Last Update : 29-August-2012,Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૯-૦૮-૨૦૧૨, બુધવાર
અધિક ભાદરવા સુદ તેરસ-પ્રદોષ વ્રત

 

દિવસના ચોઘડિયાઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયાઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદયઃ ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્તઃ ૧૯ ક. ૦૦ મિ.
સૂરત સૂર્યોદયઃ ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્તઃ ૧૮ ક. ૫૭ મિ.
મુંબઈ સૂર્યોદયઃ ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્તઃ ૧૮ ક. ૫૪ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૧૦ મિ. (સૂ) ૭ ક. ૧૦ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.
જન્મરાશિઃ- આજે જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્રઃ- શ્રવણ રાત્રે ૨૯ ક. ૩૩ મિ. સુધી પછી ધનિષ્ઠા.
ગોચરગ્રહઃ- સૂર્ય-સિંહ, મંગળ-તુલા, બુધ-સિંહ, ગુરૃ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મકર.
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકેઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદઋતુ રા.દિ.ભા/૭
માસ-તિથિ-વારઃ- અધિક ભાદરવા સુદ તેરસને બુધવાર.
- પ્રદોષ વ્રત
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૧૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૧૨ રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. વધારાના કામમાં, જવાબદારીવાળા કામમાં ધ્યાન આપી શકો. પરંતુ શ્રમ-થાક જણાય.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ચર્ચા વિચારણા થાય. જુના સંબંધો તાજા થાય. યશ-સફળતા મળે.

 

મિથુન ઃ શારીરિક-માનસિક-નાણાંકીય તકલીફના કારણે શાંતિ-રાહત જણાય નહીં. નોકરી-ધંધાના કામ અંગે ચિંતા-ઉચાટ રહે.

 

કર્ક ઃ આપના સરકારી-ખાતાકીય-નાણાંકીય કામ અંગેની કામગીરીમાં, જવાબદારીમાં વ્યસ્તતા રહે પરંતુ કામ ઉકેલી શકાય.

 

સિંહ ઃ નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. અન્યને મદદરૃપ થઈ શકો. વધારાનું કામ થાય. બહાર જવાનું થાય.

 

કન્યા ઃ પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. ધંધો-આવક થાય.

 

તુલા ઃ નોકરી-ધંધાના કામ અંગે ચિંતા રહે. તમારા સગા સંબંધી-મિત્રવર્ગના- આડોશ-પાડોશના પ્રશ્ને શાંતિ જણાય નહીં.

 

વૃશ્ચિક ઃ તમારા નોકરી-ધંધાના કામ અંગે બહાર જવાનું થાય. મહત્વના પ્રશ્ને ચર્ચા-વિચારણા થાય. પત્ની-સંતાનની ચિંતા રહે.

 

ધન ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. સીઝનલ ધંધો-આવક થાય. કુટુંબ-પરિવારનું કામ કરી શકો.

 

મકર ઃ માનસિક પરિતાપ રહે. નોકરી-ધંધાના પરિવારના વિચારો-ચિંતામાં અટવાયેલા રહો. મસ્તક-કમર પીડા જણાય.

 

કુંભ ઃ સરકારી-ખાતાકીય-બેંકના કામમાં ગાફેલ રહેવું નહીં. નોકરી-ધંધામાં આક્ષેપ-અપયશ-ઠપકાથી બેચેની અનુભવો.

 

મીન ઃ વિલંબમાં પડેલાં કામમાં ધ્યાન આપી શકો. વધારાનું કામ કરી શકો. અન્યને મદદરૃપ થઈ શકો. કામ ઉકેલાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૯-૦૮-૨૦૧૨, બુધવાર

 

આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ નોકરી, ધંધાના કામકાજમાં, પુત્ર પૌત્રાદિકના કામકાજમાં સાનુકૂળતાવાળું રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. પરદેશમાં રહેતા પુત્ર પૌત્રાદિકના વિદ્યા ભણતર, વિવાહ-લગ્ન, નોકરી-ધંધાની ચિંતા હળવી થતાં રાહત રહે. આપને પરદેશ જવાની તક પ્રાપ્ત થાય. તે સિવાય ધર્મકાર્ય, યાત્રા પ્રવાસથી હૃદય-મન આનંદ અનુભવે.

 

વિશેષમાં - * નોકરી-ધંધામાં વર્ષારંભે સાનુકૂળતા પરંતુ પછી હરિફવર્ગ, ચિંતા, બિમારી, નુકસાનીથી સંભાળવું પડે.

 

* કમિશન-દલાલી-એજન્સીના કામમાં, સોના, ચાંદીના કે અન્ય વેપારમાં આવક થાય પછી નુકસાન જાય. જોખમી નિર્ણયો કરવા નહીં.

 

* આરોગ્યની કાળજી રાખવી. વારસાગત બિમારીથી સંભાળવું. વાયરસ ઈન્ફેકશનથી સંભાળવું પડે.

 

* સ્ત્રીવર્ગને પતિ-સંતાનથી સાનુકૂળતા પરંતુ પિયરપક્ષની ચિંતા રહે.

 

* વિદ્યાર્થીવર્ગને વર્ષ મધ્યમ રહે. આળશ રાખવી નહીં.

 

 

સુપ્રભાતમ્

- સંિહના તીણા નખના પંજાથી છૂટી ગયેલાં અને લોહીથી રાતાં થઈ ગયેલાં મોતીને પાકાં બોર જાણીને ભીલડીએ લઈ લીધા પછી તેને સરોવરમાં ધોતાં સફેદ મોતી જાણી લીધાં પછી (ખાવા માટે નકામા જાણીને) જંગલમાં જ ફેંકી દીધાં !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુને એના નવા દોસ્ત ચંપુએ પૂછ્યું, 'તારા મધરનું નામ શું છે?'
'મમ્મી' લલ્લુએ જવાબ આપ્યો.
'અને ફાધરનું નામ?'
'પપ્પા.'

[Top]
 

આજ ની રેસીપી

મન મોંહી લે તેવી દહીંની વાનગીઓ

બકાલા રાઈસ (કન્નડ ડિશ)

 

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ ચોખા, ૧ મોટી કાકડી, ૮-૧૦ નંગ લીલી સીડલેસ (બી વગરની), દ્રાક્ષ, એક ઈંચ આદુનો ટુકડો, એક નંગ કાચી કેરી, એક ચપટી સાકર, અડધો કિલો દહીં, ૧૦૦ ગ્રામ મેંદાની ઝીણી સેવ (વર્મીસેલી), મીઠું સ્વાદ પ્રમાણે.

 

રીત ઃ સૌ પ્રથમ ભાત બનાવી લેવા પાણી જરા વધારે નાખવું. તેથી ભાત જરા નરમ રહે. છૂટા ન કરવા. મેંદાની સેવ પણ બાફી લેવી. ત્યાર પછી કાકડી કેરીના ઝીણા ટુકડા કરી ભાતમાં નાખી ખૂબ મિક્સ કરવા. ઉપરથી દહીં નાખી ભાતને ખૂબ જ મિક્સ કરવા. ભાતનો દાણો દેખાય નહીં તેમ મિક્સ કરવા. તેમાં જોઈતા પ્રમાણમાં મીઠું તથા ચપટી સાકર નાખવી. તેની ઉપર બાફેલી સેવ તથા કોથમીર અને જોઈએ તો લીલા મરચાંના ટુકડા પાથરો. શણગારવું તેમ જ ઉપરથી ઘીમાં જીરાનો વધારો કરવો. (વઘાર જરૂરી નથી.) આ વાનગી ગરમીની સીઝનમાં ખૂબ જ ઠંડક આપે છે તેમ જ થાક ઉતારી નાખે છે.

 

[Top]
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved