Last Update : 29-August-2012,Wednesday

 

અઠવાડિક ભવિષ્ય તા.૨૬-૮-૨૦૧૨ રવિવારથી તા.૧-૯-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ.લ.ઈ.)

 

અધિક ભાદરવા માસની કમલા એકાદશીએ ધર્મકાર્યથી આનંદ રહે. નોકરી-ધંધાના કામકાજમાં સાનુકુળતા રહે. સીઝનલ ધંધો-આવક થાય. નોકરીમાં ઉપરી અધિકારી, સહકાર્યકર, નોકર ચાકરવર્ગથી સાનુકુળતા રહે. અનાજ, કરિયાણાના, કાપડના વેપાર-ધંધામાં આકસ્મિક ધંધો થાય. તા. ૨૬ ઓગસ્ટ રવિ- ઘર, પરિવારના, નોકરી-ધંધાના કામમાં ચંિતા, શ્રમથાક-કંટાળો જણાય. તા. ૨૭ સોમ- કમલા એકાદશીએ ધર્મકાર્યથી આનંદ રહે. તા. ૨૮ મંગળ- નોકરી-ધંધાના કામ માટે બહાર જવાનું થાય. તા. ૨૯ બુધ- નોકરી-ધંધાનું કામ ઉકેલાય. તા. ૩૦ ગુરૂ- બજારોની- હવામાનની ફેરફારમાં ઘ્યાન રાખવું. તા. ૩૧ શુક્ર- વ્રતની પૂનમ લાભદાય રહે. તા. ૧ સપ્ટેમ્બર- શનિ- કામકાજમાં સફળતા, પ્રગતિ.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

ધર્મકાર્ય, વ્યવહારિક, સામાજીક, કૌટુંબિક કે પારિવારીક કામની મુલાકાતમાં, યાત્રા-પ્રવાસમાં, ખાવાપીવામાં આપે કાળજી રાખવી. નોકરી, ધંધાના કામની વ્યસ્તતા રહે. માનસિક પરિતાપ-ચંિતા પછી નોકરી-ધંધાનું કામ સાનુકુળતા છતાં આપ હળવાશ, રાહત અનુભવો. ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસંન્નતા રહે. વડીલવર્ગને મદદરૂપ થઈ શકો. ખર્ચ થાય. તા. ૨૬ ઓગસ્ટ રવિ- શાંતિ, રાહત, આરામ જણાય નહીં. તા. ૨૭ સોમ- નોકરી-ધંધાના કામમાં, ધર્મકાર્યમાં જાગૃતિ, સાવધાની રાખવી. તા. ૨૮ મંગળ- શેરોમાં-ધંધાના-નોકરીના કામમાં જોખમ, વિવાદથી દૂર રહેવું. તા. ૨૯ બુધ- વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. તા. ૩૦ ગુરૂ- નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. તા. ૩૧ શુક્ર- વ્રતની પૂનમે આનંદ રહે. તા. ૧ સપ્ટેમ્બર શનિ- સાનુકુળતા રહે.

 

મિથુન (ક.છ.ઘ.)

 

આપને અધિક ભાદરવાની કમલા એકાદશીએ ધર્મકાર્યથી ખર્ચ થાય, ધર્મકાર્ય થાય, આનંદ રહે. પરંતુ બજારોની વધઘટમાં, હવામાનની ફેરફારીમાં વેપાર-ધંધાનું કામકાજ સાવધાનીથી કરવું પડે. અનાજ કરિયાણાના, રસકસના ધંધામાં, રૂ, ખાંડ, તેલબીયાના વેપારમાં, શેરોના કામકાજમાં સંભાળવું પડે. નોકરીની ફરજ પર જવામાં સમયની નિયમીતતા જાળવવી. તા. ૨૬ ઓગસ્ટ રવિ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૨૭ સોમ- અધિક ભાદરવાની કમલા એકાદશીે ધર્મકાર્યથી આનંદ રહે. તા. ૨૮ મંગળ- જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચંિતા-વ્યથા. તા. ૨૯ બુધ- નોકરી-ધંધામાં જાગૃતિ-સાવધાની રાખવી. તા. ૩૦ ગુરૂ- તન-મન-ધનથી વાહનથી સંભાળવું. તા. ૩૧ શુક્ર- વ્રતની પૂનમે ચંિતા હળવી થાય, રાહત રહે. તા. ૧ સપ્ટેમ્બર શનિ- મહિનાનો પ્રારંભ સાનુકુળ રહે.

 

કર્ક (ડ.હ.)

 

નોકરી-ધંધાના કામમાં ચંિતા-વ્યથા રહે. ધાતુના વેપાર-ધંધામાં, પ્લાસ્ટીકતા, રસકસ, ઓઈલ, પેટ્રોલ, ડીઝલ, ગેસના ધંધામાં, ટ્રાવેલ્સના ધંધામાં સાવધાની રાખવી પડે. અન્ય ધંધામાં બગાડ, નુકશાન થાય નહીં. તેનું ઘ્યાન રાખવું. તે સિવાય મકાન, વાહન, જમીનના કામકાજમાં, સરકારી, રાજકીય, ખાતાકીય, કાનૂની કાર્યવાહીમાં આપની પરિસ્થિતિ દ્વિધાભરી રહે, ચંિતા, ઉચાટમાં અટવાયા કરો. તા. ૨૬ ઓગસ્ટ રવિ- પુત્ર-પૌત્રાદિક, પરિવારના પ્રશ્ને ચંિતા, વિવાદ, ઉચાટ. તા. ૨૭ સોમ- અધિક ભાદરવા માસની કમલા એકાદશીએ ધર્મકાર્યથી હળવાશ રહે. તા. ૨૮ મંગળ- બજારોની વધઘટમાં, હવામાનની ફેરફારીમાં ઘ્યાન રાખવું. તા. ૨૯ બુધ- કામકાજની વ્યસ્તતા રહે. તા. ૩૦ ગુરૂ- નોકરી-ધંધાનું કામકાજ લોભ-લાલચ-ઉતાવળથી કરવું નહીં. તા. ૩૧ શુક્ર- વ્રતની પૂનમે તકલીફ, અસ્વસ્થતા અનુભવાય. તા. ૧ સપ્ટેમ્બર શનિ- તન-મન-ધનથી વાહનથી સંભાળવું.

 

સંિહ (મ.ટ.)

 

અધિક ભાદરવા મહિનાની કમલા એકાદશી, વ્રતની પૂનમ આ સપ્તાહમાં આપને ધર્મકાર્યથી હૃદય-મનને પ્રસન્ન રાખે. નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. આકસ્મિક ધંધો, આવક થાય. સીઝનલ સેલના ધંધામાં ઘ્યાન રાખવું. ખાંડ, રૂ, સાકર, રસકસના ધંધામાં, બજારોની વધઘટમાં, શેરોની લે-વેચમાં, ટ્રાવેલ્સના ધંધામાં આવક થાય પરંતુ લોભ-લાલચમાં ધંધો કરવાની નીતિમાં નુકસાન થાય. તા. ૨૬ ઓગસ્ટ રવિ- બપોર પછી હળવાશ-રાહત રહે. તા. ૨૭ સોમ- કમલા એકાદશીએ નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા. તા. ૨૮ મંગળ- બજારોની વધઘટમાં, વેપાર ધંધો આવક થાય. તા. ૨૯ બુધ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૩૦ ગુરૂ- નોકરી-ધંધાના કામમાં જાગૃત રાખવી. તા. ૩૧ શુક્ર- વ્રતની પૂનમ સાનુકુળ રહે, આનંદ રહે. તા. ૧ સપ્ટેમ્બર શનિ- નોકરી-ધંધાના, સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. આનંદ, રાહત રહે.

 

કન્યા (પ.ઠ.ણ)

 

બજારોની વધઘટમાં, વેપાર ધંધો કરવામાં સાવધાની રાખવી. ભાગીદારીવાળા ધંધામાં, સોના-ચાંદી, તાંબાના કે અન્ય ધાતુના ધંધામાં, દૂધ, મીઠાઈ, ખાણીપીણીના ધંધામા, ટ્રાવેલ્સના ધંધામાં અન્યના દોરવાયા દોરવાઈ જવું નહીં. દેખાદેખીમાં જોખમી ધંધો તમને નુકશાન કરી જાય. તે સિવાય અધિક ભાદરવા મહિનાની કમલા એકાદશી, વ્રતની પૂનમ ધર્મકાર્યથી હૃદય-મનની શાંતિ, આનંદ રખાવે. નોકરીના કામમાં, પુત્ર-પૌત્રાદિકના કામમાં સાનુકુળતા રહે. આંખમાં, ખભામાં દર્દપીડાથી સંભાળવું પડે. તા. ૨૬ ઓગસ્ટ- રવિ- ચંિતા-ઉચાટ-સુસ્તી-કંટાળો જણાય. તા. ૨૭ સોમ- નોકરી-ધંધાના કામમાં, પરિવારના કામમાં સંભાળવું પડે, ઘ્યાન રાખવું. તા. ૨૮ મંગળ- હૃદય-મનને શાંતિ જણાય નહીં. તા. ૨૯ બુધ- અન્ય વધારાના કામમાં ઘ્યાન આપી શકો. તા. ૩૦ ગુરૂ- નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા. તા. ૩૧ શુક્ર- વ્રતની પૂનમ ધર્મકાર્ય થાય. અન્ય કામ ઉકેલાય. તા. ૧ સપ્ટેમ્બર શનિ- આકસ્મિક કોઈ કામ નોકરી-ધંધાનું થાય. ફાયદો, લાભ થાય.

 

તુલા (ર.ત.)

 

અધિક ભાદરવા મહિનાની કમલા એકાદશી, વ્રતની પૂનમ ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, મીલન, મુલાકાતમાં આનંદ રખાવે. નોકરી-ધંધાના રૂકાવટવાળા કામમાં પ્રગતિ જણાય. મહત્વની કામગીરી અંગેની ચર્ચા વિચારણા થાય. પુત્ર-પૌત્રાદીકના કામમાં પ્રગતિ, સાનુકુળતા જણાય. પરંતુ સોના-ચાંદીના, પિત્તળના, કાંસાના વેપારમાં સટ્ટો કરવો નહીં. માલનો ભરાવો કરવો નહીં. નોકરી-ધંધામાં નવા ફેરફારી વિચારોને અમલમાં મુકવાનો જોખમી નિર્ણય કરવો નહીં. તા. ૨૬ ઓગસ્ટ રવિ- બપોર પછી બહારનું, પરદેશનું, બહારગામનું કામ સાનુકુળ થતું જાય. તા. ૨૭ સોમ- કમલા એકાદશીએ ધર્મકાર્ય થાય. તા. ૨૮ મંગળ- નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. તા. ૨૯ બુધ- સગા સંબંધી-મિત્રવર્ગથી ચંિતા-ઉચાટ. તા. ૩૦ ગુરૂ- નોકરી-ધંધામાં જાગૃતિ, સાવધાની રાખવી. તા. ૩૧ શુક્ર- વ્રતની પૂનમે ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, મુલાકાતનું આયોજન ગોઠવાય. તા. ૧ સપ્ટેમ્બર શનિ- કામકાજમાં સફળતા, આનંદ ઉત્સાહ રહે.

 

વૃશ્વિક (ન.ય.)

 

શનિની પનોતી, મંગળની પ્રતિકુળતા નાણાંકીય પ્રશ્ને કૌટુંબીક પ્રશ્ને, સરકારી ખાતાકીય, કાનૂની પ્રશ્ને, રાજકીય પ્રશ્ને ચંિતા, તકલીફ, પીડા રખાવે. નોકરી-ધંધામાં નુકશાન, વિવાદ થાય તેવા કોઈ નિર્ણય કરવા નહીં. નાણાંકીય જવાબદારીવાળી કામમાં, લાંચ, ભ્રષ્ટાચાર, લોભ, લાલચમાં ફસામણી થાય. બંધનમાં આવી જાવ. તે સિવાય પત્નીની બિમારી, સ્વભાવના કારણે આપને શાંતિ, રાહત જણાય નહીં. છુટાછેડાની કાર્યવાહીમાં, પૌત્ર-પૌત્રાદીક લાગણીના સંબંધમાં તમારી પીછેહઠ થાય. મકાન વાહન, નોકર ચાકર, કારીગરવર્ગો, ઉપરીવર્ગ, સહકાર્યકર વર્ગના પ્રશ્ને, રાજકીય પ્રશ્ને ગ્રહોની પ્રતિકુળતા અનુભવાય. તા. ૨૬ ઓગસ્ટ, રવિ- આતંરિક વ્યગ્રતા રહે. તા. ૨૭ સોમ- કમલા એકાદશીએ કામની વ્યસ્તતા રહે. તા. ૨૮ મંગળ- નોકરી-ધંધાના કામમાં લોભ-લાલચે કે ઉતાવળમાં તકલીફ થાય. તા. ૨૯ બુધ- યાત્રા પ્રવાસમાં, મુલાકાતમાં, ચર્ચા વિચારણામાં શ્રમ, થાક, કંટાળો જણાય. તા. ૩૦ ગુરૂ- આક્ષેપ-અપયશ-વિવાદ-નુકશાનથી સંભાળવું. તા. ૩૧ શુક્ર- વ્રતની પૂનમે ચંિતા-ઉચાટ-બેચેની અનુભવો. તા. ૧ સપ્ટેમ્બર શનિ- સગા સાથે-મિત્રવર્ગથી ચંિતા-દોડધામ.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

આપની ચંિતા-વ્યથામાં હળવાશ, રાહત જણાય. રૂકાવટવાળા વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. કામ ઉકેલાય. યશ, સફળતા, મળે. નોકરી, ધંધાના કામમાં વ્યસ્તતા રહે. પરંતુ ધંધો, આવક થાય. નોકરીમાં સાનુકુળતા રહે. ઉઘરાણીના નાણાં આવવાથી, નવો ધંધો મળવાથી રાહત અનુભવાય. કૌટુંબીક, વ્યવહારીક, સામાજીક, ધાર્મિક કામ અંગે યાત્રા પ્રવાસ, મીલન-મુલાકાત આનંદ અનુભવો. ભૂતકાળમાં સંસ્મરણો તાજા થાય. પત્ની, સંતાન, મિત્રવર્ગથી સાનુકુળતા રહે. તા. ૨૬ ઓગસ્ટ રવિ- હળવાશ, રાહત અનુભવો. તા. ૨૭ સોમ- નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા. તા. ૨૮ મંગળ- આકસ્મિક કોઈ કામ થાય, પ્રગતિ જણાય, આનંદ. તા. ૨૯ બુધ- નોકરી-ધંધાના કામ અંગે ચર્ચા વિચારણા થાય, કોઈને મળવાનું થાય. તા. ૩૦ ગુરૂ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, સાનુકુળતા રહે. તા. ૩૧ શુક્ર- વ્રતની પૂનમે, ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, મુલાકાતથી આનંદ રહે. તા. ૧ સપ્ટેમ્બર શનિ- વધારાના કામમાં ઘ્યાન આપવું પડે.

 

મકર (ખ.જ.)

 

અધિક ભાદરવા મહિનાની કમલા એકાદશી વ્રતની પૂનમે, ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, મુલાકાતથી આનંદમાં રહો. જુના સબંધો, સંસ્મરણો તાજા થાય.નવી ઓળખાણ-મિત્રતા થાય. નોકરી-ધંધાના, ઘર, પરિવારના કામ અંગેની ચર્ચા વિચારણા થાય. પરંતુ પરિવારમાં સીઝનલ બિમારીથી, વાયરસ ઈન્ફેકશનથી સંભાળવું પડે. પત્ની, સંતાનના પ્રશ્ને આંતરિક ચંિતા, વિચારોમાં અટવાયેલા રહો. લોખંડ, તાંબુ, રસકસ, અનાજ, તેલબીયા, ખાંડ, સાકરના વેપાર-ધંધામાં ધંધો આવક થાય. કાગળ, કાપડ, મીઠાઈના ધંધામાં જોખમ કરવું નહીં. તા. ૨૬ ઓગસ્ટ રવિ- ચંિતા, ખર્ચ વધારાની કામગીરી આવી જાય. તા. ૨૭ સોમ- કમલા એકાદશીએ ધર્મકાર્ય, ખર્ચ થાય પરંતુ આનંદ રહે. તા. ૨૮ મંગળ- નોકરી-ધંધામાં જોખમ, વિવાદથી દૂર રહેવું. તા. ૨૯ બુધ- વિલંબમાં પડેલા કામ અંગે માનસિક પરિતાપ રહે. તા. ૩૦ ગુરૂ- જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ સાનુકૂળતા. ૩૧ શુક્ર વ્રતની પૂનમે ધર્મકાર્યથી આનંદ રહે. તા. ૧ સપ્ટેમ્બર શનિ- કામકાજમાં સફળતા, હળવાશ, રાહત રહે.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

વિચારોની એકાગ્રતા, સ્થિરતા જળવાય નહીં. માનસિક તણાવ-ચંિતા-અનંિદ્રા અનુભવાય. નાણાંભીડના કારણે વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક કામમાં, ધાર્મિક કામમાં મુશ્કેલી અનુભવો. વિલંબ કરવો પડે. પરદેશમાં કે બહારગામ રહેતા સગા સબંધી, મિત્રવર્ગ, નોકરી, ધંધાના પ્રશ્ને ચંિતા રહે. બેંકના કામમાં ઘ્યાન આપવું પડે. ઈલેક્ટ્રીકના, સોના ચાંદી, તાંબાના, લોખંડના ધંધામાં, ખાંડ, તેલ, રસકસના ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. તા. ૨૬ ઓગસ્ટ રવિવાર- ચંિતા, ઉચાટ તા. ૨૭ સોમ- કમલા એદાકશીએ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૨૮ મંગળ- નોકરી, ધંધાના કામની વ્યસ્તતા રહે. તા. ૨૯ બુધ- ચંિતા-ખર્ચ-ઉચાટ. તા. ૩૦ ગુરૂ- નોકરી-ધંધાના કામમાં રૂકાવટ, પીછહેઠ, ચંિતા. તા. ૩૧ શુક્ર- વ્રતની પૂનમે માનસિક પરિતાપ રહે. આરોગ્ય સાચવવું. તા. ૧ સપ્ટેમ્બર શનિ- શાંતિથી, ધીરજથી કામકાજ કરવું.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

શનિની પનોતીની તેમજ મંગળની પ્રતિકુળતાના કારણે આપે તન-મન-ધનથી, વાહનથી, સંભાળવું પડે. નોકરી, ધંધામાં તમારી પીછેહઠ થતી જણાય. વાતવાતમાં વિવાદ, મનદુઃખ થાય. તમારી વાણી, વ્યવહાર, નિર્ણય સાથી વ્યક્તિને પસંદ પડે નહીં. તેમજ સાથી વ્યક્તિનું બોલેલું, વ્યવહાર, નિર્ણય તમને પસંદ પડે નહીં. શસ્ત્રક્રિયાથી, પડવા વાગવાથી, લપસી પડવાથી, શારીરીક અસ્વસ્થતાથી પીડા અનુભવાય. નાણાંભીડમાં, આકસ્મિક વધારના ખર્ચથી ચંિતા-મુંઝવણમાં મુકાવ. યાત્રા પ્રવાસમાં તેમજ રસ્તામાં આવતા જતાં સાવધ રહેવું. તા. ૨૬ ઓગસ્ટ રવિ- બપોર પછી સગા સબંધી-મિત્રવર્ગથી વ્યસ્તતા. તા. ૨૭ સોમ- નોકરી-ધંધાના કામમાં ઘ્યાન રાખવું પડે. તા. ૨૮ મંગળ- લોભ લાલચમાં, કોઈના દોરવામાં દોરવાઈ જવામાં તકલીફ થાય. તા. ૨૯ બુધ- વિલંબમાં પડેલા કામથી, સંતાનના કામની વ્યસ્તતા રહે. તા. ૩૦ ગુરૂ- વધારાના કામમાં ઘ્યાન આપવું પડે. તા. ૩૧ શુક્ર- વ્રતની પૂનમે ખર્ચ-ચંિતા-મુંઝવણ જણાય. તા. ૧ સપ્ટેમ્બર શનિ- અન્યના કારણે શાંતિ, રાહત જણાય નહીં.

[Top]
 
 
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved