Last Update : 29-August-2012,Wednesday

 

સંસદની લડાઇ હવે રાજ્યોમાં લઇ જવાશે
ભાજપ સામે આક્રમક બનતાં સોનિયા ગાંધી

સંસદમાં કોંગ્રેસના સાંસદોને જડબાતોડ જવાબ આપવા જણાવ્યું રેડ્ડી બંધુઓ તરફથી ભાજપને જંગી રકમ મળી ઃ લાલુપ્રસાદ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૮
આજે સંસદની કાર્યવાહી શરૃ થતા પહેલા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પક્ષનાં સાંસદોને ભાજપ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવવા જણાવ્યું હતું. તેમણે ભાજપને મજબૂત જવાબ આપવા કોંગ્રેસના સાંસદોને આદેશ આપ્યો હતો. આ આદેશની અસર લોકસભામાં જોવા મળી હતી. લોેકસભામાં સોનિયા ગાંધી નેતૃત્વમાં કોંગ્રેસનાં સાંસદો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.
આ અગાઉ કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટી(સીપીપી)ને સંબોધતા સોનિયા ગાંધીએ ભાજપની ટીકા કરતા જણાવ્યું હતું કે સંસદમાં ગતિરોધ ઉભો કરી ભાજપ બ્લેકમેઇલ કરે છે. તેમણે સાંસદોને ભાજપના આરોપોનો આક્રમકતાથી જવાબ આપવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આપણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.
સંસદમાં આજે પ્રશ્ન કાળ શરૃ થતા પહેલા સોનિયા ગાંધીએ એનસીપી પ્રમુખ શરદ પવાર અને એનસી પ્રમુખ ફારૃક અબ્દુલ્લાહ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ તે સમાજવાદી પાર્ટીનાં પ્રમુખ મુલાયમ સિંહને મળ્યા હતા.
આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે રેડ્ડી બંધુઓ તરફથી ભાજપને 'મોટા માલ' મળ્યો હતો. લાલુના આ આરોપના જવાબમાં સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે રેડ્ડી બંધુઓ પાસેથી મળેલ જંગી રકમ પણ કોંગ્રેસ પાસે જ ગઇ હતી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસનાં મુખ્યપ્રધાનની ભલામણને આધારે જ કોંગ્રેસ સરકારે રેડ્ડી બંધુઓને ખાણોની ફાળવણી કરી હતી.
આ દરમિયાન આજે ભાજપ દ્વારા પક્ષના મહાસચિવોની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકનું નેતૃત્વ ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીનાં વડા એલ. કે. અડવાણીએ કર્યું હતું. આ બેઠકમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજ અનેે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અરૃણ જેટલી હાજર રહ્યા હતા. આ બેઠકના અંતે ભાજપે સોનિયા ગાંધીના બ્લેકમેઇલના આરોપનો ઉગ્ર જવાબ આપતા જણાવ્યું હતું કે અમે સંસદથી લઇને શેરીઓ સુધી કોંગ્રેસનાં ભ્રષ્ટાચારને ઉજાગર કરશે.
કોલસો આજે પણ સંસદ પર છવાયેલો રહ્યો હતો અને સતત છઠ્ઠા દિવસે ભાજપે વડાપ્રધાન મનમોહન સિંહનાં રાજીનામાની માંગ કરતાં બને ગૃહોની કાર્યવાહીમાં અવરોધ ઉભો કર્યો હતો. કોલ બ્લોકની ફાળવણીમાં કથિત ગેરરીતિઓ અંગે કેગના અહેવાલના આધારે વડાપ્રધાન મનમોહન સિંહના રાજીનામાની માંગ કરી રહેલ ભાજપને જો કે આજે સત્તારૃઢ કોંગ્રેસના ઉગ્ર પ્રતિરોધનો સામનો કરવો પડયો હતો.
વડાપ્રધાન અને કોંગ્રેસ દ્વારા કેગના અહેવાલની ટીકા કરવામાં આવ્યા પછી કેગ વિનોદ રાયે આજે જણાવ્યું હતું કે બંધારણીય ઓથોરિટી હોવાથી આ મુદ્દે જાહેરમાં થતી ચર્ચામાં ભાગ લેવો તેમના માટે યોગ્ય નથી.

- સતત છઠ્ઠા દિવસે સંસદનાં બંને ગૃહોની કાર્યવાહીમાં વિક્ષેપ.
- સોનિયા ગાંધીએ કોલ બ્લોક ફાળવણી મુદ્દે ભાજપને આક્રમકતાથી જવાબ આપવા સાંસદોને આદેશ આપ્યા
- સંસદમાં ગતિરોધ ઉભો કરી ભાજપ બ્લેકમેઇલ કરે છે ઃ સોનિયા ગાંધી
- રેડ્ડી બંધુઓ તરફથી ભાજપને 'મોટા માલ' મળ્યો હોવાનો લાલુપ્રસાદ યાદવનો આક્ષેપ
- લાલુના આરોપ પછી સુષ્મા સ્વરાજે જણાવ્યું કે રેડ્ડી બંધુઓ પાસેથી મળેલી રકમ પણ કોેંગ્રેસ પાસે જ ગઇ છે.
- કોલ બ્લોેક ફાળવણી અંગે જાહેરમાં ચર્ચા કરવાનો કેગ વિનોદ રાયનો ઇનકાર
- બોર્ફોસ કૌભાંડથી જ કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં ખરડાયેલી હોવાનો અરૃણ જેટલીનો આરોપ
- ભાજપ દ્વારા અવરોધ ઉભો કરવામાં આવતો હોવા છતાં સંસદમાં મહત્વપૂર્ણ બિલો રજૂ કરવાના સરકારે આપેલ સંકેત
- સંસદથી શેરીઓ સુધી કોંગ્રેસનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવાની ભાજપે કરેલી જાહેરાત
- કોંગ્રેસ તરફથી જવાબદારી અંગેનું પ્રમાણપત્ર લેવાની અમને જરૃર નથી ઃ ભાજપ

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved