીકાર કરતાં ગોગોઇએ જણાવ્યું હતું કે શસ્ત્રો કબજે કરવાની સત્તા લશ્કરને આપવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેના પરિણામ જોવા મળશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved