Last Update : 29-August-2012,Wednesday

 

ONGCનું સંશોધન કાર્ય ધીમું અને બિનકાર્યક્ષમ ઃ કેગનો રિપોર્ટ

ખાનગી કંપની અને અન્ય સરકારી કંપનીઓની તુલનાએ સંસ્થા ઘણી ધીમી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૮
કેગ સરકારની જ ખામીઓ શોધે છે તેવું નથી. તેમણે તેલ અને ગેસ ફીલ્ડ શોધતી સરકારી કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન (ઓ.એન.જી.સી.) ને પણ તેમની ગેસ સંશોધનમાં તેમજ તેનો વ્યાપારી ઉપયોગ કરવામાં કાર્યક્ષમતાહિન કામગીરી અંગે ટીકા કરી છે. જો કે ઓ.એન.જી.સી.એ આ અહેવાલમાં તેમણે મેળવેલી સિદ્ધિઓને નજરંદાજ કરાઈ હોવાની સ્પષ્ટતા કરી છે.
ઓએનજીસીના હાઈડ્રોકાર્બનના સંશોધન કાર્ય અંગેનો કેગનો અહેવાલ સંસદમાં રજુ કરવામાં આવ્યો હતો. તેમાં કંપનીના પ્રયાસો તેમજ નવા ફિલ્ડમાં તેમના સંશોધનના પ્રયાસો ચિંતાજનક છે. કેગે નિર્દેશ કર્યો છે કે સરકારે કંપની સાથે જે કરાર (એમ.ઓ.યુ.) કર્યા છે, તેમાં હવે નવા લક્ષ્યાંકો મુકવા જોઈએ.
કેગે સ્પષ્ટતા કરી છે કે ન્યુ એક્સ્પ્લોરેશન લાઇસન્સીંગ પોલીસી પ્રમાણે થયેલી હરાજીમાં ૧૨૦ બ્લોક પૈકી ૮૯ બ્લોકની ફાળવણી ઓએનજીસીને થઇ હતી. તેમાંથી માત્ર ૮ બ્લોકમાં ૧૧ સ્થળે કંપનીએ સંશોધન કર્યું છે. જયારે અન્ય સ્થળોએ પણ કાર્ય પૂર્ણ કર્યું નથી. કંપનીએ તેમની મહત્વની પ્રવૃત્તિ, સંશોધનમાં કોઇ રસ લીધો નથી. એટલું જ નહીં પણ તેમની સામે રજુ કરાયેલા લક્ષ્યાંકો પણ પૂર્ણ કર્યા નથી. તેના કારણે સ્ટેક હોલ્ડર ગેરમાર્ગે દોરાય છે.
કેગે લખ્યું છે કે કંપનીની ધીમી કાર્યવાહીને કારણે ઉત્પાદનમાં ઘટ વર્તાય છે. કંપનીનું ડ્રીલીંગનું કાર્ય પણ ખાનગી કંપની તેમજ સરકારની એક કંપની ઓઇલ ઇન્ડિયા લીમીટેડની તુલનાએ ઘણું ધીમું છે. તેને કારણે નુકસાની વેઠવી પડશે.
જોકે આ સંદર્ભે ઓએનજીસીના ચેરમેન અને મનેજીંગ ડાયરેકટર સુધિર વાસુદેવે કેગના અહેવાલ અંગે કંઇ કહેવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતં કે દેશના સાત ઉત્પાદન આપતા ક્ષેત્રો પૈકી છ ક્ષેત્ર ઓએનજીસીએ શોધ્યા છે અને ૮ બીલીયન ટન હાઈડ્રો કાર્બનના ભંડારો સ્થાપિત કર્યા છે. પણ તે અહેવાલમાં કંપનીની આ સિદ્ધિની નોંધ લેવાઈ નથી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved