Last Update : 29-August-2012,Wednesday

 

સાસુને વૃધ્ધાશ્રમમાંથી પુત્રવધુ ઘરે લઇ આવી

'મારે માતા સાથે મતભેદ છે, મનભેદ નથી' પુત્રના કથનથી લાગણીઓ ફરી જીવંત બનીઃ અઢી વર્ષ બાદ પરિવારનું મિલન

અમદાવાદ, મંગળવાર
'હવે, તમે જ મારી મા છો' કહીને સાસુને પગે લાગીને પુત્રવધુ વૃધ્ધાને ઘરે લઈ ગઈ. આજે વૃધ્ધાશ્રમમાં આ ઘટના બની ત્યારે હાજર લોકોની આંખોમાં આંસુ હતાં. સાસુ-વહુ વચ્ચેનો ખટરાગ 'દરેક ઘરમાં વાસણ ખખડે' જેવો ગણાય છે. પણ, ગૃહકંકાસથી દુઃખી થયેલા માતા પુત્રીના ઘરે ગયા બાદ વૃધ્ધાશ્રમમાં પહોંચી ગયા. વૃધ્ધાશ્રમમાં હોવા છતાં એકના એક પુત્રની ચિંતા કરતી માતાના ખબર પુત્રને અપાતાં રહ્યાં. પોતાના જન્મદિવસે પુત્ર બોલી ઉઠયો- 'મારે માતા સાથે મતભેદ છે, મનભેદ નથી.' બસ, લાગણીઓ ફરી જીવંત બની ને અઢી વર્ષે પુત્ર અને પુત્રવધુ માતાને ઘરે લઈ ગયાં.
અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતા સોની પરિવારના યુવકને માતાએ ઉછેર્યો અને લગ્ન કરાવ્યાં. પુત્રના ઘરે સંતાન અવતર્યા અને દાદીમા ખુશ હતાં. પણ, અનેક ઘરોમાં બને છે તેમ સાસુ-વહુ વચ્ચે કોઈ કોઈ વખત તકરાર થતી હતી. વાત પુત્ર સુધી પહોંચતી અને પુત્ર કોઈ વખત માતાને તો કોઈ વખત પત્નીને કડવા વેણ બોલી જતો. પુત્રની આ સ્થિતિથી દુઃખી માતા એક દિવસ પુત્રીને ત્યાં રહેવા ચાલ્યા ગયા. માતા પરિણીત પુત્રીને ત્યાં કેટલા દિવસ સુધી રહી શકે? અઢી વર્ષ પહેલા માતા નારણપુરા સ્થિત વૃધ્ધાશ્રમમાં રહેવા આવી ગયા.
બહેને પોતાની જાણ બહાર માતાને વૃધ્ધાશ્રમમાં મોકલી આપ્યાની વાતે ભાઈને અસંતોષ હતો. એક દિવસ માતાને મળવા આવેલા પુત્રએ કહ્યું- 'તમે ઘરે ચાલો પણ હું બહેનની સાથે વાત નહીં કરૃં.' માતાએ કહી દીધું- 'તું બહેન સાથે વાત નહીં કરે તો હું તારી સાથે નહીં બોલું.' માતાને લીધા વગર જ પુત્ર ઘરે પાછો ચાલ્યો ગયો. સમય વિતતો ગયો ને માતા વૃધ્ધાશ્રમમાં સમદુખિયા વૃધ્ધો સાથે દિવસો વિતાવવા લાગ્યાં.
એક દિવસ પુત્રનો જન્મદિવસ હતો. પુત્ર માતાને પગે લાગવા આવ્યો હતો. વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી ફરસુભાઈ કક્કડે પુત્ર સાથે વાતચિત કરી કે- 'માતા પ્રત્યે તમને પૂરતી લાગણી છે તો તેમને ઘરે લઈ જાવ.' પુત્રએ કહ્યું- 'મારે માતા સાથે મતભેદ છે, મનભેદ નથી.' વૃધ્ધાશ્રમ તરફથી પરિવારના મિલનના પ્રયાસો શરૃ કરાયાં. પુત્રીને બોલાવીને સ્થિતિની જાણકારી અપાઈ તો પુત્રીએ કહ્યું- 'માતાને વૃધ્ધાશ્રમમાં મુકવાની મારી ભૂલ લાગતી હોય તો હું ભાઈની માફી માગવા તૈયાર છું.'
બીજી તરફ, પુત્રવધુના માતાનું અવસાન થયું. માતાના વિરહની વેદના પુત્રવધુ પણ સમજવા લાગી. અંતે, આજે પુત્ર અને પુત્રવધુ વૃધ્ધાશ્રમ પહોંચ્યા. પુત્રવધુએ ૭૦ વર્ષના સાસુને કહ્યું- 'તમે જ મારી મા છો.' પરિવારની આંખોમાં પસ્તાવાના આંસુ સાથે ગૃહકંકાસની કડવાશો ધોવાઈ ગઈ ને ખુશી છવાઈ ગઈ. યુવા વર્ગમાં વિભક્ત કુટુંબની ભાવના વધી રહી છે ત્યારે 'જતું કરે તેનું કંઈ જ જતું નથી' તેવી લાગણી રખાય તો પરિવારભાવના અને વડીલો પ્રત્યેનો આદર જળવાઈ રહે.

વૃધ્ધાનું પરિવાર સાથે ગૃહાગમન સમયે જ એક વૃધ્ધનું આગમન
* અઢી વર્ષ પછી પુત્ર, પુત્રવધુ અને તેમના સંતાનો સાથે વૃધ્ધાશ્રમમાંથી સ્વગૃહે જઈ રહેલા વૃધ્ધા ખુશખુશાલ હતાં. આવા જ સમયે વાડજ વિસ્તારમાં રહેતા એક વૃધ્ધે આવીને કહ્યું કે- 'મને મારા પુત્રો મારે છે, વૃધ્ધાશ્રમમાં એક જગ્યા હોય તો મને રાખોને.' એક વૃધ્ધાને પરિવાર મળ્યો ત્યાં વધુ એક વૃધ્ધ વેદનાભરી કહાની લઈને વૃધ્ધાશ્રમ પહોંચ્યા હતા. સવાલ એ છે કે- વૃધ્ધાશ્રમોનું વેઈટીંગ લિસ્ટ ખતમ થાય તેવી પારિવારભાવનાની સમજ ક્યારે વ્યાપક બનશે?

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved