Last Update : 29-August-2012,Wednesday

 

વેરાની વિવાદાસ્પદ દરખાસ્તોના કારણે પી-નોટ્સ રોકાણમાં ઘટાડો

ચાલુ વર્ષે મે માસમાં પી-નોટ્સ મારફત આવતું રોકાણ સાત વર્ષમાં સૌથી ઓછું

નવીદિલ્હી, મંગળવાર
ગત માર્ચ માસમાં રજૂ થયેલા ૨૦૧૨-૧૩ના વર્ષ માટેના અંદાજપત્રમાં વેરાની રજૂ કરાયેલી દરખાસ્તોના કારણે સર્જાયેલ વિવાદાસ્પદ સ્થિતિના કારણે દેશમાં પી-નોટ્સ થકી આવતા વિદેશી રોકાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમ આ ક્ષેત્ર સાથે સંકળાયેલ જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું.
સેબીમાં નોંધાયેલ ન હોય એવા વિદેશી સંસ્થાકીય રોકાણકારોને (એફઆઈઆઇ) બ્રોકરો દ્વારા ઈશ્યુ કરવામાં આવ્યા ડેરિવેટિવ્ઝ ઇન્સ્ટ્રુમેન્ટસને પાર્ટિસિપેટરી નોટ્સ (પી-નોટ્સ) કહેવાય છે. આ બ્રોકરો ભારતીય શેરો ખરીદે છે. ત્યારબાદ આ શેરોની પી-નોટ્સ એવા વિદેશી ગ્રાહકોને ઈશ્યુ કરે છે કે જેઓ તેમની ઓળખ આપ્યા વિના ભારતમાં રોકાણ કરવા ઈચ્છતા હોય.
તાજેતરમાં મે અને જૂન માસના પીનોટ્સના ડેટા જાહેર થયા છે. આ આંકડા પરથી એમ કહી શકાય કે ભારતમાં બજેટ વેળા રજૂ કરાયેલ દરખાસ્ત અંગે ચોક્કસ દરખાસ્તના અભાવે પી-નોટ્સ થકી થતું રોકાણ છેલ્લા સાત વર્ષમાં સૌથી ઓછા પ્રમાણમાં થયું હતું. બજારના અભ્યાસી વર્તુળોએ કહ્યું હતું કે સરકાર દ્વારા નિયુક્ત સમિતિ વેરા દરખાસ્તો અંગે તેનો અહેવાલ રજૂ નહીં કરે ત્યાં સુધી આ રોકાણમાં ઘટાડો થતો રહેશે.
માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ જૂન માસમાં એફઆઇઆઈના કુલ રોકાણોમાં પી-નોટ્સનો ફાળો ૬.૪ ટકા રહ્યો હતો. જ્યારે તેની અગાઉના માસમાં એટલે કે મે માસમાં આ આંકડો ૬.૩ ટકા અને એપ્રિલમાં ૭.૯ ટકા હતો. આમ, આ આંકડા પરથી એ સ્પષ્ટ થાય છે કે પી-નોટ્સના પ્રવાહમાં સતત ઘટાડો થતો રહ્યો છે. તેમાંય મે માસનો આંકડો જો છેલ્લા સાત વર્ષનો સૌથી નીચો આંકડો છે.
સમગ્ર ઘટનાથી વાકેફ વર્તુળોના જણાવ્યા મુજબ કેટલાંક પી-નોટ્સ ઈશ્યુ કર્તાઓ એવું વલણ લઈ શકે છે કે જ્યાં સુધી પી-નોટ્સ પર વેરા અંગે કોઈ નક્કર સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી આ પ્રવાહ વધવામાં ખચકાટ અનુભવાશે. સરકાર દ્વારા નિમાયેલી સમિતિ તેનો અહેવાલ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરે તેવી શક્યતા છે. આમ, આ અહેવાલની રજૂઆત પછી જ પી-નોટ્સ અંગેના વલણની ચોક્કસ દિશા જાણવા મળશે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વેરા દરખાસ્તોની પ્રતિકૂળતા ઊપરાંત પી-નોટ્સનો સૌથી વધુ ઉપયોગ કરનારા પૈકીના એક હેજ ફંડોની કામકાજની નિરસતાની પણ પી-નોટ્સના કારોબાર પર અસર જોવા મળી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved